ગેસ અને બર્નલ સાફ કરતા નાકે દમ આવી જાય છે? અપનાવો આ સરળ અને ઉપયોગી ટીપ્સ…

રસોડામાં જતાં ક મૂડ ત્યારે સૌથી વધારે ખરાબ થાય છે જ્યારે ગેસ ગંદો અથવા તો ખરાબ હોય. ગેસ ઉપર તેલ અને જમવાનું બનાવ્યું હોય તે સારી રીતે જામી જાય છે. અને તેને સાફ કરવાનું પણ વધારે મુશ્કેલ થઈ પડે છે.

પછી ધીમે ધીમે ગેસનું બર્નર પણ ખરાબ થાય છે અને આપોઆપ ગેસની ફ્લેમ ધીમી થઈ જાય છે. તો આજે અમે તમને એવી ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ જેને ફોલો કરી તમે ઘરે જ ગેસને એકદમ સાફ અને ચમકદાર અને તેજ ફ્લેમ વાળો રાખી શકો છો.

ગેસ સાફ કરવાની સરળ રીત –

ગ્રેટ્સની સફાઈ – તમે જેના પર વાસણ મૂકો છો તેને ગ્રેટ્સ કહેવાય છે. જો જમવાનું બનાવતા સમયે કાઇ પણ ઢળે તો સૌથી પહેલા એ જ ખરાબ થાય છે. અને તેને સાફ કરવું ખૂબ જ કઠીન બની જાય છે. તો ચાલો આજે એ સાફ કરવા માટે સાવ સરળ રીત જોઈએ. 1/4 કપ એમોનિયાને પાણી સાથે મિક્સ કરો અને તેને તેના ઉપર રાખી એમ જ રહેવા દો. અને પછી સાફ પાણીથી ધોઈ નાખો એ એકદમ ચમકી જાશે.

ગેસની સફાઈ –

ગેસ સાફ કરવા માટે તે પર બેકીંગ સોડા છાંટી દો અને પછી તેને ગરમ પાણીથી સાફ કરો.

બર્નર ની સફાઈ –

સૌથી પહેલા બર્નર કાઢી નાખો, પછી એક વાસણ લો એમાં 1/2 કપ વિનેગાર લો. વિનેગાર તમને બજારમાં સાવ ઓછી કિંમતે મળી જશે. પછી એમાં એટલું જ પાણી એડ કરો અને પછી આ મિક્સ કરેલ મિસરણમાં બર્નર ને આખી રાત માટે પલાળી રાખો. અને સવારે એક તેને બ્રશ વડે એકદમ સાફ કરો. બર્નરનો કચરો એકદમ સાફ થશે અને ગેસની ફ્લેમ પણ જો ધીમી હશે તો તેજ થશે.

દરરોજ ઉપયોગી અને અવનવી ટીપ્સ અને જાણવા જેવી માહિતી વાંચો આપણા પેજ પર, તમારા પ્રતિભાવ અમને જરૂર મોકલજો.