વેજ જમ્બો ક્લબ સેન્ડવિચ – ફેમસ ફૂડ સ્ટોલ પર મળતી આ સેન્ડવીચ હવે બનાવી શકશો તમારા ઘરે જ…

સેન્ડવિચ એ ઇટાલિન ફૂડ છે પણ હવે ભારત મા પ્રખ્યાત થઈ ગયું છે સેન્ડવિચ મા મુખ્ય બ્રેડ હોય છે આપણે અલગ પ્રકાર ની સેન્ડવિચ બનાવતા હોય છે સામાન્ય બટાકા ના સ્ટફ્ડ લેતા હોય છે આ સેન્ડવિચ આપણે રાતે ડિનર મા લઇ શકો છો

જમો સેન્ડવિચ છે તમે 1 સેન્ડવિચ ખાવો તો ભી પેટ ભરાય જાય તમારૂં આપણે સેન્ડવિચ સાથે સૂપ ઓર સોસ ચટણી બનાવતા હોય છે આમ તમે કોઈ ભી પ્રકાર ની બ્રેડ લઇ શકો છો આ સેન્ડવિચ તમે ગ્રીલ ઓર ગેસ પર નોન સ્ટિક પર કરી શકો છો આ સેન્ડવિચ ઘરે ખુબજ સસ્તી પડે છે

સામગ્રી

  • 6 બ્રેડ
  • 4બટાકા ( બોઈલ )
  • 2 સ્પૂન ઓઈલ
  • 1/2 કપ વટાણા
  • 2 સ્પૂન આદુ મરચા પેસ્ટ
  • 2 સ્પૂન દાબેલી મસાલો
  • 1 સ્પૂન મીઠુ
  • 1 સ્પૂન કોથમીર
  • 1/2 કપ ચીઝ
  • 5 સ્પૂન બટર
  • 1 ટોમેટો
  • 1 કાકડી
  • 1 બીટ
  • 1 ગાજર
  • 1 ઓનિઓન
  • 5 સ્પૂન ચટણી
  • 1 સ્પૂન ચાટ મસાલો

રીત

બટાકા બોઈલ કરી લો હવે તેમાં વટાણા એન્ડ એક પેન ઓઈલ ગરમ કરો દાબેલી મસાલો નાખો આદુ મરચા પેસ્ટ મીઠુ નાખો આ મસાલો બોઈલ બટાકા મા નાખો

હવે બધી વસ્તુ પ્રોપર મિક્સર કરો આલુ સ્ટફ્ડ રેડી છે

હવે બધા વેજ ગોળ કટ કરી લો

હવે એક બ્રેડ સ્લાઈસ લો તેના ઉપર બટર લગાવો હવે તેના આલુ સ્ટફ્ડ લગાવો પ્રોપર હવે બીજી બ્રેડ લો તેને બટર લગાવો હવે તેને આલુ મટર પર કવર કરો હવે તેના ઉપર બધા વેજ એક પછી એક મુકો તેના પર ચીઝ પાથરો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરો

હવે તેના પર એક બટર વાળી બ્રેડ મુકો

હવે ગ્રીલ મશીન ગરમ કરો તયાં બટર મુકો હવે જમબો ગ્રીલ સેન્ડવિચ ગ્રીલ કરાવ મુકો ઉપર બટર લાગવા ની 4 થી 5 મિનિટ મા ગ્રીલ થાઈ જશે

હવે તેને ચટણી, સોસ એન્ડ વેફર સાથે સર્વ કરો

આ સેન્ડવિચ તમે નોન સ્ટિક પર ભી કરી શકો છો

રસોઈની રાણી : એકતા મોદી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ