ઉત્તરાખંડ હોનારત: જીંદગીની જીત, જોઇ લો ટનલમાં ફસાયેલા લોકોને જવાનો કેવી રીતે કાઢે છે બહાર, અને પછી કેવો હોય છે ખુશીનો માહોલ

ઉત્તરાખંડના જોશીમઠમાં થયેલી પ્રાકૃતિક તબાહીએ ફરી એકવાર કેદારનાથમાં સર્જાયેલી ત્રાસદીની યાદોને તાજી કરી દીધી છે. રવિવારે સવારે અચાનક અહીં એક ગ્લેશિયરનો એક ભાગ તુટી પડ્યો હતો. જે તુટી પડવાથી અલકનંદા અને તેની સહાયક નદી જેવી કે ઋષિગંગા અને ધોલીગંગા નદીમાં અચાનક પુર આવી ગયું હતું. આ પુરના કારણે ઋષિગંગા પાવર પ્રોજેક્ટ અને તપોવ પાવર પ્રોજેક્ટને ભારે નુકસાન થયું છે. સાથે જે આ પ્રોજેક્ટ પર કામ કરતાં લોકો પણ લાપતા હોવાનું સામે આવ્યું છે.

image source

આ ઘટનામાં બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. બે નેશનલ પ્રોજેક્ટને આ આપદામાં ભારે નુકસાન થયું છે. આ ઘટનામાં 150 જેટલા લોકો ગુમ થયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં બચાવ કાર્ય કરતી ટીમને 10 મૃતદેહ મળ્યા છે. તપોવન પ્રોજેક્ટ પર કામ કરતાં લોકો એક ટનલમાં ફસાયા હતા. તેમ જાણવા મળતાં આઈટીબીપીના જવાનોએ તપોવનની ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ રેસ્ક્યુ ઓપરેશન વખતે જે લોકો ટનલમાંથી કે અન્ય શબ્દમાં કહીએ કે મોતના મુખમાં જઈ પાછા ફર્યા છે તેમના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી.  

ટનલમાં રહી મોત સામે જંગ લડી અને તેને જીત્યાની ખુશી લોકોના ચહેરા પર જોવા મળી હતી. જ્યારે જવાનોએ તેમને ટનલમાંથી બહાર કાઢ્યા ત્યારે તેઓ ખુશ થઈ ગયા હતા અને પોતાનો ઉત્સાહ અલગ જ રીતે દર્શાવવા લાગ્યા હતા. ટનલમાં 25થી વધુ શ્રમિકો ફસાયેલા હતા. તેમને બહાર કાઢવાનું કામ હજુ પણ ચાલી રહ્યું છે. સૌથી પહેલા જેસીબી મશીનોની મદદથી કાદવ, પથ્થર સાફ કરવામાં આવ્યા. ત્યારબાદ ટનલમાંથી લોકોને કાઢવાની શરુઆત કરવામાં આવી. ચમોલી દુર્ઘટના કેટલી ભયંકર હશે તે વાતનો ખ્યાલ અહીંના વાયરલ થયેલા વીડિયો પરથી લગાવી શકાય છે. તેવામાં આ દુર્ઘટનામાં જે લોકો ફસાયા હતા તેમણે તો નજર સામે મોતને જોયું હશે.

image soucre

દુર્ઘટના બાદ ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તરાખંડના ચમોલી, તપોવન અને જોશીમઠમાં સાત અને આઠ ફેબ્રુઆરીના રોજ પણ વાતાવરણમાં પલટો આવે તેવી કોઈ સંભાવના નથી. તેનાથી પ્રભાવિત ક્ષેત્રોને રાહત થશે અને બચાવ કાર્ય પણ સારી રીતે થઈ શકશે. અહીં વાતાવરણ શુષ્ક રહેવાનું અનુમાન છે. આઠ ફેબ્રુઆરીએ આ વિસ્તારમાં બરફ વરસાદ થવાની પણ શક્યતા નથી. પરંતુ 10 ફેબ્રુઆરીના રોજ હળવો વરસાદ થઈ શકે છે.

હાલ તો રાહત અને બચાવ કાર્ય આ વિસ્તારમાં ચાલી રહ્યું છે. ટીમને કેટલાક લોકોના મૃતદેહ મળ્યા છે જ્યારે કેટલાક લોકોને જીવતા બહાર કાઢવામાં સફળતા મળી છે. તેમના ચહેરા પર મોતને જોયા બાદ કેવી ખુશી જોવા મળે છે તેનું ઉદાહરણ આ વીડિયોમાં જોઈ શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ