જો તમે વાસ્તુ અનુસાર તમારા પાર્ટનરને આ ગિફ્ટ આપશો તો પ્રેમ સંબંધમાં ક્યારે નહિં થાય તકરાર

જો તમે પણ જાળવી રાખવા માંગતા હોય તમારા સંબંધમાં પ્રેમ તો વાસ્તુ શાસ્ત્ર અનુસાર આપો તમારા પ્રિયજનને આ ગિફ્ટ.

અગ્નિ, જળ, વાયુ જેવા તત્વ વાસ્તુશાસ્ત્રનો પાયો માનવામાં આવે છે. જેમનું સંતુલિત હોવું ખૂબ જરુરી છે. એવામાં આ તત્વોને સંતુલિત રાખવા માટે વ તમારા જીવનસાથીને તમે શું ગિફ્ટ આપશો એ આજે અમે તમને જણાવીશું. તો ચાલો જાણી લઈએ.

image source

જળ તત્વ માટે.

જો તમારા ઘરમાં જળ તત્વ ઠીક ન હોય તો કપલ્સ એકબીજાને બ્લુ કલરના આઉટફિટ, ગોલ્ડ ફિશ, બ્લુ લેમ્પ, આર્ટિફિશિયલ સી ફિશ વગેરે ગિફ્ટમાં આપી શકો છો. એનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

પૃથ્વી તત્વ માટે.

પૃથ્વી તત્વ માટે ક્રિસ્ટલની ડેકોરેટિવ આઇટમ્સ, પર્લ કે પછી પર્લમાંથી બનેલી જવેલરી પણ તમે તમારા પાર્ટનરને ગિફ્ટમાં આપી શકો છો.

image source

અગ્નિ તત્વ માટે.

અગ્નિ તત્વને પ્રભાવિત કરવા માટે તમે તમારા જીવનસાથીને લાલ રંગની વસ્તુઓ ગિફ્ટમાં આપો, જેમ કે લાલ કલરનો આઉટફિટ, લાલ રંગનો લેમ્પ, રુબી રિંગ વગેરે. આ વસ્તુઓ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

વાયુ તત્વ માટે

મેટલમાંથી બનેલા વાસણો, ગોલ્ડન વિન્ડ ચાઇમ, ગોલ્ડ કલરની કોઈ પણ વસ્તુ તમે તમારા પાર્ટનરને ગિફ્ટના આપીને વાયુ તત્વને સંચારીત કરી શકો છો. આવું કરવાથી તમારા બંનેના સંબંધને મજબૂતી મળશે.

image source

અન્ય ગિફ્ટસ.

એ સિવાય તમે તમારા પાર્ટનરને ફુલોનો બુકે, સિલ્ક ફ્લાવર વગેરે પણ ગિફ્ટમાં આપીને તમારી લવ લાઈફને ખુશીઓથી ભરી શકો છો.
જો હાલમાં જ લગ્ન થયા હોય તો.

  • – જો તમારા હમણાં જ નવા નવા લગ્ન થયા હોય તો તમે તમારા જીવનસાથીને ટ્રેડિશનલ ગિફ્ટ પણ આપી શકો છો.
  • –એ સાથે જ તમે સ્વીટ્સ, લાલ રંગની સાડી, ગોલ્ડન મિરર, સોના કે પછી ચાંદીનો સિક્કો અને બીજું કંઈ તમને યોગ્ય લાગે એ પણ આપી શકો છો. વાસ્તુ અનુસાર આ બધી જ વસ્તુઓને શુભ માનવામાં આવે છે.
  • – વાસ્તુ શાસ્ત્ર અનુસાર સૂકા કે પછી મુર્જાયેલા ફૂલો પાર્ટનરને ક્યારેય ગિફ્ટમાં ન આપો. એ અરસપરસમાં મતભેદનું કારણ બની શકે છે.
  • – એક વાત ખાસ યાદ રાખો કે લાલ ગુલાબને કાંટા સહિત ક્યારેય પાર્ટનરને આપવાની ભૂલ ન કરો. એનાથી સંબંધમાં તણાવ આવી શકે છે.

    image source
  • – રિસાયેલા પાર્ટનરને મનાવવા માટે એમને ગુલાબી રંગનું ગુલાબ આપો. પણ ધ્યાન રાખો કે ગુલાબમાં કાંટા ન હોય અને એ એકદમ ફ્રેશ હોય.
  • – વાસ્તુ શાસ્ત્ર અનુસાર લાલ ગુલાબને બદલે પાર્ટનરને પીળું ગુલાબ આપો.
  • – તમે તમારો બેડરૂમ ભૂરા રંગના ગુલાબના ફૂલોથી સજાવી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ