એ કાળમુખુ વિમાન જેણે બે વર્ષમાં લીધો હતો 346 વ્યક્તિનો ભોગ, પૂરી ધટના વાંચીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી

બોઇંગ કંપનીનું એક વિમાન પોતાના શરૂઆતના બે વર્ષમાં જ કુલ 346 લોકોના મૃત્યુનું કારણ બન્યું હતું. જો કે આ વિમાનને સુરક્ષા નિયમોમાં છેતરપિંડી કરવા સબબ દોષિત માની લેવામાં આવ્યું હતું. અમેરિકાના ન્યાય વિભાગે ગંભીર સુનાવણી કરતા બોઇંગ કંપનીને દંડ અને વળતર પેટે 2.5 બિલિયન ડોલરની રકમ ચૂકવવા જણાવ્યું હતું. બોઇંગ કંપનીના આ વિમાનનું નામ 737 મેક્સ એરક્રાફ્ટ છે અને આ વિમાનના કારણે બે ભીષણ ક્રેશ થયા હતા.

image source

ન્યાય વિભાગના જણાવ્યા મુજબ બોઇંગ પણ સેટલમેન્ટ માટે તૈયાર થઇ ગઈ છે. કંપની 737 મેક્સ એરક્રાફ્ટથી થયેલ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો અને કર્મચારીઓના પરિવારોને વળતર અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ભરશે. બોઇંગ કંપનીના આ વિમાનને વર્ષ 2017 માં શરુ કરવામાં આવ્યું અતું. 29 મે 2018 ના રોજ ઇન્ડોનેશિયાના લોયર એયર માટે ઉડ્યું હતું અને ત્યારબાદ વિમાન સમુદ્રમાં ગરકાવ થઇ ગયું હતું.

image source

જો કે તેમ છતાં બોઇંગ કંપનીએ આ વિમાનની સેવા લેવાનું ચાલુ રાખ્યું. બીજી દુર્ઘટના 10 માર્ચ 2019 ના રોજ ઘટી. આ દુર્ઘટના અંતર્ગત બોઇંગનું ઇથિયોપિયન એરલાઇન્સની માલિકીનું વિમાન ક્રેશ થયું હતું. નોંધનીય છે કે આ બન્ને દુર્ઘટનામાં કોઈપણ વ્યક્તિ જીવિત બચ્યું ન હતું અને કુલ 346 લોકો મોતને ભેટ્યા હતા.

image source

ઉપરોક્ત બન્ને દુર્ઘટના બાદ બોઇંગ કંપનીએ પોતાની ઓટોમેટિક ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમમાં ફેરફાર કર્યો હતો. કંપનીને જાણવા મળ્યું કે એક સેન્સરનું ખોટું રીડિંગ દુર્ઘટનનું કારણ બન્યું હતું. ત્યાર પછી વિમાનની ડિઝાઇનમાં પણ બદલાવ કરવામાં આવ્યો હતો જેથી સેન્સર વ્યવસ્થિત રીતે કામ કરી શકે. એ સાથે જ વિમાનના ઓટોમેટિક સિસ્ટમના પાવરને ઓછો કરવામાં આવ્યો જેથી પાયલોટ તેના પર કાબુ રાખી શકે.

વર્ષ 2019 માં સેવા બંધ કરી દેવામાં આવી

image source

2020 સુધી મેક્સ એરક્રાફ્ટથી થયેલા બે ક્રેશ બાદ અને 346 જેટલા વ્યક્તિઓનો ભોગ લીધા બાદ માર્ચ 2019 માં તેને ઉપયોગમાં લેવાનું બંધ કરી દેવામાં આવ્યું. જાન્યુઆરી 2020 સુધી તેના લગભગ 400 વિમાન ઉભા હતા. ત્યારબાદ વિમાનમાં ટેક્નિકલ ફેરફારો કરી મે મહિનામાં તેનું ઉત્પાદન ફરી શરુ કરવામાં આવ્યું હતું અને નવેમ્બર 2020 માં ફરીથી તેને સેવા માટે ફિટ જાહેર કરવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ