વેરાન પડેલી આ રેલવે ટનલ ફરી થઇ શકે છે ચાલુ, જાણો કયા કામથી થશે શરૂ….

વિશ્વમાં એવી કેટલીય જગ્યાઓ છે જેના વિષે મોટાભાગના લોકો અજાણ છે અથવા તો લોકો એ સ્થાનો વિષે ભૂલી ગયા છે. આવા સ્થાનોના લિસ્ટમાં એક નામ છે “એબરનૅન્ટ” જે વેલ્સની ગુપ્ત રેલવે ટનલ છે. કદાચ તમે આ નામ પહેલીવાર સાંભળી રહ્યા હોય એવું પણ બને. પરંતુ એક સમય હતો જયારે આ રેલવે ટનલમાંથી ટ્રેનો પસાર થતી. છેલ્લે અહીં વર્ષ 1962 માં એટલે કે લગભગ 58 વર્ષ પહેલા ટ્રેન પસાર થઇ હતી. ત્યારબાદ આ ટનલ સાવ વેરાન પડી હતી. પરંતુ હવે કદાચ આ ટનલ ફરી શરુ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે.

image source

પ્રસિદ્ધ રચનાકાર ઈસામબર્ડ કિંગડમ બ્રુનેલ દ્વારા વર્ષ 1853 માં ડિઝાઇન કરવામાં આવેલી આ ટનલને પહેલાના સમયમાં કોલસા ભરેલી ટ્રેનો પસાર કરવાના ઉપયોગમાં લેવાતી હતી જયારે હાલ આ ટનલને ફક્ત સાઇકલ ચાલકો માટે ખોલવામાં આવે તેવી શક્યતાઓ છે. 1.4 માઈલ લાંબી આ ટનલને જો સાઇક્લિસ્ટો અને પગપાળા ચાલનારા માટે ખોલી દેવામાં આવશે તો આખા યુરોપમાં આ પ્રકારની પ્રથમ ટનલ હશે. ટ્રાફિક હળવો કરવા માટેના સરકારના આ પ્રોજેક્ટને સેંકડો લોકોએ સમર્થન પણ કર્યું છે.

image source

ઉલ્લેખનીય છે કે “એબરનૅન્ટ” નામની આ ટનલ વેલ્સના બે પ્રસિદ્ધ શહેરો મેરથીર ટાઇડફિલ અને એબરડેયરને અરસ-પરસ જોડે છે. ટનલના પ્રવેશદ્વારો આમ તો અત્યારે પણ સલામત જ છે પરંતુ તેમાં માણસો પ્રવેશી ન જાય તે માટે તેને બંધ કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે વેલ્સ શહેરમાં ટ્રાફિક ઓછો કરવા તેમજ લોકોના સ્વાસ્થ્ય માટે સાઇકલ ચલાવવા સારું તથા આ ટનલ ફરી શરુ કરવાની માંગણી હેતુ લગભગ 800 જેટલા લોકોએ ઓનલાઇન સર્વેક્ષણ દ્વારા પોતાનું સમર્થન આપ્યું હતું.

image source

અહીં વેલ્સના ખાતે જ રહેતા એક સ્થાનિક નાગરિકના મંતવ્ય અનુસાર આ ટનલ મેરથીર ટાઇડફિલ અને એબરડેયર બન્ને માટે ખાસ વિશેષતા છે. અને લોકો આ ટનલને ફક્ત બે શહેરના આવન-જાવનના માધ્યમ જ નહિ પણ વેલ્સના ઐતિહાસિક વારસા તરીકે અને સંભવિત પર્યટન આકર્ષણ પણ માને છે.

image source

મેરથીર ટાઇડફિલ કાઉન્ટી બોરોના કાઉન્સિલર ગેરેન્ટ થોમસનું કહેવું છે કે અમે જાણીએ છીએ કે ટનલને ફરીથી શરુ કરવાના આયોજનથી સ્થાનિક લોકો ઉત્સાહિત છે. આ માટે અમે ઓનલાઇન સર્વેક્ષણ પણ કરાવ્યું જેથી સકારાત્મક અને નકારાત્મક બન્ને પાસાઓ ધ્યાને લઇ શકાય. એ ઉપરાંત ટનલની દેખરેખ અને સારસંભાળ તથા તેનો ખર્ચ અંગે પણ વિચાર કરવો જરૂરી છે. જો ટનલ શરુ કરવાને વધુ લોકો સમર્થન આપશે તો અમે ચોક્કસ ટનલ ખોલવા વિષે વિચારી શકીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ