રાનીકોટ ફોર્ટ’: વિશ્વનો સૌથી મોટા આ કિલ્લામાં પ્રવેશ માટે છે ચાર પ્રવેશદ્વારો, જાણો બીજી જાણવા જેવી બાબતો

આપણે સૌ જાણીએ છીએ કે ભારત એક પ્રાચીન દેશ છે અને આજના આધુનિક યુગમાં પણ અહીં સેંકડો પ્રાચીન ઇમારતોનો વારસો સાચવીને રખાયો છે. ભારતના અનેક કિલ્લાઓ એવા છે કે તેનો જોટો વિશ્વભરમાં ક્યાંય નથી. પરંતુ ભારતના પાડોશી દેશ એવા પાકિસ્તાનમાં એક કિલ્લો એવો છે જેને વિશ્વનો સૌથી મોટો કિલ્લો માનવામાં આવે છે. આ કિલ્લો પાકિસ્તાનના સિંધ પ્રાંતના જમશોરા ખાતે આવેલા કિર્થર રેન્જના લક્કી પહાડ પર સ્થિત છે.

image source

કિલ્લાનું સત્તાવાર નામ ” રાનીકોટ ફોર્ટ ” છે પર્નાતું સ્થાનિક લોકો આ કિલ્લાને ” સિંધ કી દીવાર ” ના નામે પણ ઓળખે છે. 32 કિલોમીટરના વિશાળ ક્ષેત્રફળમાં ફેલાયેલા આ કિલ્લાને દુનિયાનો સૌથી મોટો કિલ્લો ગણવામાં આવે છે. આ કિલ્લામાં આવેલી દીવાલની સરખામણી ચીનની લાંબી દીવાલ સાથે પણ કરવાં આવે છે જે 6400 કિલોમીટરની લંબાઈ ધરાવે છે.

image source

” રાનીકોટ ફોર્ટ ” ને વૈશ્વિક સંસ્થા વર્લ્ડ હેરિટેજ સાઈટમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. વર્ષ 1993 માં પાકિસ્તાનની નેશનલ કમિશન ફોર યુનેસ્કો દ્વારા આ કિલ્લાને નોમિનેટ કરવામાં આવ્યો હતો. કિલ્લાના નિર્માણ સંબંધી અનેક પ્રકારની વાતો પ્રચલિત છે. અમુક લોકો આ કિલ્લાને 20 મી સદીની શરૂઆતમાં નિર્માણ થયો હોવાનું માને છે તો અમુક લોકો એવું માને છે કે સન 836 માં સિંધના ગવર્નર પર્શિયન નોબલ ઇમરાન બિન મુસા બર્મકીએ આ કિલ્લો નિર્માણ કરાવ્યો હતો. પરંતુ વાસ્તવમાં આ કિલ્લો કોણે અને શા માટે બનાવ્યો હતો તેના વિષે પૂરતી માહિતી નથી.

image source

જો કે આ ” રાનીકોટ ફોર્ટ “નું હાલનું માળખું મીર અલી ખાન તાલપુર અને તેના ભાઈ મીર મુરાદ અલીએ વર્ષ 1812 માં બનાવડાવ્યું હતું. આ બન્ને ભાઈઓનો સંબંધ તાલપુર રાજવંશથી હતો. તાલપુર અસલમાં બલુચ જાતિનો એક રાજવંશ હતો જેણે વર્ષ 1783 થી 1843 સુધી સિંધ અને વર્તમાન પાકિસ્તાનના કેટલાક ભાગોમાં રાજ કર્યું હતું

image source

” રાનીકોટ ફોર્ટ ” માં પ્રવેશ માટે ચાર પ્રવેશદ્વારો છે જેના નામો અનુક્રમે સૈન ગેટ, અમરી ગેટ, શાહ-પેરી ગેટ અને મોહન ગેટ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ” રાનીકોટ ફોર્ટ ” ના મુખ્ય કિલ્લાની અંદર એક નાનો કિલ્લો પણ આવેલો છે જે ” મીરી કિલ્લા ” ના નામથી ઓળખાય છે. આ નાનો કિલ્લો સૈન ગેટથી લગભગ ત્રણ કિલોમીટરના અંતરે આવેલો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ