આ સુપર ટોનિક બનાવો ઘરે, શરીરના બધા દુખાવા થઇ જશે બંધ

ઘરે જ બનાવો હાથ-પગના દુઃખાવા અને સોજાને દૂર કરતાં સુપર ટોનિક

image source

આજના સમયમાં ખુબ જ નાની ઉંમરે માનવ શરીરમાં કેટલાક પ્રકારના દુઃખાવા શરૂ થઈ જાય છે. જેની પાછળ વિવીધ કારણો જવાબદાર હોઈ શકે છે પણ બદલાઈ રહેલી લાઇફસ્ટાઇલ પણ તે પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે. પહેલાં જેવો શ્રમ હવે માનવ શરીરને લેવાનો નથી આવતો માટે કેટલાક અંગો જામી જાય છે અને તેમ થવાથી પણ અંગોમાં દુઃખાવા રહ્યા કરે છે.

image source

જો તમે પણ કોઈ ઓટોઇમ્યુન રોગથી પરેશાન હોવ તો તમે એ સારી રીતે જાણતા હશો કે કેટલાક ખાદ્ય પદાર્થ તમારા શરીરના દુઃખાવાને દૂર કરે છે અને કટેલાક તેમાં ઉમેરો કરે છે. તેની પાછળ એ કારણ છે કે તમારો ખોરાક તમારા શરીરના દુઃખાવાને વધારવા ઘટાડવામાં મહત્ત્વની ભુમિકા ભજવે છે.

image source

રમેટાઇડ આર્થરાઇટિસ અને મલ્ટીપલ સક્લેરોસિસ જેવી ઓટોઇમ્યૂન પરિસ્થિતિ અને તે સિવાયની સવાસ્થ્ય સમસ્યાઓમાં સોજા આવવા એ એક સામાન્ય સમસ્યા માનવામાં આવે છે. પણ તેનાથી તમે તમારી આસપાસ રહેલા ખોરાકનો ઉપયોગ કરીને જ છૂટકારો મેળવી શકો છો.

તેના માટે આજે અમે તમને કેટલાક ટોનિક બનાવતા શિખવીશું જે તમારી પીડા તેમજ સોજાને દૂર કરવામાં તમારી મદદ કરશે.

લીંબુ અને હળદરનું પાણી

image source

હળદર પર ઘણા બધા સંશોધનો થઈ ચુક્યા છે અને હજુ પણ ચાલુ છે હળદરને કેન્સરના ઇલાજ માટે પણ વાપરવામાં આવે છે. હળદરમાં એક અત્યંત મહત્ત્વનું તત્ત્વ કરક્યુમિન હોય છે જે એક ઉત્તમ એન્ટી ઇન્ફ્લેમેટરી તત્ત્વ છે.

તેનાથી રુમેટાઇડ આર્થરાઇટિસ તેમજ મલ્ટીપલ સ્ક્લેરોસિસથી થતા દુઃખાવા તેમજ સોજામાં રાહત મળે છે. હળદરમાં મળી આવતું કરક્યુમિન એક પાવરફુલ એન્ટી ઇન્ફ્લેમેટરી એન્ટીઓક્સિડન્ટ્ પદાર્થ છે. તે મલ્ટીપલ સ્ક્લેરોસિસની સાથે સાથે કેન્દ્રીય તંત્રો સાથે સંબંધીક વીકારોમાં પ્રોટીન એન્ઝાઇમ અને સાઇટોકિન્સને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

image source

હળદરમા હાજર રહેલુ આ કરક્યુમિન તમારા ગમે તેટલા જૂના સોજાને પણ દૂર કરી શકે છે, તે શરીરમાં હાજર મુક્ત કણોથી શરીરને મોટાભાગની તકલીફો થાય છે. પણ કરક્યુમિન તેને નક્કામા કરીને એન્ટિઓક્સિડેન્ટથી શરીરને રક્ષણ આપે છે.

હળદર અને લીંબુનું ટોનિક આ રીતે બનાવો

image source

તેના માટે તમારે એક ચમચી લીલી હળદર જોઈશે જેને તમારે છીણી લેવી અથવા તો વાટી લેવી, તેની સાથે જ એક ચમચી છીણેલું કે વાટેલું આદુ, એક લીંબુનો રસ, તે જ લીંબુની છાલ અને ત્રણ કપ ફિલ્ટર્ડ પાણી લેવું. આ મિશ્રણનું સેવન તમે અઠવાડિયામાં બે-ત્રણ કપ કરી શકો છો. આ ટોનિક તમને ચોક્કસ પીડા અને સોજાથી છૂટકારો અપાવશે.

આદૂ અને અજમાનો જ્યૂસ

image source

અજમામાં હાજર કારનોસોલ રુમેટાઇડ આર્થરાઇટિસના કારણે શરીરમાં થતાં સોજાને દૂર કરવામાં મદદ કરે છે. તો બીજી બાજુ આદુમાં સોજાને દૂર કરતી પ્રોપર્ટીઝ સમાયેલી હોય છે. આદુનુ સેવન શરીરમાં પ્રોસ્ટાગ્લેન્ડીંગ અને લ્યૂકોટ્રિઅન જેવા ઇંફ્લેમેટેરી અણુઓને ઉત્પન્ન થતાં રોકે છે.

image source

આદુમા જિંજેરોલ હોય છે, જે એક પાવરફુલ એન્ટિ ઇન્ફ્લેમેટરી હોય છે. આ ઉપરાંત આદુ માસપેશિઓની તાણ તેમજ પિડાને દૂર કરવામાં મદદ કરે છે તેનાથી પાચન શક્તિ સુધરે છે. બીજીબાજુ અજમો પણ દર્દનાશક છે.

આ રીતે બનાવો આદુ-અજમાનો જ્યૂસ

image source

તેના માટે તમારે બે મોટી ચમચી અજમા લેવા, તેમાં બે કપ પાલક, એક પીયર, એક લીંબુ અને એક નાની કાકડી ઉમેરવી અને સાથે એક નાનો ટુકડો આદુનો ઉમેરવો. આ પ્રયોગ તમે રોજ એકવાર કરી શકો છો. તેને તમે સતત 8થી 12 અઠવાડિયા સુધી લઈ શકો છો. નિયમિત સેવનથી તમારા શરીરના કોઈ પણ ભાગમાં આવતા સોજા કે દુઃખાવા દૂર થવા લાગશે.

બેકિંગ સોડા અને પાણી

image source

તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધન પ્રમાણે જાણવા મળ્યું છે કે બેકિંગ સોડા અને પાણીના મિશ્રણથી જે ટોનિક તૈયાર કરવામાં આવે છે તેને પીવાથી સોજામાં ઘટાડો થાય છે. પણ આ ટોનિકનો ઉપયોગ વધારે લાંબો સમય કરવો યોગ્ય નથી.

image source

તમારા સોજાને તાત્કાલિક ઘટાડવા માટે જ તમારે આ ઉપાય અજમાવવો જોઈએ. કારણ કે આ અભ્યાસ દ્વારા એવુ પણ જાણવા મળ્યું છે કે જો વધારે લાંબો સમય બેકિંગ સોડાને લેવામાં આવે તેની કેટલીક આડ અસર પણ થાય છે જેવી કે લિવરને નુકસાન પહોંચવું, હાડકા નબળા પડવા વિગેરે. માટે આ ટોનિકનો ઉપયોગ તમારે ટુંકા ગાળા માટે કરવો જોઈએ.

image source

જો કે બેકિંગ સોડાથી બીજા અનેક લાભો પણ પહોંચે છે. જેમ કે તે બજારમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે અને ઘણા બધા રસોડામાં તો તે હોય જ છે. આ સિવાય તે તમારા બોડીના ઓટો ઇમ્યુન રિસ્પોન્સને શાંત કરે છે.

બેકિંગ સોડાનું આ રીતે કરો સેવન

image source

એક ગ્લાસ પાણીમા અરધી ચમચી બેકિંગ સોડા ઉમેરી તેને બરાબર હલાવીને તે મિશ્રણને પી જવું. આ પ્રયોગ તમારે જમ્યા બાદ અઠવાડિયામાં માત્ર બે જ વાર કરવો. જો કે આ મિશ્રણનું સેવન તમારે માત્ર ચાર અઠવાડિયા સુધી જ કરવું વધારે ન કરવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ