જો તમે સફળ થવા માંગો છો તો આ સાત વસ્તુઓ ક્યારેય કોઈ જોડેથી માંગવી નહિ અને કોઈને આપવી પણ નહિ…

આપણને હંમેશાં એવી ટેવ પડેલી હોય છે કે બીજાની કોઈ વસ્તુ પસંદ આવી જાય તો આપણે તેને વાપરવા માંગી લઈએ છીએ. ક્યારેક એવુંય બને કે જરૂર પડે તો પણ આપણે બીજાની વસ્તુઓ વાપરવા માંગી લઈએ છીએ. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે કોઈ બીજાની વાપરેલી વસ્તુઓ આપણી ઉપર પણ અસર કરી શકે છે.

જે સમયે આપણે એ વસ્તુઓ વાપરીએ ત્યારે તો ફાયદો થયો લાગે પણ તે બીજાની વસ્તુઓ આપણી પાસે રાખી દેવાથી વાસ્તુ શાસ્ત્રના હિસાબે જે વ્યક્તિની વસ્તુઓ હોય તેમના ભાગ્યની અસર આપણા ઉપર પણ પડે છે. અને એજ કારણ છે કે આપણાં પૂર્વજો પણ બીજાની માંગી લીધેલી વસ્તુઓ વાપરવાની આપણને આડકતરી રીતે ના પાડી દેતાં.

આવો જાણીએ એવી કઈ એ વસ્તુઓ છે જે બીજાની વપરાયેલ વસ્તુઓ માગીને વાપરવી વર્જ્ય છે.

૧ રુમાલઃ


વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્યારેય કોઈ બીજાનો ઉપયોગ કરેલો રૂમાલ વાપરવો જોઈએ નહીં. એવું કહેવાય છે કે કોઈનો વાપરેલો રૂમાલ પોતાની પાસે રાખી લેવાથી પૈસાનું નુક્સાન થાય છે. કોઈને રૂમાલ ભેંટ પણ ન અપાય એવું કહેવાય છે. તેનાથી સંબંધમાં અસર પડે છે.

૨ પથારીઃ


કહેવાય છે કે ક્યારેય કોઈ બીજાની પથારી પર ન સૂવું જોઈએ. એવું કહેવાય છે કે આપણે બીજાની પથારી પર સૂવાથી તે વ્યક્તિનો માનસિક સંતાપ અને તેની ચિંતાઓ આપણને પણ ઘેરી વળે છે. વધુમાં, આર્થિક નુક્સાન થવાની સંભાવના પણ રહે છે.

૩ કપડાંઓઃ


વાસ્તુ શાસ્ત્ર અને જુની રૂઢીઓ પ્રમાણે કોઈ બીજાના કપડાં ખાસ કરીને ઉતારેલાં કપડાં ક્યારેય ન પહેરવાં જોઈએ. બીજાં વ્યક્તિના ભાગ્ય સાથે તમારા ભાગ્ય પર પણ તેની અસર પડે છે એવું ય બની શકે કે તમને કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો સામનો કરવો પડે. વળી, જેમના પણ કપડાં પહેર્યાં હોય તેમને જો કોઈ ચામડીનો રોગ કે એલર્જી હોય તો તેની પર તમારી માઠી અસર થઈ શકે છે.

૪ જૂતાં – ચપ્પલઃ


કપડાંની જેમ જૂતાં – ચપ્પલનું પણ એવું જ છે. કોઈ બીજાના પહેરી લેવાથી તેમના ભાગ્યની પનોતી અને તકલીફો તમારી સાથે ચાલવા લાગે છે. આપણે ઘણીવખત એવું કહી દેતાં હોઈએ છીએ કે કોઈ મંદિરમાં તમારા જૂતાં – ચપ્પલ કોઈ સાથે બદલાઈ જાય કે કોઈ ચોરી જાય તો કહી દેતાં હોઈએ છીએ કે પનોતી ગઈ એમ માનવું.

૫ પૈસાઃ


તમે જ્યારે પણ કોઈ પાસેથી પૈસા ઉધાર લેવા પડે તો પણ ભૂલ્યા વિના જ તેમને જ્યારે મેળ પડે તરત જ ચૂકવી દેવું જોઈએ. નાણાં ઉધાર હોય એ એક પ્રકારની ખરાબ પરિસ્થિતિનો સંકેત છે. જેથી ઉધાર ક્યારેય પૈસા ન લેવા પડે તેનું ધ્યાન ન રાખવું જોઈએ.

૬ પેનઃ


પેનથી હિસાબો પણ લખાય છે અને સાહિત્ય પણ લખાય છે. પેનથી કોઈ નાણાંકીય વ્યવહાર કરવા ચેક પર સહી પણ કરાય છે. એવું માનવામાં આવે છે કે કોઈ બીજાની પેન વાપરવાથી વ્યક્તિ પર આર્થિક બોજો વધે છે.

૭ ઘડિયાળઃ


વાસ્તુ શાસ્ત્રની માન્યતા અનુસાર એક એવી વાત પણ જાણવા જેવી છે કે ક્યારેય કોઈ અન્ય વ્યક્તિનું ઘડિયાળ પહેરવું ન જોઈએ. કહેવાય છે કે એ વ્યક્તિના નસીબનો સમય પણ તેમની સાથે ચાલતો હોય છે. જો તેનો કપરો સમય ચાલતો હોય તો તેની માઠી અસર વાપરનાર બીજી વ્યક્તિ પર પણ પડી શકે.