‘કસોટી જિંદગી કી 2’ જોવો છો? તો વાંચી લો પહેલા આ

સિરિયલ ‘કસોટી જિંદગી કી ૨’માં કોમોલિકા પ્રેરણા અને અનુરાગને અલગ કરવા માટેની કોઈપણ તક હાથમાંથી જવા દેતી નથી. રોજબરોજ કોમોલિકા પ્રેરણા વિરુધ્ધ કોઈનેકોઈ સાજિશ બનાવતી રહે છે અને તેને નીચું દેખાડવા માટે પણ કોઈ તક હાથમાંથી જવા દેતી નથી. તાજેતરમાં જ કોમોલિકાએ પ્રેરણા અને અનુરાગના આજન્મેલ બાળકને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો.

તો પણ કોમોલિકાની આ ચાલ નિષ્ફળ થઈ ગઈ હતી. આ ઘટના પછીથી કોમોલિકા વારંવાર પ્રેરણા પર હમલા કરતી રહે છે અને હાલમાં જ ન્યુ યર સેલિબ્રેશન દરમિયાન પણ કોમોલિકાએ પ્રેરણાને કીડનેપ કરવાની સાજિશ રચી હતી.

image source

કોમોલિકાએ આ પ્લાન પોતાના ભાઈ રોનીત સાથે મળીને બનાવ્યો હતો. ન્યુ સેલિબ્રેશન દરમિયાન કોમોલિકા પ્રેરણાની ડ્રિંકમાં કોઈ નશીલી દવા ભેળવી દે છે અને આ કારણથી જ લાંબા સમય પછી પ્રેરણા અને અનુરાગને સાથે આવવાનો મોકો મળ્યો છે.

રોનીત કોઈ પ્રકાર થી પ્રેરણાને કીડનેપ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ અનુરાગ પ્રેરણાને તેની ખરાબ નજરથી બચાવી લે છે. આ બધુ જોઈને કોમોલિકાનું લોહી ઉકળી જાય છે.

image source

આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે,જેમાં પ્રેરણાના ફોટા પર હાર ચઢેલો જોવા મળી રહ્યો છે. આ ફૂટેઝ સિરિયલ ‘કસોટી જિંદગી કી ૨’ ના જ છે અને તેને જોઈને અંદાજ લગાવી રહ્યો છે કે ભલેને કોમોલિકાના બધા પ્લાન અત્યાર સુધી નિષ્ફળ થઈ ગયા હોય, પરંતુ આવનાર દિવસોમાં આવું કઈ થવાનું નથી.

એવું લાગી રહ્યું છે કે આવનાર એપિસોડમાં કોમોલિકા કઈક એવું પ્લાનિંગ કરતી જોવા મળી રહી છે, જેના લીધે પ્રેરણાનો જીવ જતો રહે છે.

મિસ્ટર બજાજ અને કોમોલિકાના જતાં જ ઘટી ગઈ ટીઆરપી

image source

આ સિરિયલમાં જયાં સુધી જૂની કોમોલિકા (હિના ખાન) અને મિસ્ટર બજાજ (કરણ સિંહ ગ્રોવર) હતા, ત્યાં સુધી આ સિરિયલની ટીઆરપી ઘણી સારી રહેતી હતી. આ કિરદારોના જતાં જ સિરિયલની ટીઆરપી દિવસેનેદિવસે ઘટતી જઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ