શું તમે પણ બની ચુક્યા છો મોબાઈલ એડિકશનના શિકાર, તો અજમાવો આ ઉપાય અને મેળવો મુક્તિ…

મિત્રો, જ્યા પહેલાના સમયમા મોબાઇલ એ તમારા માટે ફક્ત એક જરૂરિયાતનુ સાધન હતુ ત્યા આજે એ એક વ્યસન બનતુ જઈ રહ્યુ છે એટલે કે હાલ, પ્રવર્તમાન સમય એટલો આધુનિક બની ગયો છે કે, કોઈપણ વ્યક્તિ મોબાઇલ વિના અડધો કલાક પણ જીવી શકશે નહીં. મોબાઈલમા કોઈ પ્રકારનુ કામ હોય કે ના હોય તેને ધ્યાનમા લીધા વિના જ લોકો તેની સાથે કલાકોનો સમય વિતાવે છે.

image source

આ એડિકશનના કારણે લોકો તેમનો મોટાભાગનો અમુલ્ય સમય મોબાઈલ પાછળ બરબાદ કરી નાખે છે. તેથી આજે આ લેખમા અમે તમને મોબાઇલના વ્યસનથી મુક્તિ મેળવવા માટેની અમુક મહત્વપૂર્ણ બાબતો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો ચાલો આજે આપણે આ મોબાઈલના વ્યસનથી દૂર રહેવા માટેની અમુક ટીપ્સ વિશે માહિતી મેળવીએ.

image source

તમને આ વાત સાંભળવામા થોડી વિચિત્ર અવશ્યપણે લાગશે પરંતુ, તે તમને તમારા મોબાઇલથી દૂર રહેવા માટે ઉપયોગી અવશ્યપણે સાબિત થઇ શકે છે. એવી ઘણી બધી એપ્લિકેશનો પ્લેસ્ટોર પર ઉપલબ્ધ છે કે, જે તમે તમારા મોબાઇલ પર કેટલો સમય વિતાવી રહ્યા છો, તેનુ ધ્યાન રાખવામા સહાયરૂપ બનશે. આ એપ્લીકેશનની મદદથી તમે તમારા મોબાઈલનો થતો વધારે પડતો ઉપયોગ ઘટાડી શકો છો.

image source

આ ઉપરાંત મોબાઈલમા રહેલુ નોટીફીકેશન વિકલ્પ જે-તે મોબાઈલ વપરાશકર્તાને મોબાઇલ પર વધારે પડતો સમય વિતાવવા માટે દબાણ કરે છે. જ્યારે તમે કોઈપણ કામ કરતા હોવ અને તમારા મોબાઈલમા નોટીફીકેશન આવે ત્યારે તમે તે કામ છોડીને તુરંત જ મોબાઈલ હાથમા લઇ લો છો અને નોટીફીકેશનમા શું આવ્યું છે? તે જાણવા પાછળ તમારો અમુલ્ય સમય બગડો છો. માટે જો શક્ય બને તો તમારી મોબાઈલ નોટીફીકેશનને હમેંશા બંધ રાખવાની આદત કેળવો.

image source

મોટાભાગના લોકો ચાર્જિંગ દરમિયાન પણ મોબાઈલનો નિરંતર ઉપયોગ કરતા હોય છે અને આ માટે તે લોકો ચાર્જીંગ માટેની એવી વ્યવસ્થા પણ ગોઠવે છે કે, જેથી તે કોઈપણ જગ્યાએ બેઠા-બેઠા સરળતાથી મોબાઈલનો ઉપયોગ કરી શકે. માટે જો તમે મોબાઈલના વ્યસનમાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો મોબાઈલને હમેંશા એવી જગ્યાએ ચાર્જ માટે મુકવો કે, જ્યા તમે વારંવાર સરળતાથી જઈ શકતા હોવ નહિ.

image source

જે લોકો લાંબા સમયથી મોબાઈલનુ વ્યસન ધરાવતા હશે, તે લોકો માટે આ કાર્ય કરવુ થોડુ મુશ્કેલ સાબિત હોય શકે છે પરંતુ, જો તે લોકો આ આદત કેળવે તો તે પોતાની જાતને મોબાઈલના વ્યસનથી સરળતાથી દૂર રાખી શકે છે. તમે નિયમિત બપોરના સમયે તથા રાતના સમયે એક કે બે કલાક માટે મોબાઇલ સ્વીચ ઓફ કરવાનુ શરૂ કરતા જાવ. શરૂઆતમા તો તે તમને થોડી તકલીફ આપશે પરંતુ, ધીમે-ધીમે આ આદત તમને મોબાઈલના વ્યસનમાંથી મુક્તિ અપાવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ