શું તમને ખ્યાલ છે કે, નેત્રદાન પછી આંખોને કેવી રીતે રાખવામા આવે છે..?

મિત્રો, આપણા ગુજરાત રાજ્યમા નેત્રદાનનો એક વિશેષ મહિમા છે. કોઇપણ વ્યક્તિનુ મૃત્યુ થાય અથવા તો કોઈપણ વ્યક્તિ ગંભીર બિમારીથી પીડાતી હોય અને પોતાના છેલ્લા દિવસો ગણી રહી હોય ત્યારે તે પોતાના નેત્રો દાન કરી છે. મૃત વ્યક્તિના ચક્ષુથી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને આંખ જ નહી પરંતુ, એક નવુ જીવન પણ મળી રહે છે.

image source

આ વ્યક્તિના આશીર્વાદ એ ચક્ષુદાન ફેમિલી પર હમેંશની માટે વરસતા રહે છે પરંતુ, શું તમને ચક્ષુદાનમા મળેલી બઘી આંખો કામ લાગે છે? તો આ પ્રશ્નનો જવાબ છે ના. સરકારી આંકડા એવુ કહે છે કે, આપણને દાનમા જેટલી આંખો મળી હોય તે બધી જ આંખો કામમા લાગતી નથી.

image source

દાનમા મળેલી આ આંખોના ટ્રાન્સપ્લાન્ટ વધારે પડતા સફળ સાબિત થઇ રહ્યા નથી. દાનમા મળેલી આંખોનો સરેરાશ સામાન્ય રીતે ૩૦ ટકા જેટલો વપરાશ થાય છે. ૭૦ ટકા આંખો નકામી બની જાય છે. રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સૌથી સારી પસંદગી ગુણવત્તાયુક્ત આંખો મેળવવાની હોય છે, જે સુરક્ષિત ટ્રાન્સપ્લાન્ટના તમામ માપદંડોને પૂર્ણ કરે છે.

image source

આ દાનમા પ્રાપ્ત થયેલી ૬૦ ટકા આંખો ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય હોતી નથી. દર્દીઓના સગા દ્વારા દાનમા મળેલી આંખનો ઉપયોગ સંશોધન અને શિક્ષણના હેતુ માટે પણ થતો હોય છે. તેમણે જણાવ્યુ હતુ કે, કોઇપણ મૃતક સભ્યના પરિવારોની લાગણી હોય છે કે, આંખોનુ દાન કરવામા આવે પરંતુ, મૃતકની આંખની ગુણવત્તા અંગે આઇ બેન્કને ખબર હોતી નથી તેથી ખામીયુક્ત આંખોના ઓપરેશન સફળ થતા નથી.

image source

આઇ બેન્કમાંથી ઘણી આંખોને અભ્યાસ અને સંશોધન માટે પણ ફાળવવામા આવતી હોય છે. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર રાજ્યમા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ૭,૯૨૧ નેત્રદાનમા મળ્યા હતા. વર્ષ ૨૦૧૯મા જુલાઇ સુધી ૨,૧૨૩ નેત્ર દાનમા આપવામા આવ્યા છે, જ્યારે આંખનુ ટ્રાન્સપ્લાન્ટ કરવામા આવે છે, ત્યારે તે સંખ્યા નિશ્ચિત હોતી નથી. આ આંકડો ૫૦ ટકાથી પણ નીચે જોવા મળે છે, જે પૈકી માત્ર ૩૦ ટકા કેસમા ઓપરેશન સફળ થતા હોય છે.

image source

છેલ્લા ત્રણ વર્ષના નેત્રદાનના આંકડા જોઇએ તો નેત્ર સાથે સંકળાયેલ બીમારીઓ અને આંખના ટ્રાન્સપ્લાન્ટ અંગે કામ કરતી એમએન્ડજે વેર્ટર્ન રીઝનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપ્થલ્મોલોજી ના મત મુજબ દાનમા આવેલી ફક્ત ૨૭ ટકા આંખોનો જ ઉપયોગ કરી શકાય છે.

image source

વર્ષ ૨૦૧૮ મા આ સંસ્થાને ૪૫૮ આંખો દાનમા મળી હતી, જેમાથી ફક્ત ૯૮ દર્દીઓને આ આંખોનુ ટ્રાન્સપ્લાન્ટ કરવામા આવ્યુ હતુ. વર્ષ ૨૦૧૭મા ૫૭૭ પૈકી ૧૫૩, વર્ષ ૨૦૧૬મા ૪૮૪ પૈકી ૧૩૦ ઓપરેશન થયા હતા. છેલ્લા ત્રણ વર્ષમાં સંસ્થાને ૧૫૧૯ આંખોનુ દાન મળ્યુ હતુ, જે પૈકી ફક્ત ૩૮૧ જ સર્જરીમા ઉપયોગમા આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ