વાંસળી થઈ શકે છે તમારા ભાગ્યોદયનું કારણ… આજથી જ અપનાવો અને ફરક તમે જાતે જ જોઈ શકશો…

ઘરમાં વધતા કલેશ, ધંધામાં આવતી ખોટ અને વાસ્તુદોષ જેવી કેટલીક તકલીફો નિવારી શકાય છે એક નાનીશી વાંસળીથી. વાંચો વિગતવાર કઈરીતે તે ઉપયોગી છે. વાંસળી થઈ શકે છે તમારા ભાગ્યોદયનું કારણ… જાણી લો ક્યાં ક્યાં તેની લકી અસર થાય છે.

નાનકડી વાંસળી બદલી શકે છે તમારું ભાગ્ય… જાણો કેવી રીતે.


વસ્તુ શાસ્ત્રમાં ભગવાન શ્રી કૃષ્ણને જે સૌથી વધુ વહાલી છે એવી વાંસળી પણ બહુ મહત્વ ધરાવે છે. કાન્હાનું આ પ્રિય સંગીત વાદ્ય એટલું તો શુભ છે કે તેનાથી ફકત શાંતિનો સંદેશ ફેલાય છે એવું નથી તે એટલી જ શુભ પણ છે. ઘર સાથે સંકળાયેલ નકારાત્મક વાતાવરણને દૂર કરવા માટે તે જાણીતી છે. વાંસળીના સૂર જે વ્યક્તિ વગાડે છે તેના ફેફસાં મજબૂત થાય છે કારણ કે તે વ્યક્તિને ભરપૂર પ્રાણવાયુ શરીરમાં મળી રહે છે. તેથી વાંસળી એક પ્રકારે દવા તરીકે કામ આવે છે.


વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે વાંસળીના અસરકારક લાભો આગળ જાણીએ.

વ્યવસાયમાં થાય છે મોટો લાભઃ


સનાતન પરંપરા મુજબ, વાંસના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે વેપારમાં અથવા વિવિધ પ્રકારની ધંધાદારી સમસ્યાઓનો સામનો કરો છો કે પછી વારંવાર થતા નુકસાન વિશે ખૂબ ચિંતા કરો છો તો આ ઉપાય ચોક્કસ કરો. તમારા કાર્યક્ષેત્રમાં તમારી ઇચ્છા મુજબ તમને લાભ થાય છે, એવું કરવા માટે આ વાંસથી બનેલી વાંસળીનો આ મહાઉપાય કરી શકો છો. વ્યવસાયમાં વધુ નફો મેળવવા માટે, તમે ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરો અને તમારી દુકાન અથવા ઑફિસની છત પર નાનકડી વાંસળી લગાડો. આ ઉપાય તમને અધિક ધનલાભ અને શુભ કર્મો કરવા પ્રેરશે.
ગૃહસ્થીમાં કલેહઃ


જો પતિપત્ની વચ્ચે સતત કંકાસ અને કલેહ ઊભો થતો જણાય ત્યારે વાંસળીનો ઉપાય કરવો કારગર રહેશે. તે માટે પતિપત્ની જે રૂમમાં સૂતાં હોય એમાં એક વખત ચકાસી લેવું કે તે રૂમમાં બેડની ઉપરની છત પર બીમ તો નથી પડતો ને? જો તેવું હોય તો એ બીમની બંને તરફ નાની વાંસળી લટકાવવી જોઈએ. એ લટકાવતી વખતે ખાસ ધ્યાન રહે કે વાંસળીનું મોં એટલે વગાડી શકવાવાળો ભાગ નીચેની તરફ હોય એટલે કે આપણે તેને જોઈ શકીએ એ રીતે લટકાવવું.

આર્થિક સંકડામણઃ


તમને જ્યારે એવું લાગે કે હાલ વેપારમાં કે નોકરીમાં આર્થિક સંકડામણ રહે છે અને લક્ષ્મીની અવરજવર વધી ગઈ છે ત્યારે ઘરમાં ચાંદીની વાંસળી વસાવવી જોઈએ. એ વાત ખાસ યાદ રહે વાંસળી ભલે શો પીસ તરીકે બનાવાયેલી હોય અને ભલે સાવ નાનકડી હોય પણ તે ચાંદીની હોવી જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ચાંદીની વાંસળી ઘરમાં રાખવાથી સદાય લક્ષ્મીનો વાસ રહે છે અને આર્થિક આવક વધવાના સ્ત્રોત પણ પ્રાપ્ત થાય છે. તેનાથી તમામ વાસ્તુ દોષો દૂર થાય છે.

આધ્યાત્મિક ઉન્નતિઃ


જો તમે તમારી આધ્યાત્મિક અને ધાર્મિક ક્રિયાઓમાં સફળ થવા ઇચ્છો તો વાંસળીનો આ ઉપાય કરવાથી તમને અત્યંત લાભ થશે અને તમારી ઉન્નતિ થશે. તમારી આધ્યાત્મિક ઉન્નતિને સફળ કરવા માટે તમારે તે પણ સ્થળે તમે સાધના કરો છે એ સ્થાન પર અથવા ઘરના મંદિર પર ૨૧ કે ૫૧ વાંસળીઓની ઝાલર લટકાવવાથી ખૂબ જ શુભ પરિણામ મળશે. તમને આધ્યાત્મિક સફળતા મળવામાં સરળતા રહેશે.

દૂર થશે દરેક વાસ્તુ દોષઃ


ક્યારેક એવું થાય છે કે તમારા ઘરની બહારની દિવાલ આડી કે અણિયાળી ચણાઈ ગઈ હોય. તેને ગોળાઈમાં ચણાવીને આ દોષને નિવારી શકાય છે પરંતુ તેમાં ઘણી તોડફોડ અને ખર્ચો થાય છે. આ નાનકડી વાંસળીનો ઉપાય કરીને આ સમસ્યા દૂર કરી શકાય છે. દિવાલની બંને બાજુ એક – એક વાંસની નાનકડી વાંસળીઓ લટકાવવાથી આ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે.