કોના જેવો દેખાય છે સૈફ અને કરીનાનો નાનો દીકરો, નાના રણધીર કપૂરે કહ્યું કે…

કરીના કપૂરે સોમવારે એટલે કે 21 ફેબ્રુઆરીએ પોતાના બીજા દીકરાને જન્મ આપ્યો છે. એ પહેલાં સૈફ અને કરીનાનો દીકરો તૈમુર પેપરાજીનો ફેવરિટ સ્ટારકિડ રહ્યો છે. હવે જો સૈફીનાનો નાનો દીકરો પર તૈમુરની જેમ જ બધાનો ફેવરિટ બની જાય કોઈ મોટી વાત નથી. બધા જ સૈફ અને કરીનાના નાના દીકરાની ઝલક જોવા માંગે છે. આ દરમિયાન નાના રણધીર કપૂરે જણાવ્યું છે કે તૈમુરનો નાનો ભાઈ દેખાવમાં કોના જેવો લાગે છે.

image soucre

રણધીર કપૂર સોમવારે સવારે કરીના અને એમના ન્યુ બોર્ન બેબીને જોવા માટે બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. એ પછી એમને મીડિયા સાથે વાત કરતા કરીના કપૂરના નાના દીકરા વિશે જણાવ્યું. રણધીર કપૂરને પૂછવામાં આવ્યું કે કરીનાનો નાનો દીકરો પોતાના પિતા પર ગયો છે કે માતા પર? એના જવાબમાં રણધીર કપૂરે કહ્યું કે “મને તો બધા બાળકો એક સરખા જ લાગે છે.” તેમ છતાં એ વિશે વધુ પૂછતાં એમને કહ્યું કે ” આમ તો ત્યાં બધા લોકો કરી રહ્યા હતા કે કરીનાનો નાનો દીકરો પોતાના મોટા ભાઈ તૈમુર જેવો દેખાય છે.

image soucre

એ પહેલાં રણધીર કપૂરે બ્રિચ કેન્ડી હોસ્પિટલ પહોંચતા પહેલા જણાવ્યું હતું કે તૈમુર મોટો ભાઈ બની ગયો એનાથી ખૂબ જ ખુશ છે. એમને પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે “હું ખૂબ જ ખુશ છું પણ ખુશીના કારણે ચંદ્ર પર પહોંચી ગયો છું કારણ કે હું ફરી એકવાર નાના બની ગયો છું. હું બાળકને જોવા માટે ખૂબ ક ઉત્સાહિત છું અને એમના ભવિષ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છું.

image soucre

તમને જણાવી દઈએ કે લોકડાઉનમાં કરીનાએ પોતાની બીજી પ્રેગ્નનસીની ખબર ફેન્સ સાથે શેર કરી હતી. કપલે આ ખુશખબરી એક જોઈન્ટ સ્ટેટમેન્ટ દ્વારા આપી હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં કપલે કહ્યું હતું કે” અમને એ જણાવતા ખુશી થઈ રહી છે કે અમારા પરિવારમાં એક નવું મહેમાન આવવાનું છે. અમારા બધા જ શુભચિંતકોની શુભકામનાઓ અને સહોયોગ બદલ ખુબ ખુબ આભાર.

image source

હાલ કરીના અને સૈફ ઘણા જ ઉત્સાહિત છે. બંનેએ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી છે.સૌથી પહેલા કરીના તરફથી રિએક્શન આવ્યું હતું. એમને સોશિયલ મીડિયા પર લખ્યું હતું “it’s a boy. એમને એ પણ જણાવ્યું હતું કે ટીમને એનો નાનો ભાઈ મળી ગયો છે. તો સૈફએ કહ્યું હતું કે કરીના અને બાળક સ્વસ્થ છે. એક્ટરે બધા જ ફેન્સનો પણ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

image soucre

તમને જણાવી દઈએ કે આ નવા મહેમાનના આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર એના નામને લઈને પણ ચર્ચાએ જોર પકડ્યું છે. કહેવા ખાતર તો સૈફ અને કરીનાએ તો આ વિશે કઈ નથી કહ્યું પણ એમને હવે ઘણા પ્રકારના સજેશન આપવામા આવી રહ્યા છે. એમ પણ તૈમુરના નામને લઈને જેટલો વિવાદ રહ્યો હતો એને જોઈને આ વખતે આ નામકરણ ઘણું જ સમજી વિચારીને કરવામા આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ