જાણો એક ફિલ્મ અને એડ કરવાના ઇરફાન કેટલા રૂપિયા લેતો હતો…

બોલીવુડના પ્રસિદ્ધ અભિનેતા ઈરફાન ખાનનું ૨૯ એપ્રિલ, ૨૦૨૦ બુધવારના રોજ મુંબઈની કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ઈરફાન ખાનએ ૫૩ વર્ષની ઉમરમાં જ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. ઈરફાન ખાનના પોતાના પરિવારમાં પત્ની સુપાતા, બે બાળકો બાબિલ અને અયાનને પણ અલવિદા કહીને ચાલ્યા ગયા. ઈરફાન ખાનએ છેલ્લે સુધી કામ કર્યું હતું.

image source

ઈરફાન ખાનની છેલ્લી ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’ના શુટિંગ સમયે પણ તેઓ કેન્સરથી પીડાઈ રહ્યા હોવા છતાં પણ ફિલ્મનું શુટિંગ પૂરું કર્યું હતું. ત્યારે હવે ઈરફાન ખાન પોતાના પરિવાર માટે કેટલી સંપત્તિ છોડીને ગયા તે હવે ચર્ચાનો વિષય બની ગયો છે. મીડિયા રીપોર્ટ મુજબ ઈરફાન ખાન અંદાજીત ૩૨૦ કરોડની સંપત્તિની માલિકી ધરાવતા હતા.

image source

અભિનેતા ઈરફાન ખાનએ ફિલ્મ જગતમાં પોતાના અભિનયની મદદથી અમીટ છાપ છોડી છે. ઈરફાન ખાન એક ફિલ્મમાં કામ કરવાના ૧૫ કરોડ રૂપિયા જેટલી ફીસ ચાર્જ કરતા હતા. ઈરફાન ખાનને પોતાના અભિનયના બળે ફિલ્મો ઉપરાંત વિજ્ઞાપનમાં પણ અભિનય કરવાની ઘણી બધી સારી તકો મળી હતી. ઈરફાન ખાન એક વિજ્ઞાપન કરવા માટે ૫ કરોડ રૂપિયા જેટલી ફીસ ચાર્જ કરતા હતા.

image source

ઈરફાન ખાનને થોડીક સફળતા મળ્યા પછી ઈરફાન ખાન પોતે જે ફિલ્મોમાં કામ કરતા તે ફિલ્મોમાં કામ કરવા માટે ૧૫ કરોડ ફીસ ઉપરાંત ફિલ્મને મળતા નફામાં પણ કેટલોક ભાગ લેતા હતા. હવે ઈરફાન ખાનની મિલકત વિષે વાત કરીએ તો મુંબઈમાં ઈરફાન ખાનનું એક ઘર છે. તેમજ મુંબઈના જુહુ વિસ્તારમાં પણ પોતાનો એક ફ્લેટ ધરાવે છે.

image source

ઈરફાન ખાનનું પૂરું નામ સાહેબજાદે ઈરફાન અલી ખાન છે. ઈરફાન ખાનનો જન્મ રાજસ્થાન રાજ્યના જયપુર શહેરમાં થયો હતો. કેટલાક સમય પહેલા જ ઈરફાન ખાનની માતા સઈદા બેગમનું અવસાન થયું હતું. દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લાગુ કરવામાં આવેલ લોકડાઉનના કારણે ઈરફાન ખાન પોતાની માતાની અંતિમ વિધિમાં સામેલ થઈ શક્યા હ્તાહીં. ઈરફાન ખાનના પિતાનું નામ યાસીન ખાન હતું.

image source

ઈરફાન ખાનના પિતાનું અવસાન ઘણા સમય પહેલા જ થઈ ગયું હતું. વર્ષ ૨૦૧૯માં ઈરફાન ખાનને ન્યુરોએન્ડોક્રાઈન ટ્યુમર થયા જાણકારી મળી હતી. આ કેન્સર ટ્યુમરના ઉપચાર માટે ઈરફાન ખાન લંડન ગયા હતા. તેમજ લંડનથી સારવાર લીધા પછી ઈરફાન ખાન ફરીથી મુંબઈ પાછા આવ્યા હતા અને પોતાની છેલ્લી ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’નું શુટિંગ શરુ કરવામાં આવ્યું હતું.

image source

ઈરફાન ખાનનું સ્વાસ્થ્ય યોગ્ય ના હોવાથી ઈરફાન ખાન ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’ના પ્રમોશનમાં જોવા મળ્યા નહી. ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’ના પ્રમોશન વખતે ઈરફાન ખાનએ એક ઓડિયો કલીપની મદદથી મેસેજ મોકલ્યો હતો અને પોતાનું સ્વાસ્થ્ય યોગ્ય ના હોવાના કારણે તેઓ ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’ની ટીમ સાથે હતા નહી, પણ જયારે પોતાનું સ્વાસ્થ્ય સારું થશે એટલે તરત જ ઈરફાન ખાન જલ્દી જ પોતાના ફેંસની વચ્ચે જોવા મળશે. ઈરફાન ખાનના પાર્થિવ દેહને મુંબઈના વર્સોવા સ્થિત કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે. દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગુ હોવાથી ઈરફાન ખાનની અંતિમ વિધિમાં ફક્ત ૨૦ વ્યક્તિઓને જ હાજર રહેવાની મંજુરી આપવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ