29 અને 30 બંને તારીખે છે વસંત પંચમી, કેવી રીતે ચમકાવશો ભાગ્ય ક્લિક કરીને જાણી લો તમે પણ

29 અને 30 બંને તારીખે છે વસંત પંચમી, જાણો શુભ મુહૂર્ત અને ભાગ્ય ચમકાવતા રાશિ અનુરુપ ઉપાય વિશે

વસંત પંચમી શુભ અને મંગળકારી પર્વ છે. આ દિવસને વણજોયું મુહૂર્ત પણ કહેવામાં આવે છે. આ પર્વ વર્ષ 2020માં 2 દિવસ ઉજવાશે. આ વર્ષે 29 અને 30 એમ બંને દિવસે સરસ્વતી દેવીની પૂજા અર્ચના કરવામાં આવશે. માઘ માસના શુક્લ પક્ષની પંચમીની તિથિમાં આ વર્ષે 3 ગ્રહો સ્વરાશિમાં ગોચર કરે છે. જેમાં મંગળ વૃશ્ચિકમાં, ગુરુ ધનમાં અને શનિ મકર રાશિમાં. આ ગ્રહ ગોચરના કારણે વસંત પંચમી પર સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગનો સંયોગ સર્જાયો છે. આ દિવસ લગ્ન કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે.

image source

વસંત પંચમીનું મુહૂર્ત

29 જાન્યુઆરી બુધવારે સવારે 10.45થી 30 જાન્યુઆરી ગુરુવારએ બપોરએ 1.20 કલાક સુધી.

બુધવારના શુભ મુહૂર્ત

સવારે 10.45થી 12.35

ગુરુવારના શુભ મુહૂર્ત

સવારે 6 કલાકથી સાંજે 7.30 કલાક, બપોરે 12.20થી 1.20 કલાક સુધી.

બુધવાર અને ગુરુવાર બંને દિવસે પૂર્વાહ્મ વ્યાપિની પંચમી રહેશે. ચતુર્થીની તિથિ વિદ્ધા પંચમી હોવાથી બુધવારના મુહૂર્ત શાસ્ત્રોક્ત રીતે ઉત્તમ છે.

રાશિ અનુસાર ઉપાય

મેષ- ભગવાન હનુમાનની પૂજા કર્યા પછી તેમના ડાબા પગનું સિંદૂર લઈ તિલક કરવું આ કામ વસંતપંચમીથી નિયમિત કરવું અને હનુમાન ચાલીસાના પાઠ કરવા.

વૃષભ – આમલીના 22 પાન લો અને 11 પાન માતા સરસ્વતી દેવીના યંત્ર કે છબી પર ચઢાવો. બીજા 11 પાંદડાને સફેદ કપડામાં લપેટીને તમારી પાસે રાખો.

મિથુન – ભગવાન ગણેશની પૂજા કરી અને જનોઈ ચઢાવો. ત્યારબાદ 21 વાર ‘ઓમ ગં ગણપતયે નમ:’ મંત્રનો જાપ કરીને 21 દૂર્વા ગણપતિને અર્પણ કરો. અવરોધો દૂર થશે.

કર્ક રાશિ – માતા સરસ્વતીની મૂર્તિ સામે બેસી ‘ઓમ ઐં સરસ્વત્યૈ નમ:’ મંત્રનો જાપ કરીને કેરીનો ફૂલ ચઢાવો.

સિંહ રાશિ – ગાયત્રી મંત્ર નમો એં ઓમ સંપુટ સાથે બોલવો, લાભ થશે.

કન્યા રાશિ – પુસ્તકો, ગ્રંથો વગેરેનું દાન કરો અને ‘ઓમ એં નમ:’ મંત્રનો જાપ કરો.

તુલા રાશિ – કોઈ બ્રાહ્મણ કન્યાને પુસ્તકો અથવા સફેદ કપડા દાન કરો અને સફેદ ખવડાવો. ‘ઓમ એં નમ:’ મંત્રનો જાપ કરો.

વૃશ્ચિક રાશિ – સરસ્વતી દેવીની પૂજા કર્યા બાદ સફેદ રેશમી વસ્ત્રો ચઢાવો અને કન્યાઓને દૂધથી બનાવેલી મીઠાઇ ખવડાવો. ‘ઓમ એં સરસ્વત્યૈ નમ:’ મંત્રનો જાપ કરો.

ધન રાશિ – માતા સરસ્વતીની પૂજા કરો અને સફેદ ચંદન ચઢાવો તેમજ સફેદ કપડાનું દાન કરો.

મકર – સૂર્યોદય પહેલાં બ્રાહ્મી નામની ઔષધિ લેવી અને ‘ઓમ એં સરસ્વત્યૈ નમ:’ મંત્રના 108 જાપ કર્યા બાદ તેનું સેવન કરવું.

કુંભ – સરસ્વતી દેવીની ઉપાસના કરો અને કન્યાઓને ખીર ખવડાવો અને ‘ઓમ ઐં નમ:’ મંત્રનો જાપ કરો.

મીન – ‘ઓમ એં સરસ્વત્યૈ નમ:’ મંત્રની 11 માળા કરો. મંત્ર જાપ માટે સ્ફટિકની માળાનો ઉપયોગ કરવો. કન્યાઓને દૂધથી બનેલી મીઠાઈ ખવડાવો.

વસંત પંચમીના મંત્ર જાપ

વસંત પંચમી પર સ્વજનના સ્વાસ્થ્યમાં સુધારો થાય તે કામના હોય તો ઓમ જૂં સ: મંત્રનો જાપ કરવો. જો ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો ઓમ શ્રીં નમ: અથવા ઓમ ક્લીં નમ: મંત્રનો જાપ કરવો.