આ ૬ વસ્તુના દર્શન છે ઘણા શુભ ફળદાયી, તેને ઘરમાં રાખવાથી આવે છે બરકત

ઘણી જગ્યાએ જોવામાં આવે છે કે ઘર નેગેટીવીટી ની અસર વધી જાય છે. તેના કારણે આપણા ઘરમાં વિચિત્ર ઘટનાઓ ઘટવા લાગે છે. આવું થવાના કારણે ઘરમાં વધારે તણાવ અને ચિંતાનું વાતાવરણ રહે છે. આના માટે વાસ્તુ શાસ્ત્રમાં ઘણા ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

image source

આને અપનાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે. તેનાથી ઘણા લાભ પણ થાય છે. તેને ઘરમાં રાખવું ખુબ સારું માનવામાં આવે છે. આજે આપણે જાણીએ કે તે કેઈ ૬ વસ્તુ છે તેને ઘરમાં રાખવાથી થાય છે ફાયદો.

મોરપંખ :

image source

તેને વાસ્તુ શાસ્ત્રમાં ઘણું મહત્વ આપનાવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી જીવજંતુ પણ આવતા નથી. તેની સાથે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આવવા લાગે છે. એવું માનવામાં આવે છે કે મોર પંખને ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી ભગવાન શ્રી કૃષ્ણ નાં બધા અવતારોનું ધ્યાન કરવાથી તે આપના ઘરમાં પ્રવેશે છે. તેને તમારે ઘરના મંદિરમાં રાખવું જોઈએ.

પારદ શિવલિંગ :

image source

આ શિવલિંગની પૂજા કરવાથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે. તેને ઘરમાં રાખવું ઘણું સારું મનાય છે. તમારે ઘરમાં આ શિવલિંગની ઘરમાં સ્થાપનાં કરવી હોય ત્યારે તમારે કોઈ પણ ભગવાન સિવની સારી તિથી જોઈ તેની ઘરમાં સ્થાપના કરવી. તેની સાથે રોજ નિયમિત રીતે તેની પૂજા અર્ચના કરવી. આ શિવલિંગને વસ્તુ પ્રમાણે ઘણું મહત્વ આપવામાં આવ્યું છે.

શ્રી યંત્ર :

image source

ઘરના મંદિરમાં આ યંત્રને જરૂર રાખવું જોઈએ. આ યંત્ર માતા લક્ષ્મીને ઘણું પ્રિય છે એવું માનવામાં આવે છે. આ યંત્રની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની તંગી આવતી નથી. તેનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહે છે. તેને ઘરમાં રાખવાથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધે છે. આ યંત્રને બધાથી બધાથી ઉપરનું સ્થાન આપનાવામાં આવ્યું છે કે કારણકે તેમાં બધા દેવી અને દેવતાનો તેમાં વાસ રહેલો છો. તેને ઘરમાં રાખવાથી તમને ચારે દિશામાંથી સુખ પ્રાપ્ત થશે.

દક્ષીણાવર્તી શંખ :

image source

વેદો અને પુરાણોમાં આ શંખને ઘરમાં રાખવું ખુબ જ શુભ મનાય છે. તેમાં આને ઘરમાં રાખવાથી થવા ફાયદા પણ તેમાં દર્શાવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ શંખને ઘરમાં રાખવાથી તમારા દુશ્મનો તમને નુકશાન કરી શકતા નથી. તેના પ્રભાવથી કોઈ દુર્ઘટના, આકસ્મિક મૃત્યુ અને ચોરી નો ખતરો રહેતો નથી. તેને આપના શાસ્ત્રોમાં પણ ઘરમાં રાખવાનું માનવામાં આવે છે. તેનાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે. તેનાથી ધનની પ્રાપ્તિ થાય છે. તેને ઘરમાં રાખવાથી દ્રરીદ્રતા, દેવું દૂર થાય છે. તેનાથી ઘરમાં શુખ, શાંતી અને સમૃદ્ધિ આવે છે.

તુલસી :

image source

બધાના ઘરમાં તુલસી હોવું જ જોઈએ તેને ઘરમાં રાખવું ઘણું શુભ માનવામાં આવે છે. તેનો છોડ ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે. તેનાથી ઘરમાં રહેલી દ્રરીદ્રતા દૂર થાય છે. તેના છોડને ખાસ સંભાળ રાખવાની જરૂર હોય છે. તેના છોડ પાસે રોજે સાંજે ઘીનો દીવો કરવો જોઈએ. તેનાથી બધી તકલીફ દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરના આંગણામાં રાખવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

નૃત્ય કરતી ગણેશની મૂર્તિ :

image source

ઘરમાં ગણેશજીની મૂર્તિ રાખવી ઘણી શુભ મનાય છે. બની શકે તો તમારે ઘરમાં નૃત્ય કરતી ગણેશની મૂર્તિ રાખવી જોઈએ. આવી ગણેશને મૂર્તિ ઘરમાં રાખવી ઘણી સારી મનાય છે. તેનાથી ઘરમાં ખુશીઓ આવે છે. તમારે ગણેશજીની ફોટો પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવી ઘણી શુભ માન્ય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ