આ અભિનેતા પાસે એક સમયે બેન્કમાં ખાતું ખોલવાના પણ પૈસા ન હતા, અત્યારે બની ગયો છે કરોડપતિ…

ફિલ્મ જગતમાં નામ કમાવવા માટે સામાન્ય લોકોને ખબર નહિ હોય કે કેટલાય લોકો પોતાનું નસીબ અજમાવવા આવે છે અને જાય છે. જોકે દરેકને સફળતા નથી મળતી હોતી. ખુબ જુજ એવા વ્યક્તિઓ હોય છે જે પોતાની આવડત, હોશિયારી અને મહેનતના લીધે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી કરી શકે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે જેનો જન્મ ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો. પરંતુ તેણે પોતાની મહેનતના કારણે ઘણું નામ અને ઘણી સંપત્તિ મેળવી છે.

image source

તેમને પોતાની મહેનતના આધારે પોતાનું જીવન બદલી નાખ્યું અને એક કામયાબ સ્ટાર તરીકે ઓળખ ઉભી કરી છે. આવા એક ટોલીવુડ અભિનેતાની વાત છે જેમની પાસે એક સમયે બેંક ખાતું ખોલવા માટે પૈસા નહોતા. પરંતુ અભિનયની દુનિયામાં આવ્યા પછી તેનું નસીબ ચમકી ઉઠ્યું.

image source

આજે આ અભિનેતા પાસે કરોડોની સંપત્તિ અને મિલકત છે. અમે વાત કરી રહ્યા છીએ સાઉથની ફિલ્મોના જાણીતા એવા અભિનેતા વિજય દેવેરકોંડા વિશે, જેમણે થોડા મહિના પહેલા જ્યુબિલી હિલ્સમાં ઘર ખરીદ્યું હતું, જેની કિંમત ૧૫ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

image source

વિજય દેવેરકોંડાએ પોતાના જીવનમાં ખુબ જ મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો છે. તે જયારે અભિનયની દુનિયામાં પોતાના કેરિયરની શરૂવાત કરે છે ત્યારે પણ તેનો તે સમય આશાન ના હતો. તેમાં પણ તેને ઘણા અઘરા સમયગાળામાંથી પાસ થવું પડ્યું હતું.

image source

વિજય દેવેરકોંડા તેલુગુ ફિલ્મ ઉદ્યોગના સૌથી પ્રતિભાશાળી કલાકારોમાંના એક છે. તેમના લોહીમાં અભિનય સમાયેલો છે કારણ કે, તેમના પિતા ગોવર્ધન રાવ એક અભિનેતા હોવાને કારણે વિજય માટે અભિનય કરવો તે સ્વાભાવિક હતું.

image source

વિજય દેવરકોંડા દ્વારા તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પોતાના આ ઘરની તસવીરો પણ શેર કરવામાં આવી હતી. હાલ વિજય દેવરકોંડા પાસે કરોડોની રૂપિયાની સંપત્તિ છે. તે અભિનેતાને લોકો અત્યારે ખુબ પસંદ કરે છે. જોકે એક સમયે તે ખૂબ જ ગરીબ હતો. તેના ખાતામાં બેલેન્સ ન હોવાને કારણે તેના બેંક ખાતાને પણ સીલ કરી દેવામાં આવ્યું હતું.

image source

તેની ઉંમર ૩૧વર્ષની છે. તેણે અત્યાર સુધીની ઘણી મોટી ટોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. તે એક ફિલ્મ માટે કરોડો ફી લે છે. તેની મોટાભાગની ફિલ્મો ખુબ લોકપ્રિય રહી છે. તેના લોકો તેને ખુબ પસંદ કરે છે. વિજય દેવરકોંડા પણ બોલિવૂડમાં પગ મૂકવા જઇ રહ્યો છે. લોકડાઉન પહેલા તે પુરી જગન્નાથની ફિલ્મ ફાઇટરનું શૂટિંગ કરી રહ્યા હતા, જેમાં અનન્યા પાંડે પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ