સૈન્ય છોડ્યાના 40 વર્ષે પણ સૈન્યને ન ભૂલ્યા અને ભારતના સંરક્ષણ ખાતાને દાન કરી દીધી પોતાની 97% બચત, આપ્યું રૂપિયા 1 કરોડનું દાન

ભારતીય સૈન્યમાંથી નિવૃત્ત થયેલા એરમેન સીબીઆર પ્રસાદે પોતાની જિંદગીની કમાણી ભારતના સંરક્ષણ મંત્રાલયને દાન આપી દીધી. હા, દાનવીર કર્ણને તો આપણે ક્યારેય જોયો નથી પણ આ કળયુગમાં પણ આપણને ક્યાંક તેનો અંશ તો જોવા મળી જ જાય છે.


74 વર્ષિય સીબીઆર પ્રસાદે ભલે માત્ર 9 વર્ષ માટે જ ભારતીય વાયુસેનામાં કામ કર્યું હોય પણ તેઓ જીવન ભર સેનાના બની ને રહી ગયા. હા તેમણે ભારતીય વાયુ સેનામાં 9 વર્ષ સેવા આપી અને ત્યાર બાદ તેમને ભારતીય રેલવેમાં સારી જોબ ઓફર થતાં તેમણે વાયુ સેના છોડી દીધી.

પણ દુર્ભાગ્ય એ હતું કે તેમણે જે નોકરી મેળવવા માટે વાયુ સેના છોડી હતી તે નોકરી તેમને ક્યારેય મળી જ નહીં. હવે તેમની પાસે પોતાનો નાનકડો વ્યવસાય શરૂ કરવા સિવાય બીજો કોઈ જ ઉપાય નહોતો. તેમણે પોતાના જીવન નિર્વાહ માટે એક પોલ્ટ્રી ફાર્મ શરૂ કર્યું. સદનસીબે તેમનો વ્યવસાય સફળ થયો.


આજે ઘરની બધી જ જવાબદારીઓ પૂર્ણ કર્યા બાદ તેમણે વિચાર્યું કે તેમણે પણ ભારતીય સૈન્યને વળતર રૂપે કંઈ આપવું જોઈએ અને તેમણે જરા પણ ખચકાટ વગર 1.08 કરોડ રૂપિયા ભારતના સંરક્ષણ ખાતાને આપી દીધા.

સૈન્યની નોકરી છોડ્યા બાદ ત્રીસ વર્ષ સુધી તેમણે પોતાના ધંધામાં અથાગ મહેનત કરીને આ સંપત્તિ મેળવી છે. તેમણે હંમેશા સમાજની ભલાઈ ઈચ્છી છે અને તેઓ હંમેશા સમાજને મદદ કરવા તત્પર રહ્યા છે. તેમણે એક સ્પોર્ટ્સ યુનિવર્સિટી પણ ખોલી છે.


તેમની સાથેના એક ઇન્ટર્વ્યુમાં તેમણે જણાવ્યું કે તેમણે કરેલા આ દાન માટે તેમના કુટુંબીજનોએ પણ તેમનો પૂરો સહકાર આપ્યો છે. તેમણે પોતાની સંપત્તિના 2 ટકા ભાગ પોતાની દીકરીને આપ્યો છે જ્યારે એક ટકા ભાગ પોતાની પત્નીને આપ્યો છે. બાકીના 97 ટકા હીસ્સો તેમણે દેશનું રક્ષણ કરતી ડીફેન્સ મિનિસ્ટ્રીને દાનમાં આપી દીધો છે.


દિલ્લી ખાતે ગત સોમવારે તેમણે આપણા સંરક્ષણ પ્રધાન રાજનાથ સીંઘને મળીને રૂપિયા 1.08 કરોડનો ચેક આપ્યો છે. સંરક્ષણ પ્રધાન ભારતા આ સામાન્ય નાગરિકથી ખૂબ પ્રભાવિત અને ખુશ છે. અને સાથે સાથે તેમને આશ્ચર્ય પણ છે કે કેવી રીતે એક સામાન્ય ભારતીય નાગરીકે પોતાની બચના 97 ટકા ભાગ આટલી સહજતાથી દાન કરી દીધા.


કોઈ પણ સામાન્ય માણસની જેમ તમારા મનમાં પણ પ્રશ્ન થતો હશે કે એવું તે આ વ્યક્તિને શું સુજ્યું કે તેણે પોતાની બચતનો લગભગ બધો જ હિસ્સો દાન કરી દીધો ? પણ તેની પાછળ પણ એક કારણ છે.

સીબીઆર પ્રસાદે 20 વર્ષની ઉંમરે એરમેન તરીકે ભારતીય વાયુસેનામાં નોકરી મેળવી હતી. નોકરી દરમિયાન મિલેટ્રીના એક ફંક્શન માટે તેમના ઉપરી અધીકારીએ કોઇમ્બતોરથી જી.ડી નાઈડુ નામના સદગૃહસ્થને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપ્યું હતું. તેમણે પોતાની સુંદર મજાની નાનકડી સ્પીચમાં જણાવ્યું હતું કે ભારત એક મહાન રાષ્ટ્ર હતું કારણ કે તે વખતના મહાન ઋષીઓ કહેતા હતા કે જ્યારે પણ આપણી આપણા કુટુંબ પ્રત્યેની જવાબદારીઓ પૂરી થાય છે ત્યારે આપણે આપણા દેશને પણ કંઈક પરત આપવું જોઈએ. તમે તમારી સાથે કશું જ નથી લઈ જવાના કારણ કે તમે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જવાના છો.


તમારે તમારા કુટુંબની જવાબદારી પૂરી કવરાની છે અને બાકી જે બચે તે સમાજને સમર્પિત કરી દેવાનું છે. શ્રીમાન નાઇડુની આ વાત તેમના મનમાં ઉતરી ગઈ અને કદાચ ત્યારથી જ તેમણે સમાજને કોઈપણ રીતે પાછુ વાળવાનું નક્કી કરી લીધું હતું.

તેમણે જે આ મોટી રકમ સંરક્ષણ ખાતાને દાન કરી છે તે તેમણે ખુબ જ મહેનતથી મેળવી છે. તેઓ જણાવે છે કે તેમણે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે માત્ર 5 જ રૂપિયા લઈને ઘરેથી નીકળ્યા હતા પણ આજે તેમણે એકલા હાથે અથાગ પરિશ્રમથી 500 એકર જમીન પોતાની કમાણી દ્વારા ખરીદી છે. તેમાંથી તેમણે 5 એકર જમીન પોતાની પત્નીને આપી અને દસ એકર જમીન દીકરીને આપી અને બાકીનું બધું હું સમાજના ઉદ્ધાર માટે વાપરે છે.
સામાન્ય માણસની જેમ સીબીઆર પ્રસાદના પણ સપના હતા. તેમણે યુવાનીમાં સ્વપ્ન જોયું હતું કે તેઓ પણ દેશને ઓલંપિક અપાવશે. પણ તે પૂર્ણ ન થઈ શક્યું.
અને આજે તેમણે એક સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખોલી છે જેમાં તેઓ એથલિટ્સને ટ્રેઇન કરી રહ્યા છે. અને આ યુનિવર્સિટી માટે તેમણે પોતાની 50 એકર જમીનનો ઉપયોગ કર્યો છે. બીજી 50 એકર જમીનમાં તેઓ બીજી એક સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખોલવાના છે.

તેઓ કીશોર-કીશોરીઓ માટે બે અલગ અલગ સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખોલવાનું લક્ષ રાખે છે. અને તેમનું આ કામ આજકાલનું નહીં પણ છેલ્લા 20 વર્ષથી તેઓ બાળકોને આંતરરાષ્ટ્રિય રમત પ્રતિયોગિતા માટે તૈયાર કરી રહ્યા છે.

વિશ્વના ઘણા ધર્મોમાં દાનના ધર્મને ઉંચો માનવામાં આવ્યો છે. ઘણા ધર્મોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માણસે પોતાની કમાણીના અમુક ટકા તો દાન કરવું જ જોઈએ. આજે વિશ્વમાં તમને કંઈ કેટલાએ દૂષ્ટ લોકો મળી જશે પણ તેના પર શ્રી પ્રસાદ જેવી માત્ર એક વ્યક્તિ પણ ભારે પડી શકે તેમ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ