અંબાલાલ પટેલની આ આગાહી જાણીને તમે પણ રાખજો ધ્યાન, કારણકે ચાલુ મહિને…સાથે જાણો કેવી પડશે ઠંડી પણ

શિયાળાની મોસમ તેની ચરમ સીમા પર છે જો કે હાલ છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાત વાસીઓને ઠંડીમાં થોડી રાહત મળી રહી છે. પણ આવનારા દિવસોમાં ફરી પાછું ઠંડીનું મોજું આખાએ ગુજરાતમાં ફરી વળશે. તમને જણાવી દઈએ કે આવનારી 20, 21 અને 22 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાશે અને તે દરમિયાન તારીખ 25 જાન્યુઆરી સુધી વાદળ છાયું વાતાવરણ પણ રહેશે, ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો 27મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી દરમિયાન ઠંડી વધવાની શક્યતા રહેલી છે.

image source

જ્યારે ઉત્તર ગુજરાત તેમજ કચ્છ વિસ્તારની વાત કરીએ તો ત્યાં હાડકા ગાળી નાખતી ઠંડી વરતાશે. અહીં આ સમય દરમિયાન મોટા ભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીથી ઓછું રહેશે. તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની છે.

image source

તેઓ આ મહિનાના હવામાન વિષે વધારે માહિતી આપતા જણાવે છે કે જાન્યુઆરીના અંત તેમજ ફેબ્રુઆરીની શરૂઆતમાં રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉભું થશે. જેની અસરથી ઉત્તર ભારતના પર્વતાળ પ્રદેશમાં હિમવર્ષા થશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉભું થશે જેના કારણે સમગ્ર ઉત્તર ભારતમાંના ઉત્તર પ્રદેશ, દિલ્લી, રાજસ્થાન, ઉત્તર-પૂર્વ ગુજરાત, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં વાદળો ઘેરાશે. આ ડિસ્ટર્બન્સના કારણે 7 ફેબ્રુઆરી સુધીમાં રાજ્યના કેટલાક વિસાતરોમાં કમોસમી માવઠુ પણ પડી શકે છે. ત્યાર બાદ 8મી ફેબ્રુઆરીથી 11મી ફેબ્રુઆરી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવશે અને વાદળો વિખેરાઈ જશે પણ ત્યાર બાદ કડકડતી ઠંડી પડશે. વાતાવરણમાં આવનાર આ પલટાના કારણે ખેડૂતોના ઉભા પાકોમાં હિમ પડી શકે છે માટે તેમણે પોતાના પાકમાં પિયત બહોળા પ્રમાણે કરવું જોઈશે તેવી પણ સલાહ આપવામાં આવી છે.

image soucre

બીજી બાજુ રાજ્યના હવામાન વિભાગે પણ આગાહી કરી છે જે પ્રમાણે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડીમાં ઘટાડો થયો છે અને તેનાથી લોકોને રાહત પણ મળી છે. અહીં પણ રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ફેબ્રુઆરીની શરૂઆતમાં સર્જાશે તેની અસર સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળશે. અને હવામાન વિભાગ દ્વારા પણ કમોસમી વરસાદની ચેતવણી આપવામા આવી છે. હાલ અમદાવાદ શહેરમાં પારો 30 ડિગ્રીએ પહોંચી ગયો છે જેના કારણે બપોરના સમયે થોડી ગરમી પણ અનુભવાઈ રહી છે.

image source

પણ રાત્રીના સમયે પારો 14 ડિગ્રી સુધી પોહંચી જવાથી વાતાવરણ આહલાદક બની ગયું છે. જો કે આવા બેવડા હવામાનના કારણે બિમારીઓનું પ્રમાણ પણ વધ્યું છે. પણ જાન્યુઆરીના અંત તેમજ ફેબ્રુઆરીની શરૂઆતમાં ફરી એકવાર રાજ્યના લોકોને ઠંડીનો ચમકારો અનુભવવા મળશે. હવામાન વિભાગે એક નહીં પણ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી કરી છે. જેની અસર સમગ્ર ઉત્તર ભારતના રાજ્યો ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ તેમજ મહારાષ્ટ્રમાં જોવા મળશે.

image soucre

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. અને તેને લઈને ખેડૂતોને તેમના પાકને સુરક્ષિત રાખવાની ભલામણ પણ કરવામા આવી છે. ઉત્તર ભારતના પર્વતાળ પ્રદેશમાં હિમ વર્ષા થશે જેના કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીનું જોર વધશે. આગાહી પ્રમાણે 27 જાન્યુઆરીથી 31 સજાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં અતિશય ઠંડી પડશે. લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સુધી પોહંચી જશે. ઠંડીની સૌથી વધારે અસર ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત જેવા વિસ્તારોના, બનાસકાંઠા, સાબરકાંઠા, નલિયા, મહેસાણા તેમજ ડીસામાં જોવા મળશે.

image source

આજના દિવસે અમદાવાદમાં ધુમ્મસ છાયું વાતાવણ રહેશે અને થોડી ઠંડી પણ અનુભવાશે. તમને જણાવી દઈએ કે નલિયામાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન 6.5 ડિગ્રી નોંધાયું હતું આ સાથે જ તે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બન્યુ હતું. પણ રાજ્યના બીજા ભાગોમાં આહલાદક ઠંડી રહી છે. પણ આવનારા 2-4 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રી ઘટાડો જોવા મળી શકે છે અને તે સાથે જ ઠંડી વધશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ