2020એ ભારતીય ફિલ્મ જગતને વેર વિખેર કરી નાંખ્યું, એક પછી એક આટલા દિગ્ગજ કલાકારોએ લીધી વિદાય

2020માં કોરોના તો આવ્યો છે પણ સાથે સાથે બીજું પણ ઘણું દુખદાયી બન્યું છે, આ વર્ષ કોઈ યાદ રાખવા માંગતુ નથી અને કોઈને યાદ રાખવા જેવું પણ નથી. ત્યારે એ જ રીતે ભારત સહિત સમગ્ર દુનિયા માટે વર્ષ 2020 કોરોના વાયરસને કારણે મુશ્કેલી ભર્યું રહ્યું છે. જો કે, આ વર્ષ દરમિયાન ભારતીય ફિલ્મ જગતે અનેક કલાકારોને ગુમાવ્યાં છે. એક પછી એક કલાકારોએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે, તો આવો જાણીએ કે કેટલા કલાકારો હવે આપણી વચ્ચે નથી રહ્યા.

નિમ્મી

image source

જો સૌપ્રથમ વાત કરીએ તો બોલિવૂડની જાણીતી અભિનેત્રી નિમ્મીએ 88 વર્ષની વયે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમણે તા. 26 માર્ચે આ દુનિયાને અલવિદા કહ્યુ હતું. તેઓ ઘણા મહિનાઓથી બીમાર હતા. તેઓ 88 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી જાતે હલનચલન કરી શકતા નહોતા અને વ્હીલચેરમાંથી ઉભા પણ નહોતા થઈ શકતા. તેમને વધતી ઉંમર સાથે અનેક બીમારીઓ હતી.

ઇરફાન ખાન

image source

બોલિવૂડના પીઢ અભિનેતા અભિનેતા ઇરફાન ખાનનું 29એપ્રિલના રોજ અવસાન થયું હતું. ઇરફાન ખાને 54 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ઇરફાન લાંબા સમયથી બીમાર હતા અને ભૂતકાળમાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વર્ષ 2018માં જ તેમણે કેન્સર વિશે જાણકારી આપી હતી. મળતી માહિતી પ્રમાણે ઈરફાન ખાનને મુંબઈના વર્સોવા સ્થિત કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે અંતિમ સંસ્કારમાં તેના પરિવારના પાંચ લોકોને કબ્રસ્તાનની અંદર જવાની પરવાનવી આપવામાં આવી નહોતી.

ઋષિ કપૂર

image source

ફાડુ અભિનેતા ઋષિ કપૂરનું 30 એપ્રિલના રોજ અવસાન થયું. ઋષિ કપૂરને મુંબઈની એક હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતો. અભિનેતાના મોત પર સોશિયલ મીડિયા પર સેલેબ્સ અને ચાહકો શોક વ્યક્ત કર્યો હતો. તમને જણાવી દઈએ કે, ઋષિ કપૂરે હિન્દી સિનેમામાં મોટો ફાળો આપ્યો હતો. તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

વાજિદ ખાન

image source

એ જ રીતે સંગીતની દુનિયાની વાત કરવામાં આવે તો પ્રખ્યાત સંગીતકાર વાજિદ ખાને 1 જૂને વિશ્વને અલવિદા કહ્યું હતું. વાજિદ ખાન કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા હતા અને તેમની હાલત વધુ બગડ્યા પછી તેને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ જોડી તૂટતા પણ ઈન્ડસ્ટ્રીને મોટો ખાડો પડ્યો હતો

બાસુ ચેટરજી

image source

લેખક તરીકે જેની છાપ ખતરનાક હતી એવાં દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને પટકથા લેખક બાસુ ચેટરજીનું 4 જૂને અવસાન થયું હતું. તેણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેમણે છોટી સી બાત, રજનીગંધા, એક રૂકા હુઆ ફેસલા અને ચમેલી શાદી જેવી ફિલ્મોનું નિર્દેશન તેમણે કર્યું હતું. આ બધા જ શો સુપરહિટ સાબિત થયા હતા.

યોગેશ ગૌર

image source

જો ગીતકાર ક્ષેત્રની વાત કરીએ તો ત્યાં પણ ખોટ ગઈ છે અને પ્રખ્યાત ગીતકાર યોગેશ ગૌરે પણ ચાલુ વર્ષે વિશ્વને અલવિદા કહ્યું હતું. યોગેશ ગૌરનું 29મી મેના રોજ અવસાન થયું હતું. ત્યારે સંગીતની દુનિયામાં સોપો પડી ગયો હતો અને ચાહકોએ દુખની લાગણી વ્યક્ત કરી હતી.

સુશાંત સિંહ રાજપૂત

image source

આખા દેશમાં જે મુદ્દો લાવાની જેમ સળગ્યો હતો એવા સુશાંત સિંહ રાજપૂત 14 જૂને તેમના મુંબઈના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. હાલ સુશાંસ સિંહને ન્યાય મળે તે માટે તપાસ ચાલી રહી છે અને કેટલાક લોકો માની રહ્યા છે કે સુશાંતસિહે આત્મહત્યા નહી પણ તેની હત્યા કરવામાં આવી છે. સુશાંતની મૃત્યુ બાદ હજુ પણ તેના ચાહકોમાં લાગણી પણ છે અને નારાજગી પણ છે. તમામ લોકો ઈચ્છી રહ્યા છે તે સુશાંતને ન્યાય મળે.

સરોજ ખાન

image source

આ સાથે જ વાત કરવામાં આવે તો સરોજ ખાનનું તા. 3 જુલાઇએ કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થયું હતું. સરોજ ખાને અનેક ફિલ્મોમાં ડાન્સ માસ્ટર તરીકે કામગીરી કરી હતી. આજની બધી અભિનેત્રીઓ તેમને ગુરુ જ કહેતી, કારણ કે સરોજ ખાન પાસેથી જ બધી અભિનેત્રીઓ ડાન્સ શીખી હતી.

જગદીપ

image source

સુરમા ભોપાલી તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા જગદીપે જુલાઈમાં આ દુનિયાને અલવિદા કહ્યું હતું. તેમનું નિધન 81 વર્ષની વયે થયું હતું. તેમણે 400થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું.

કુમકુમ

image source

ઘરે ઘરે પ્રખ્યાત અભિનેત્રી એક્ટ્રેસ કુમકુમનું 28 જુલાઈના રોજ અવસાન થયું. આ અભિનેત્રી 86 વર્ષની હતી. તેમણે મધર ઈન્ડિયા, કોહિનૂર, એક સપેરા એક લૂટેરા અને નયા દૌર જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

સમીર શર્મા

image source

સુશાંતની જેમ જ ફેમસ ટીવી એક્ટર સમીર શર્માએ ઓગસ્ટ મહિનામાં આત્મહત્યા કરી હતી.. તે ૪૪ વર્ષનો હતો. ત્યારે પણ લોકોએ ન્યાનની ગુહાર લગાવી હતી અને ચારેકોર હલ્લા બોલ થઈ ગઈ હતી. ફેન્સએ સોશિયલ મીડિયા પર શાંતવના પાઠવી હતી.

એસપી બાલાસુબ્રમણ્યમ

image source

દિગ્ગજ ગાયક એસપી બાલાસુબ્રમણ્યમનું 25 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું. તેઓ 74 વર્ષના હતા. બોલિવુડના ફેમસ સિંગર એસપી બાલાસુબ્રમણ્યમની સ્થિતિ નાજુક હતી અને સ્વાસ્થ્ય ખરાબના કારણે તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતા ત્યાં જ તેણે છેલ્લા શ્વાસ લીધા હતા

ફરાઝ ખાન

image source

એ જ રીતે વાત કરીએ અભિનેતા ફરાઝ ખાનની તો તેમનું અવસાન તા. 4 નવેમ્બરના રોજ થયું હતું. તે ૪૬ વર્ષનો હતો. લાંબા સમયથી બિમાર અભિનેતાએ બેંગલુરુની એક હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ચાહકોમાં નિરાશાની લાગણી જોવા મળી હતી અને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

દિવ્યા ભટનાગર

image source

હજુ પણ જેની ચર્ચા કરવામાં આવી રહી છે એવી ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું તા. 7 ડિસેમ્બરે અવસાન થયું હતું. દિવ્યા કોરોના વાયરસનો શિકાર બની હોવાનું જાણવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે તેનો પતિ તેને ખુબ જ ત્રાસ આપતો હતો.

વીજે ચિત્રા

image source

આત્મહત્યાના વધતા સિલસિલામાં તા. 9 ડિસેમ્બરે દક્ષિણની અભિનેત્રી વીજે ચિત્રા એક હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેણે આત્મહત્યા કયા કારણોસર કરી એ હજુ બહાર આવ્યું નથી. પણ પોલીસ તપાસ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ