વસંત પંચમીના દિવસે મા સરસ્વતીને જરૂર અર્પણ કરો આ વસ્તુઓ, તમારી દરેક મનોકામનાઓ થઈ જશે પુરી

વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીને જરૂર અર્પણ કરો આ વસ્તુઓ, મનોકામનાઓ થઈ જશે પુરી.

વસંત પંચમીના પાવન તહેવાર આ વર્ષે 16 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવશે. હિન્દૂ પંચાંગ અનુસાર દર વર્ષે મહા મહિનાની શુક્લ પંચમીની તિથિએ મનાવવામાં આવે છે. આ દિવસે જ્ઞાનની દેવી માતા સરસ્વતીની પૂજા વિધિ વિધાન સાથે કરવામાં આવે છે. વસંત પંચમી સંગીત તેમજ વિદ્યાની દેવી વીણાવાદીની માતા સરસ્વતીના અવતરણનો દિવસ પણ છે.

વસંત પંચમી 2021ના શુભ મુહૂર્ત.

વસંત પંચમી તિથિ પ્રારંભ- 16 ફેબ્રુઆરીએ સવારે 3 વાગ્યાને 35 મિનિટથી.

image source

વસંત પંચમી તિથિ સમાપ્ત- 17 ફેબ્રુઆરીએ સવારે 5 વાગ્યાને 46 મિનિટ સુધી.

વસંત પંચમી પર દેવી સરસ્વતીની પૂજા વિધિ.

આ દિવસે સવારે સ્નાનાદી પતાવીને સફેદ કે પછી પીળા વસ્ત્રો ધારણ કરીને વિધિપૂર્વક કળશની સ્થાપના કરો.

સફેદ ફૂલોની માળાની સાથે માતાને સિંદૂર તેમજ અનુ શણગારની વસ્તુઓ પણ અર્પિત કરો.

વસંત પંચમીના દિવસે માતાના ચરણો પર ગુલાલ પણ અર્પિત કરવાનું વિધાન છે

image source

પ્રસાદમાં માતા સરસ્વતીને પીળા રંગની મીઠાઈ કે પછી ખીરનો ભોગ લગાવો.

માતા સરસ્વતીની પૂજા દરમિયાન ૐ એં સરસ્વત્યે નમઃ મંત્રનો જાપ કરો.

માતા સરસ્વતીનો બીજમંત્ર એં છે જેના ઉચ્ચારણ માત્રથી જ બુદ્ધિ વિકસિત થાય છે.

માતા સરસ્વતીને અર્પિત કરો આ વસ્તુઓ.

image source

વસંત પંચમીના દિવસે પીળા રંગનું વિશેષ મહત્વ છે. આ રંગ માતા સરસ્વતીને ખૂબ જ પ્રિય છે. એટલે આ દિવસે વિદ્યાની દેવીને પીળા રંગના વસ્ત્રો અર્પિત કરો. માતા સરસ્વતીને કેસર અને પીળા ચંદનનું તિલક કરો. આ દિવસે પૂજામાં પીળા રંગના ફૂલ માતા સરસ્વતીને ચડાવો. જ્ઞાનની દેવી માતા સરસ્વતીને પીળા રંગની મીઠાઈ પ્રસાદ તરીકે ધરાવો.

પૂજા દરમિયાન કરો આ મંત્રનો જાપ

image source

આ દિવસે વિશેષ રીતે લોકોએ પોતાના ઘરમાં સરસ્વતી યંત્ર સ્થાપવું જોઈએ. અને માતા સરસ્વતીના આ વિશેષ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. આ મંત્ર છે- ‘ऊँ ऐं महासरस्वत्यै नमः’. હોળીનો આરંભ પણ વસંત પંચમીથી જ થાય છે. આ દિવસે પહેલીવાર ગુલાલ ઉડાવવામાં આવે છે અને વસંતી વસ્ત્ર ધારણ કરીને નવીન ઉત્સાહ અને પ્રસન્નતાની સાથે અનેક પ્રકારના મનોવિનોદ કરે છે. વ્રજમાં પણ વસંતના દિવસથી હોળીનો ઉત્સવ શરૂ થઈ જાય છે.

વસંત પંચમીનું મહત્વ.

image source

વસંત પંચમીને બધા જ શુભ કાર્યો માટે ખૂબ જ શુભ મુહૂર્ત માનવામાં આવે છે. મુખ્યત્વે વિધારંભ, નવીન વિદ્યા પ્રાપ્તિ તેમજ ગૃહ પ્રવેશ માટે વસંત પંચમીને પુરાણોમાં ઓન અત્યંત શ્રેયકર માનવામાં આવે છે. વસંત પંચમીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીનો દિવસ હોવાના કારણે વસંત પંચમીના દિવસે નાના બાળકોને અક્ષર જ્ઞાન કરાવવામાં આવે છે.સ્કૂલો તેમજ શિક્ષા સંસ્થાઓમાં સરસ્વતી પૂજન કરવામાં આવે છે અને જ્ઞાન વૃદ્ધિ માટે કામના કરવામાં આવે છે. તો ગુરુદ્વારમાં આ દિવસે રાગ વસંતમાં ગુરુવાણીનું કીર્તન દ્વારા શ્રદ્ધાળુઓમાં ભાવના જાગૃત કરવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ