આવી વિચિત્ર તસવીરો તમે આ પહેલા ક્યારે નહિં જોઇ હોય, કારણકે….

ઓસ્ટ્રેલિયાની આ ત્રીસ વિચિત્ર તસ્વીરો જોઈ તમે રહી જશો ચકિત

આપણે અવારનવાર વિવિધ દેશો વિષે અને તેની ખાસિયતો વિષે સાંભળ્યું, જોયું તેમજ વાંચ્યું છે. જાપાનની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે અહીંની દરેક વસ્તુઓ શાંત તેમજ નિરવ હોય છે. પણ જો આપણે ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો તે તેનાથી તદ્દન વિપરીત છે. ઓસ્ટ્રેલિયા તેના વૈવિધ્ય સભર ભોજન માટે જાણીતું છે તો વળી તેના કાંગારુ, તેના ક્યૂટ કોઆલાઝથી પણ લોકો આકર્ષાય છે. તો વળી ક્યારેક આ દેશ પૃથ્વી પરનું સૌથી જોખમી સ્થળ પણ લાગે છે.

અહીં તમને કંઈ પણ મળી શકે છે એક નાના બાળકથી લઈને સાવજ નાનકડું પાઇકોન્સથી લઈને એક વિશાળ કાય ડાયનાસોર્સ જેવા મગરો તો વળી મગરને ખાતા અજગર પણ અહીં જોવા મળે છે. તો આજે અમે તમારા માટે આવી જ એક વિચિત્ર યાદી લઈને આવ્યા છે તે પણ તસ્વીરો સાથે જે તમને સ્તબ્ધ કરી મુકશે.

image source

1. આ છે અરાઉકેરિયા પાઇન કોન. સામાન્ય રીતે આ આટલા વિશાળ નથી હોતા પણ આ એક અપવાદ છે. આનું વજન 10 કીલોગ્રામ હોય છે અને જો તે કોઈ વ્યક્તિ પર પડે તો તે તેને મારી પણ શકે છે.

image source

2. આ એક વિશાળ કાય કાંગરુ છે જે ઓસ્ટ્રેલિયાના એલિસ સ્પ્રિંગ્સનું છે, તેનું નામ હતું રોજર રૂ. દુઃખની વાત છે કે તે હવે મૃત્યુ પામ્યું છે.

image source

3. આ છે સોલ્ટવોટર ક્રોકોડાઈલ. તે ઓસ્ટ્રેલિયાના ડાર્વિન વિસ્તારમાં જોવા મળે છે. આ તસ્વીરમાં જે વિશાળકાય મગર બતાવવામાં આવ્યો છે તેનું હુલામણું નામ નીફ્ટી છે, અને તે લગભગ 6 મીટર એટલે કે લગભઘ 18 ફૂટ લાંબો છે.

image source

4. ઓસ્ટ્રેલિયાની જાણે બધી જ વસ્તુઓ વિશાળ હોય છે. આ તસ્વીરમાં તમે જે ચામાચીડીયાને લટકતું જોઈ રહ્યા છો તેનું નામ છે ગ્રે હેડેડ ફ્લાઇંગ ફોક્સ, તે ઓસ્ટ્રેલિયાનું મેગાબેટ એટલે કે વિશાળ ચામાચિડિયુ છે.

image source

5. ઓસ્ટ્રેલિયાની આ અદ્ભુત જગ્યા વિષે તમે નહીં જ જાણ્યું હોય. આ જગ્યાને સ્પાઇડર ફ્રોસ્ટ કહેવામાં આવે છે. તે રુરલ વિક્ટોરિયામાં આવેલી છે. દૂરથી જોઈએ તો જાણે અહીં ધૂમ્મસ છવાયું હોય તેવું લાગે છે. પણ વાસ્તવમાં અહીં કરોળિયા જેવા જાળા બાજેલા છે. તે પણ ઘણા મોટા વિસ્તાર સુધી. તમે આ તસ્વીરમાં જોઈ શકો છો.

image source

6. આ તસ્વીર જોઈને તો ચોક્કસ તમરા રુંવાડા ઉભા થઈ જશે. આ છે ઓલિવ પાયથન, તે વેસ્ટ ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા પાયથન હોય છે, અહીં તમે તસ્વીરમાં જેઈ શકો છો કે તે આખાને આખા વિશાળ મગરને ગળી રહ્યો છે.

image source

7. સામાન્ય રીતે સાપસ દેડકાને ખાતા હોય છે પણ તમને આગળ કહ્યું તેમ ઓસ્ટ્રેલિયા એક વિચિત્ર અને ડેન્જરસ દેશ છે. અહીં દેડકાં સાપને ખાઈ જાય છે. આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે એક વિશાળ લીલાછમ પાંદડા જેવો દેડકો સાપને ખાઈ રહ્યો છે.

image source

8. ઓસ્ટ્રેલિયામાં જેટલો ત્રાસ કરોળિયાનો છે તેટલો જ ત્રાસ માખીઓનો પણ છે. આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિના વસ્ત્રો પર કેટલી બધી માખીઓ બેસી છે. આપણે અહીંયા સામાન્ય રીતે આટલી બધી માખીઓ કોઈ મીઠાઈ પર જ જોવા મળતી હોય છે.

image source

9. આ દ્રશ્ય પહેલી નજરે તો જાણે કોઈ લાંબો સાપ પડ્યો હોય તેવું લાગે પણ નજીકથી જોતા ખ્યાલ આવે કે આ તો એક રુંછાવાળા કેટરપીલર્સની લાંબી લાઇ છે.

image source

10. આ તસ્વીર છે ઓસ્ટ્રેલિયાની કપડાની દુકાનની. સામાન્ય રીતે આપણે અહીં સાપ જોવામા આવે ત્યારે દોડાદોડી મચી જતી હોય છે પણ અહીં તમે તસ્વીરમાં જોઈ શકો છો તેમ જાણે આ સામાન્ય દ્રશ્ય હોય તેવું લાગી રહ્યું છે.

image source

11. તમે ઓસ્ટ્રેલિયામાં કોઈ સ્થલ પર હાઇકીંગ પર જાઓ તો આ દ્રશ્ય તમારા માટે સામાન્ય બની શકે છે. અહીં પર તમને એવી સાઇઝ જોવા મળશે. જેના પર લખ્યું હશે કે આ જમીન પર ટાઇગર સ્નેક બ્રીડીંગ કરે છે માટે અહીંથી થોડું ચેતતા રહેવું.

image source

12. આ તસ્વીર પણ અદ્ભુત છે. સામાન્ય રીતે સાપનો મુખ્ય ખોરાક દેડકા હોય છે અને તસ્વીરમાં તમતે જોઈ શકો છો કે એક 3.5 મિટરના પાયથનની પીઠ પર કેન ટોડ્સ એટલે કે એક પ્રકારના દેડકા આરામથી ફરી રહ્યા છે.

image source

13. આ તસ્વીર છે હન્ટ્સમેન સ્પાઇડરની. ઓસ્ટ્રેલિયાને કાંગારુના દેશ ઉપરાંત કરોળિયાનો દેશ પણ કહી શકાય. અહીં તમે આ કરોળિયાનું કદ જોઈ શકો છો. તે ઓસ્ટ્રેલિયાનો સૌથી ઓછો જોખમી કરોળિયો છે.

image source

14. ઓસ્ટ્રેલિયાની તો વાત જ નીરાળી છે. અહીં ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં તમને અળશિયા એટલે કે અર્થવોર્મ્સ પણ નાના નહીં જોવા મળે તે પણ તમને ઘણા મોટા જોવા મળશે. આ તસ્વીરમાં જોઈ લો તેનું કદ.

image source

15. ઓસ્ટ્રેલિયામાં લાખોની સંખ્યામાં જીવ રહે છે. અને તેનું પ્રમાણ પણ ખૂબ વધારે હોય છે. અહીં તમે તસ્વીરમાં જોઈ શકો છો કે એક પેટ્રોલ પંપ પર જ્યાં તમે પેટ્રોલ ભરાવો ત્યાં જ તમે પેટ્રોલની પાઇપ લો તે જ જગ્યાએ એક સાપ પણ મોઢું કાઢીને લટકી રહ્યો છે. હવે જો પેટ્રોલની પાઇપની જગ્યાએ તમે તે સાપનું જ મોઢું પકડી લો તો !

image source

16. આ તસ્વીર જોઈને તમે ઓસ્ટ્રેલિયામા હશો કે પછી અહીં ભારતમાં હશો તમે તમારા શૂઝ ક્યારેય ચેક કર્યા વગર પહેરવાની હિમ્મત નહીં કરો. જુઓ આ શૂઝમાં કેવી રીતે સાપ લપાઈને બેઠો છે.

image source

17. આ વિશાળ લાલ ગોકળગાય માત્ર ઓસ્ટ્રેલિયામાં આવેલા નિષ્ક્રિય જ્વાળામુખીની આસપાસ જોવા મળે છે.

image source

18. અહીં ઓસ્ટ્રેલિયામાં દર સિયાળામાં બ્લેક પોર્ટુગીઝ મીલીપેડ્સ હજારોની સંખ્યામાં જોવા મળે છે. તે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના દક્ષિણ વિસ્તારોમાં ખાસ જોવા મળે છે. આ બહુબધા પગવાળા કીડા હોય છે. અને તે જાણે આ આખા વિસ્તાર પર પોતોનો કબજો જમાવી લે છે.

image source

19. આ જીવ તમે કદાચ ક્યાંય નહીં જોયો હોય, કોઈ તસ્વીરમાં પણ નહીં જોયો હોય. આનું નામ છે ડીઓફ્લેનિયા અરમાટા (Deofleinia armata). તે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના બ્રૂમ વિસ્તારમાં જોવા મળે છે. આ જીવને અત્યંત ડેન્જરસ માનવામાં આવે છે કારણ કે તેનો ડંખ અત્યંત પિડાજનક હોય છે અને તેને રુઝ આવતા મહિનાઓ લાગે છે.

image source

20. ઓસ્ટ્રેલિયામાં સાપ તમને ગમે ત્યાં દેખાઈ શકે છે. સિલિંગ પરથી લટકતા દેખાઈ શકે છે અને ટોઇલેટના ટબમાં પણ દેખાઈ શકે છે. આ તસ્વીર જોઈ તમે હવેથી ખાસ તમારા ટોઇલેટને પણ ચેક કરવાનું નહીં ચૂકો.

image source

21. આ છે ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું જીવડું. જેને ગોલિએથ સ્ટીક કહેવાય છે. તે એક માણસના હાથ કરતા પણ મોટું હોય છે.

image source

22. આ તસ્વીર પણ એક કરોળિયા, અરે નહીં પણ અનેક કરોળિયાની છે. તસ્વીરમા તમે જોઈ શકો છો કે તે એક મીટર બોક્સ પર લાગેલો વિશાળ કાય કરોળિયો છે અને તેની સાથે બીજા નાના-નાના કરોળિયા પણ છે. હવે આને જોઈને મીટર રીડ કરવાની હીંમત કોણ કરી શકશે.

image source

23. જો તમને એમ કહેવામાં આવે કે આ નાના બાળકના લંચ બોક્ષમાં મળી આવેલો જે સાપ છે તે વિશ્વનો બીજા નંબરનો સૌથી ઝેરીલો સાપ છે. તમે જોઈ શકો છો કે તે કેટલો નાનો છે. તેના પર જો નજર ન ગઈ હોત તો કદાચ બાળકનો જીવ પણ જતો રહ્યો હોત.

image source

24. અહીં ઓસ્ટ્રેલિયામાં તમને ઉધઈના ટીલા પણ વિશાળકાય જોવા મળશે. અહીંના ઉધઈના ટીલા સીમેન્ટ કરતાં પમ મજબુત હોય છે. અને તેની ઉંચાઈ પણ સેંકડો મીટર સુધી હોઈ શકે છે.

image source

25. ઓક્ટોબસ એક અદ્ભુત જળચર જીવ છે. અને ઓસ્ટ્રેલિયામાં તેની અનેક વેરાયટી જોવા મળે છે. આ તસ્વીરમાં જે ઓક્ટોપસ છે તેને બ્લુ-રીંગ્ડ ઓક્ટોપસ કહેવાય છે. કહેવાય છે કે તેના માત્ર એક ડંખથી તમારા ફેફસાને લકવો મારી જાય છે.

image source

26. જો તમને ગરોળીથી ભય લાગતો હોય તો તમારે ઓસ્ટ્રેલિયાની મુલાકાત ક્યારેય ન લેવી જોઈએ. આ છે ઓસ્ટ્રેલિયાનિ વિશાળ કાય લીઝર્ડ્સ. તમે અહીં તસ્વીરમાં તેની વિશાળતા જોઈ શકો છો. આપણે અહીં તો આપણે નાનકડી ગરોળીને દીવાલ પર ફરતી જોઈને ગભરાઈ જતા હોઈએ છીએ. જો તેની જગ્યાએ આવી લીઝર્ડ જોવા મળે તો તો શ્વાસ જ અદ્ધર થઈ જાય.

image source

27. એક વિશાળ કાય ઓર્બ-વિવર કરોળિયો – આ કરોળિયો ઇસ્ટ ક્વિન્સલેન્ડમાં જોવા મળે છે. તમે આ તસ્વીરમાં જોઈ શકો છો કે તે કેટલો વિશાળ છે તે એક મોટા માણસના હાથની સાઇઝનો છે જે તમે અહીં જોઈ શકો છો.

image source

28. ઓસ્ટ્રેલિયામાં માત્ર જમીન પર જ વિશાળકાય જીવો નથી જોવા મળતાં પણ જ્યારે આકાશમાંથી કરાનો વરસાદ પડે છે ત્યારે તે કરાનો આકાર પણ વિશાળ હોય છે. તમે અહીં તસ્વીરમાં જોઈ શકો છો કે એક બોલ કરતાં પણ અહીંના કરા ઘણા મોટા છે. જો આ કોઈ વ્યક્તિના માથા પર પડે તો તેના તો રામ જ રમી જાય. અને વાહનોની તો હાલત જ બગડી જતી હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ