વાળ ખરે છે? જો બધાજ ઉપાયો અજમાવીને થાક્યા હોય તો કરો આ અક્સીર પ્રયોગ…

વાળ ખરે છે? જો બધાજ ઉપાયો અજમાવીને થાક્યા હોય તો કરો આ અક્સીર પ્રયોગ… નેચરલ વસ્તુઓનો જ ઉપયોગ કરીને તમારા વાળની દરેક પ્રકારની સમસ્યાનો ઉપચાર કરી જુઓ, જરૂર ફાયદો થશે.

જેમ દરેક ઋતુઓ બદલે છે તેની સાથે માથાના વાળની સમસ્યાઓ પણ બદલાતી જાય છે. હવામાનની માઠી અસર આપણી ત્વચા અને માથાની ચામડી ઉપર પણ પડતી હોય છે. પરિણામે ઉનાળામાં, શિયાળામાં કે ચોમાસામાં દર વખતે કોઈ જુદી જ સમસ્યાઓ ઊભી થતી હોય છે. માથામાં થતો ખોડો કે વાળનું ખરવું પણ એક ગંભીર સમસ્યા છે. અને તે એવી તકલીફ છે જે કયા કારણે થાય છે તે પણ ચોક્કસ રીતે શોધી શકાતું નથી.

સમસ્યાનું મૂળ જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી તેને ઉપચાર કઈરીતે કરવું એ પણ નક્કી નથી કરી શકાતું. તેથી આવી તકલીફોને એવી રીતે નિવારવી પડે છે જેથી સ્વાસ્થ્યને નુક્સાન ન થાય અને જડમૂળથી તે તકલીફ પણ આસાનીથી દૂર કરી શકાય. આજે અમે આપને એક એવી જ રીત બતાવશું, જે તદ્દન સરળ છે અને આડઅસર પણ તેના ઉપયોગથી નથી થતી.

માથાના વાળ ધોવા માટે કોઈ જ કેમિકલ યુક્ત શેમ્પૂ કે કંડિશનર વાપરવાને બદલે બીલકુલ નિર્દોષ કહેવાય તો તે છે શિકાકાઈ અને તેની સાથે અન્ય કુદરતી જ વસ્તુઓને ઉમેરીને બનાવાતું હેર પેક. હા, તેને વાપરવું સહેજ જટિલ અને સમય માગી લે તેવું કહી શકાય તેવું છે. પરંતુ તેનાથી માથાનું સ્કાલ્પ ચોખ્ખું અને નિરોગી થઈ જશે જેથી કોઈજ પ્રકારનું ફંગસ લાગવાનો ડર નહીં રહે અને ખરી જઈને ટાલ પડવાનો પણ ભય નહીં રહે.

એક અનોખું હેર પેક બનાવવાની રીત આપને જણાવીએ. જે વાપરીને માથાના વાળની જડમૂળથી જ દરેક સમસ્યાઓ દૂર કરી શકાશે…

આજકાલ દરેક મહિલાઓને વાળની અનેક સમસ્યાઓ નડે છે. વાળ ઉતરવા, ખોડો થવો કે પાતળા થવા જેવી તકલીફોના અનેક કારણો હોય છે. પ્રદૂષિત હવામાન, પાણીની ખરાબી કે પછી વધુ પડતા કેમિકલવાળા પ્રોડક્ટસનો ઉપયોગ કરવાથી જ વાળની ક્વોલિટી બગડી શકે છે. એવું પણ બનતું હોય છે કે વધતી જતી ઉમરને કારણે શરીરમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાથી પણ વાળમાં ફરક આવી શકે છે. લોહીના વિકાર કે પછી બ્લડ પ્રેશર અને સ્ટ્રેસ લેવલ વધવાથી પણ વાળની ખરવાની ફ્રિકવન્સી વધી શકે છે.

નેચરલ હેર પેક બનાવવાની એકદમ સરળ રીત…

જરૂરિયાત મુજબ શિકાકાઈનો પાવડર લેવો. તેમાં તેટલી જ માત્રામાં અરીઠાનો પાવડર, હિબિક્સ પાવડર એટલે કે જાસૂદના બીજનો પાવડર અને મેથીના દાણા સરખી માત્રામાં લેવા. આ બધી જ સામગ્રીને જેમાં હિબિક્સ પાવડર સિવાય બધા જ વસાણાને એક સાથે લઈને ભેગી કરવી. એક વાસણમાં લઈને રાત આખી સાદા પાણીમાં પલાળી રાખવું.

સવારે આ પલળેલા વસાણાને બરાબર હલાવીને મીક્સ કરો. તેને મીક્સરમાં લઈને પીસી લો. તેનું પાણી નિતારી લેવું. આ પાણીમાં હિબિક્સ પાઉડર મીક્સ કરી લેવું. તૈયાર છે તમારું નેચરલ હેર ટોનર પેક.

આ હેર પેકને ઉપયોગમાં કઈરીતે લેવું તે પણ જોઈ લઈએ.

શિકાકાઈમાંથી બનાવેલ આ હેર ટોનર પેકનું પાણીને વાળમાં છેક તાળવા સુધી લગાવીને દસ મિનિટ સુધી રાખી મૂકવું. વાળને તે નેચરલ વસ્તુઓવાળા પાણીથી એકદમ ચોળ્યા પછી તેને સાદા પાણીથી ધોઈ લેવું. વાળ ધોયા પછી શેમ્પૂ ન કરવું. જો તમે ઇચ્છો તો કંડિશનર કરી શકો છો. કંડિશનર ન કરો તો પણ ચાલશે. યાદ રહે જ્યારે પણ શેમ્પૂ કરો ત્યારે તે ઓછા કેમિકલવાળો કે પછી હર્બલ હોવો જોઈએ. આ પ્રયોગ તમે અઠવાડિયામાં બે વખત કરી શકો છો. આ રીતે તમારા વાળને લગતી તમામ પ્રકારની સમસ્યાઓ જડમૂળથી દૂર થઈ જશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ