૭૧ વર્ષની અદભૂત પ્રેમકહાનીનો અંત આવ્યો એવી રીતે કે સૌએ તેમને આપી સલામી…

૯૨ વર્ષના પતિ અને ૮૮ વર્ષની પત્ની, ૭૧ વર્ષનું લગ્નજીવન… દંપતીએ એકસાથે શ્વાસ છોડીને દુનિયાથી લીધી વિદાય… ૭૧ વર્ષની અદભૂત પ્રેમકહાનીનો અંત આવ્યો એવી રીતે કે સૌએ તેમને આપી સલામી…


સોશિયમ મીડિયામાં આપણે દરરોજ એટલા બધા રસપ્રદ અને પ્રેરણાદાયી સમાચારો સાંભળીએ છીએ કે આપણને જીવનમાં આવતા અનેક પ્રશ્નોનો એમાંથી ક્યાંકને ક્યાંક જવાબ મળી જતો હોય છે. આજકાલની પેઢીને સૌથી વધુ સતાવતો પ્રશ્ન હોય તો તે છે, પ્રેમ. મને સાચો પ્રેમ થયો છે કે કેમ એ પણ આજના યુવાનો નક્કી નથી કરી શકતાં. એકબીજા પરનો અતૂટ વિશ્વાસ અને જીવનભર સાથ નિભાવવાની ભાવના ઓનલાઈન ચેટિંગ અને રિલેશનશીપ ચીટિંગની વચ્ચે ક્યાક ખોરવાઈ ગઈ હોય તેવું લાગે છે. ત્યારે એવો પણ પ્રશ્ન થઈ આવતો હોય છે કે ખરેખર સાચા પ્રેમ જેવું પણ કંઈ હોય છે, ખરું?


આપણે એક પક્ષી વિશે જરૂર સાંભળ્યું હોય છે, જે પ્રેમનું પ્રતીક કહેવાય છે. તે છે સારસ બેલડી. આ પક્ષીમાં બેમાંથી એક પણ મૃત્યુ પામે ત્યારે બીજું પણ એજ સમયે પોતાનું જીવન ત્યાગી દે છે. આ પક્ષીનું જીવન કેટલીય કવિતાઓ, લેખો અને પ્રણય કથાઓમાં આલેખાયેલી છે. આપણે અનેક યુગો જૂની પ્રેમકથાઓ પણ વાંચતાં હોઈએ છીએ, એમાંની કેટલીય દંતકથાઓ હોય છે તો કેટલીય સત્યઘટનાઓ પણ હોય છે. આજે અમે આજે આપના માટે એક એવી સાચી પ્રેમકથા વિશે જણાવીશું જે વાંચીને આપને પ્રેમ પર અને પ્રેમીઓના જીવન ઉપર વિશ્વાસ બેસી જશે.

અમે આપને એવા દંપતીની વાત લાવ્યાં છીએ, જેમના લગ્નને ૭૧ વર્ષ પૂરાં થયાં અને બંનેએ જીવનના અંતિમ શ્વાસ એકસાથે જ છોડ્યા અને આ ફાનિ દુનિયામાંથી વિદાય લીધી. આવો જાણીએ રસપ્રદ અને પ્રેરણાદાયી વાત.


જ્યોર્જિયાના આ મોટી ઉમરના દંપતીના પ્રેમ વિશેની વાત સાંભળીને આપને આંસુ આવી જશે. આ દંપતીના લગ્નને ૭૧ વર્ષ પૂર્ણ થયાં. હાર્બર્ટ ડિલેગ ઉંમર વર્ષ ૯૨ અને મર્લિન ફ્રાંસિસ ડિલેગ ઉમર વર્ષ ૮૮નું થોડા સમય પહેલાં અવસાન થયું. જી હા, તમને થશે કે મોટી ઉમરે વૃદ્ધ વ્યક્તિનું મોત નિપજે તેમાં કંઈ અઘટિત ઘટના જેવું શું પરંતુ આ દંપતીએ તેમના જીવનના છેલ્લા શ્વાસ એકસાથ લીધા.

શું છે તેમની ૭૧ વર્ષ પહેલાંની લવ સ્ટોરી…


આ પ્રેરણાદાયક યુગલની લવ સ્ટોરી આજથી ૭૨ વર્ષ પહેલાં શરૂ થઈ હતી. એ સમયે મર્લિન ફ્રાંસિસ એક કોફી શોપમાં કામ કરતાં હતાં. હાર્બર્ટ અને તેના મિત્રો એકવાર વ્હાઈટ કોફી શોપમાં ગયા. એ સમયે પહેલી જ વખત તેને જોઈને પ્રેમ થઈ ગયો મી. હાર્બર્ટને. તેઓ મર્લિનને મળવા માટે અને પ્રેમનો ઇકરાર કરવા માટે શરમાયા પરંતુ આખરે તેમણે ફિલ્મ જોવા ડેટ પર જવાનું પૂછી જ લીધું. એ સમયે પહેલાં તો હાર્બર્ટને પૂછવાની હિમ્મત જ નહોતી પણ અંતે તેમણે પૂછી લીધું અને મર્લિને હા પાડી દીધી ફિલ્મ જોવા જવાની. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ડેટ પર જવું અને મળવું ખૂબ જ સામાન્ય વાત હોય છે. એક વર્ષ સુધી તેઓ એકબીજાને મળતાં રહ્યાં અને અંતે તેમણે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો.

કેવું રહ્યું તેમનું ૭૧ વર્ષ સુધીનું લગ્નજીવન જાણો છો?


તેમનું લગ્નજીવન ખૂબ જ ખુશહાલ હતું. તેમને ૬ બાળકો છે અને ૧૬ પૈત્ર – પૈત્રીઓ અને ૨૫ પર પૈત્ર – પૈત્રીઓ છે તેમજ ૩ ગ્રેટ ગ્રેટ ગ્રાંડ ચિલ્ડ્રન છે. તેમનો આટલો લાંબો અને સુખદ સંસાર જર્મનીમાં શરૂ થયો. તેઓ ૬ વર્ષ સુધી લગ્ન પછી ત્યાં જીવન વિતાવ્યું. ત્યાર બાદ બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. આ સમય દરમિયાન તેમણે આર્મી સેનામાં સેવા આપી હતી. એ સમય બાદ હાર્બટે કોરિયા અને વિયેટનામમાં નોકરી કરી. લગભગ ૨૨ વર્ષના લાંબા અંતરાલ સુધી તેમણે ત્યાં નોકરી કરી અને સેવા આપી. તેઓ રિટાયર્ડ થયા બાદ બંને દંપતી એકબીજા સાથે સુખદ જીવન વિતાવતાં હતાં.

કઈરીતે થયું તેમનું અવસાન…


પતિ હાર્બર્ટ ૯૪ વર્ષે, શુક્રવારે મધ રાતે બે ને વીસ મિનિટે મૃત્યુ પામ્યા હતા. તેમની પત્ની મર્લિન ૮૮ વર્ષે, તે જ દિવસે, બપોરે, ૨:૨૦ વાગ્યે મૃત્યુ પામ્યા હતા. જ્યારે તેઓ પહેલીવાર મળ્યાં હતાં ત્યારે હાર્બર્ટ ૨૨ અને મર્લિન માત્ર ૧૬ વર્ષના હતાં. તેમની પ્રણયકથા આટલી જૂની અને લાંબી હતી. તેમના દાંપત્ય જીવનની પ્રેરણા લઈ રહ્યાં છે, જે કોઈપણ આ ઘટના વિશે સાંભળે છે.


તેમના ફ્યુનર્લ સમયે તેમનો પરિવાર એક સૂરમાં એવું જ કહી રહ્યો હતો કે “અમે ખુશ છીએ કે સ્વર્ગમાં પણ આ પ્રેમી દંપતી એક સાથે જ હશે અત્યારે… કેવી અદભૂત પ્રેમ કહાણી છે તેમની…”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ