શ્રી કૃષ્ણને જે વાંસળી વહાલી હોય એવા વાંસના છોડ કેવા પવિત્ર હશે! આજે તમારા ઘરમાં રોપીને તેના લાભ મેળવો…

ભગવાન શ્રી કૃષ્ણને તે ખૂબ વહાલી હતી તેવી વાંસળી તેમના હોઠે અડાડીને જે મધૂરા સૂરોની સરવાણી વહાવતા એ સમયે સૌ મંત્રમુગ્ધ થઈ જતાં. ગાયો દોડીને તેમની પાસે પહોંચી જતી અને ગોવાળીયાઓ આનંદથી નાચતા. આ દ્રશ્યની કલ્પના માત્રથી આપણને કેવી અલૌકિક અનુભૂતિ થાય છે. એવી વચ્ચેથી પોલી અને ગોળ વાંસના બાંબૂની પવિત્રતાનું મહત્વ પણ કેટલું અનેરું હશે એ જાણીએ.

આપણી ભારતીય સંસ્કૃતિમાં વાંસને ખૂબ શુભ મનાત છે. લગ્નસરાના મંડપમાં વાંસનો બનેલો મંડપ અતિ ઉત્તમ માનવામાં પણ આવે છે. વાંસની ઓરાને લીધે પ્રકારે નવદંપતીને શુભાષિશ મળે છે તેવી પારંપરિક માન્યતા પણ છે. જો આ છોડને આપણાં ઘરના આંગણાંમાં વાવવામાં આવે તો તે પરિવારના દરેક વ્યક્તિને દીર્ધાયુષી બનાવે છે. એટલું જ નહીં સાથોસાથ તે કુટુંબમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધી કરીને તે ઘરમાં રહેતી નકારાત્મક ઉર્જાને બહાર ફેંકે છે. તો ચાલો આપણે જાણી લઈએ, આ પવિત્ર વાંસના છોડને રોપવાથી કેવા લાભ થઈ શકે.

ફેંગશૂઈનું ચલણ પણ આપણી આજની પેઢી સ્વીકારતી થઈ છે. તેની પાછળ પોતાનું લોજીક અને લક મેજિક બંનેજું બેસ્ટ કોમ્બીનેશન છે. તેના અનુસાર જો આપણાં ઘરના પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશાએ વાંસનો છોડ વાવવામાં આવે કે તેને રોપીને ઉછેરવામાં આવે તો અનેક વિશેષ લાભ મળતા થઈ જાય છે. આવું કરવાથી ધન, ઐશ્વર્ય અને સમૃદ્ધિ એથી વિશિષ્ઠ લાભ એ કે નિરોગી શરીરને લીધે લાંબું આયુષ્યની મહેર થાય છે. તેથી ઘરની ક્યારીમાં આ છોડ રોપવો અતિ શુભ છે.ફેગશૂઈની પદ્ધતિ પ્રમાણે જો ઘરમાં વાંસનો છોડ લગાડતી વખતે તેની કુલ સંખ્યાનું અતિવિશેષ મહત્વ છે. જેમ કે એકી સંખ્યા મુજબ ૧, ૩, ૭… આ રીતે ગણતરી કરીને રોપેલ વાંસ ધરાવતા છોડ લગાવવા જોઈએ. ચીની ફેંગશુઈ શાસ્ત્ર અનુસાર આ સંખ્યાનું પણ અલગ પ્રકારનું મહત્વ પણ બતાવી દેવાયું છે. ઉદાહરણ તરીકે ૩ વાંસ ખુશીઓ માટે, ૫ વાંસ ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે તેમજ ૯ વાંસ ધરાવતો છોડ સૌભાગ્યમાં અભિવૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે. વળી વધુમાં એક એવી પણ માન્યતા છે કે આવા વાંસના છોડને લાલ રીબીન અને કાચના જારમાં પાણી નાંખીને ઉછેરવાથી પણ શુભ ફળ મળે છે.સુશોભન હેતુ અને લક માટે ઘણીવાર નાના વાંસના છોડને ઓફિસમાં ટેબલ પર પણ લોકો મૂકતાં હોય છે. એવે સમયે એ છોડને ટેબલની જમણી બાજુ રાખવાનું સૂચન કરાય છે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

એક સર્વે મૂજબ નાના ખેડૂતો જેઓ વધુ પ્રમાણમાં રોકાણ કરી નથી શકતા એમને સરકારી તંત્રો દ્વારા વાંસની ખેતી કરવા માટે પણ ખાસ જોગવાઈ કરાય છે. આ છોડના નાના રોપા વધીને ૬ કે ૭ ફૂટ ઉંચાઈ સુધી પહોંચે છે. વળી તેને ઉગાડવા માટે પણ બહુ મહેનત, પાણી અને ખાતરની લાગત નથી પડતી. ઓછા રોકાણે વધુ પાક મેળવી શકાય છે.આજે માત્ર બાકસની સળીઓ જ નહીં બલ્કે હોમડેકોરની અનેક ફેશનેબલ આઈટમ્સ, ગીફ્ટ આઈટમ્સ, શો પીસ અને ફર્નિચર તમને એક્સ્પોર્ટ ક્વોલિટીના બજારમાં જોવા મળશે એ પણ ઘરમાં લાવીને ગુડ લક મેળવી શકો છો.