33 દિવસ સુધી વેરાન ટાપુ પર ફસાયેલા લોકોએ જીવતા રહેવા માટે ખાધું કંઇક એવું કે…જે જાણીને તમને પણ આવશે ઉબકા

ક્યુબાના બે લોકો અને એક સ્ત્રી 33 દિવસથી બાહામાસના એક વેરાન ટાપુ પર ફસાઈ ગયા હતા. આ ટાપુ પર ખાવા માટે નારિયેળ સિવાય કંઈ જ નહોતું. રિપોર્ટ્સ અનુસાર આ લોકોને યુએસ કોસ્ટ ગાર્ડે 9 ફેબ્રુઆરીએ સુરક્ષિત રીતે આ દ્વીપ પરથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ લોકો છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમયથી એન્ગ્યુએલા નામની જગ્યાએ ફસાઈ ગયા હતા.

વાત જાણે એમ હતી કે યુએસ કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર એમના વિસ્તારમાં રુટિંગ ચક્કર લગાવી રહ્યા હતા તે વખતે એરક્રાફ્ટમાં બેઠેલા પાયલટની નજર એક લહેરાઈ રહેલા ઝંડા પર પડી.

image source

પાયલટને અહેસાસ થઈ ગયો કે ત્યાં હાજર રહેલા લોકોને મદદની જરૂરત છે યુએસ કોસ્ટ ગાર્ડે એ વિસ્તારના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે જ્યાં એ લોકોએ પોતાનો મેકશિફ્ટ કેમ્પ બનાવ્યો હતો.

image source

એ પછી કોસ્ટ ગાર્ડના સભ્યોએ ફૂડ પેકેટ્સ અને પાણી હેલિકોપ્ટર દ્વારા એ લોકો તરફ ફેંક્યા. એ સિવાય એમને એક રેડિયો પણ ફેંકી દીધો જેથી એ પોતાની વાત સારી રીતે જણાવી શકે. આ ત્રણેય લોકોને 8 ફેબ્રુઆરીએ સ્પોટ કરી લેવામાં આવ્યા હતા પણ ખરાબ વાતાવરણના કારણે આ રેસ્ક્યુ અભિયાન બીજા દિવસે પૂરું કરવામાં આવ્યું.

આ લોકોને એરલીફ્ટ કર્યા પછી ફ્લોરિડાના મેડિકલ સેન્ટર પર લઈ જવામાં આવ્યા જ્યાં આ લોકોની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. આ લોકોમાંથી કોઈને પણ કોઈ ઇજા નથી થઈ.

image source

આ બાબતે પ્રશાસનનું કહેવું હતું કે આ લોકોની બોટ પલટી ખાઈ ગઈ હતી એ પછી આ ત્રણેય તરતા તરતા આ દ્વીપ સુધી પહોંચ્યા હતા. જો કે આ વેરાન ટાપુ પર પણ આ લોકો હિંમત નહોતા હાર્યા અને 33 દિવસ સુધી આ લોકો નારિયેળ અને ઉંદર ખાઈને જીવતા રહવેમાં સફળ થયા હતા..

image source

કોસ્ટ ગાર્ડ લેફટીનેન્ટ જસ્ટિને જણાવ્યું હતું કે પાયલટે થોડા અજીબોગરીબ ઝંડા જોયા. એમાં ઘણા કલર્સ હતા. એ જ કારણ હતું કે એ થોડો હેરાન હતો અને જ્યારે એને ધ્યાનથી જોયું તો એને અહેસાસ થયો કે ત્રણ લોકો એને સિગ્નલ આપી રહ્યા છે. જસ્ટિને કહ્યું કે એ હેરાન હતો કે એક મહિના પછી પણ એ લોકો સારા શેપમાં હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ