આજથી શરૂ થઇ ગુપ્ત નવરાત્રી: જો આટલું જાણી લેશો તો તરત જ અટકેલા કામ થઇ જશે પૂરા

ગુપ્ત નવરાત્રી શરુ થઇ ગઈ છે, કુળદેવીમાંને ખુશ કરવા અને તેની કૃપા પ્રાપ્ત કરવા માટે કરો આ મોટો ઉપાય

મિત્રો, નવરાત્રી એક પ્રકારનો માતાની ભક્તિ કરવાનો ઉત્સવ ગણવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર નવરાત્રી વર્ષમાં ચાર વાર આવે છે. માન્યતા છે કે બે નવરાત્રી સામાન્ય છે અને બે નવરાત્રી ગુપ્ત છે. ગઈકાલથી જ ગુપ્ત નવરાત્રી શરુ થાય છે આ નવરાત્રી પર કરો આ ઉપાય જેનાથી મળશે માં ની કૃપા.

image source

નવરાત્રી ના દિવસે વિશેષ સાધના કરી ને માં ની કૃપા પ્રાપ્ત કરી ને કોઈ પણ અસાધ્ય કામ ને પૂરું કરી શકાય છે. આજથી શરૂ થઈ રહી છે ગુપ્ત નવરાત્રી. ત્યારે આવો જાણીએ કે નવરાત્રી વર્ષમાં કેટલીવાર આવે છે અને તેને કયા કયા નામથી ઓળખવામાં આવે છે સાથે જ આ નવરાત્રીનું શું છે મહત્વ

આજથી ગુપ્ત નવરાત્રી શરૂ થઈ રહી છે.

image source

ગુપ્ત નવરાત્રી દરમિયાન તાંત્રિક અને અઘોરી એમની મનોકામના પૂરી કરવા અને શક્તિ પ્રાપ્ત કરવા માટે ખાસ વિધિથી માંની પૂજા કરે છે. આ દરમિયાન તાંત્રિક ગુપ્ત તરીકેથી સૌની નજરોથી બચીને માંની પૂજા કરે છે. સાતમી તિથીનો ક્ષય હોવાના કારણે આ નવરાત્રી ૮ દિવસોની હોય છે. વર્ષમાં ચાર વાર નવરાત્રી આવે છે.

મહા, ચૈત્ર, અ।ષાઢ, અને આસો મહિનામાં એમ નવરાત્રી આવે છે. જેમાંથી અષાઢ અને પોષ અને મહા મહિનાની નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહે છે. ચૈત્ર મહિનાની નવરાત્રીને વસંત નવરાત્રી કહેવામાં આવે છે. જ્યારે આસો મહિનાની નવરાત્રીને શારદિય નવરાત્રી કહે છે. બાકી પોષ અને અષાઢની નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહે છે.

image source

ગુપ્ત નવરાત્રીમાં કરવા આ ઉપાય

ગુપ્ત નવરાત્રીના દિવસે વિશેષ સાધના કરીને માંની કૃપા પ્રાપ્ત કરી કોઈ પણ મનોકામના પૂરી કરી શકાય છે. આ દિવસ સાંજના સમયે પૂજા ઘરમાં દુર્ગાની પ્રતિમા અથવા તસ્વીરની સામે ગાયનું ઘીનો દીવો સળગાવીને અને એને તાંબા ના કળશમાં પાણી ભરીને એની ઉપર રાખી દેવું. એ પછી લાલ રંગના આસન પર બેસીને દેવીની ઉપાસના અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ. જયારે પાઠ પુરા થઇ જાય તો દુર્ગા માં ને ઘર માં બનાવેલ હલવો અથવા મીઠાઈ નો ભોગ લગાવવો જોઈએ.

image source

માન્યતા છે કે માં દુર્ગા ને હલવાનો પ્રસાદ ખુબ જ પ્રિય છે. એ પછી આ ભોગ કુંવારી કન્યાને આપી દેવો જોઈએ. પછી કળશના જળથી આખા ઘરમાં, ઓફીસમાં અને તિજોરીની પાસે પવિત્રકરણ કરવું જોઈએ. માનવામાં આવે છે કે એવું કરવાથી કારોબાર દિવસ રાત બે ગણો વધે છે અને માં દુર્ગાની કૃપા થી નોકરીમાં આવી રહેલી પરેશાની પણ હલ થઇ જાય છે.

1. ચૈત્ર અને આસો મહિનાની નવરાત્રી એ બધા સામાન્ય લોકો માટે છે જેમાં સાત્વિક અથવા દક્ષિણામાર્ગી સાધના કરવામાં આવે છે.

image source

2. જ્યારે તંત્ર-મંત્રની આરાધના માટે મહા અને અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રીમાં પૂજન કરવામાં આવે

3. ગુપ્ત નવરાત્રી સાધના અને તંત્ર સાધના માટે મહત્વપૂર્ણ છે, તેથી આ નવરાત્રીમાં દસ મહાવિદ્યાની પૂજા અને ઉપાસના મહત્વપૂર્ણ છે.

સાધનાનો ગાળો

image source

1. દેવી ભાગવત મુજબ, જે રીતે વર્ષમાં ચાર વાર નવરાત્રી આવે છે અને નવરાત્રીમાં દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, તે જ રીતે ગુપ્ત નવરાત્રીમાં દસ મહાવિદ્યાઓનું પાલન કરવામાં આવે છે.

2. ગુપ્ત નવરાત્રી ખાસ કરીને તાંત્રિક ક્રિયાઓ, શક્તિ સાધના, મહાકાલ વગેરે સાથે સંકળાયેલા લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે.

3. આ સમય દરમિયાન, દેવી ભગવતીના સાધકો ખૂબ કડક નિયમો સાથે વ્રત રાખે છે અને અભ્યાસ કરે છે.

image source

4. આ સમય દરમિયાન લોકો લાંબા સમય સુધી ધ્યાન કરીને દુર્લભ શક્તિઓ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે.

5. સામાન્ય નવરાત્રીની જેમ જ આ નવરાત્રીમાં પણ એ જ નવ માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે, પરંતુ જો કોઈ અઘોર સાધના કરવાની ઇચ્છા રાખે છે, તો દસ મહાવિદ્યામાં એક સાધના કરે છે જે ગુપ્ત નવરાત્રીમાં સફળ થાય છે.

6. ગુપ્ત નવરાત્રિ દરમિયાન, ઘણા સાધકો મા કાલી, તારા દેવી, ત્રિપુરા સુંદરી, ભુવનેશ્વરી, માતા ચિન્નામસ્તા, ત્રિપુરા ભૈરવી, મા ધ્રુમાવતી, માતા બગલામુખી, માતંગી અને કમલા દેવીની મહાવિદ્યા (તંત્ર સાધના) માટે પૂજા કરે છે.

image source

7. ભગવાન વિષ્ણુ શયનકાળના સમયગાળાની મધ્યમાં છે, જ્યારે દેવ શક્તિ નબળાઇ થવા લાગે છે.

8. આ સમયે, રુદ્ર, વરુણ, યમ વગેરેનો ક્રોધ પૃથ્વી પર વધવા લાગે છે, માતા દુર્ગાની ગુપ્ત નવરાત્રીમાં આ ઉપદ્રવઓથી બચાવવા માટે પૂજા કરવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ