વેઇટ લોસ: દસ હજાર ડગલા ચાલવાથી ઘટશે વજન, જાણો કેવી રીતે મળશે ફાયદો…

મિત્રો, મોટાપો એ એક એવી સમસ્યા છે કે, જેનાથી આજે દર બીજો કે ત્રીજો વ્યક્તિ પીડાય છે. આ સમસ્યા એટલી ગંભીર કે જીવલેણ છે કે, જો તે લાંબા સમય સુધી આપણા શરીર પર રહે છે તો તે અન્ય બીમારીઓ માટે પણ પ્રવેશદ્વાર ખોલે છે. આ મોટાપાની સમસ્યા ઉદ્ભવવા માટે અનેકવિધ જવાબદાર કારણો છે પરંતુ, આ સમસ્યા ઉદ્ભવવા માટેના મુખ્ય બે જવાબદાર કારણ કોઈ હોય તો તે છે અનિયમિત જીવનશૈલી અને અનિયમિત ભોજન.

image source

આજના સમયે લોકોના વજનમા એ હદ સુધી વધારો થઇ રહ્યો છે કે, તેને ઘટાડવા માટે ક્યાં-ક્યાં પગલા લેવા? તે માટે લોકોએ લાંબો સમય વિચારવુ પડે છે. પ્રવર્તમાન સમયમા એવા ઘણા લોકો છે કે, જે તેમના વધેલા વજનને કારણે અનેકવિધ બીમારીઓથી પીડાઈ રહ્યા છે. ઘણા લોકો કોઈપણ માર્ગદર્શન વિના પોતાની ઈચ્છા મુજબ વજન ઘટાડવાનુ શરૂ કરે છે, જે તેમના શરીર માટે ખૂબ જ હાનિકારક સાબિત થઇ શકે છે. હાલ, આજે આ લેખમા અમે તમને એક એવી ટીપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેને અજમાવીને તમે ખુબ જ સરળતાથી તમારો વજન ઘટાડી શકો છો, તો ચાલો જાણીએ.

દસ હજાર સ્ટેપ ચાલવાથી થશે વજન ઓછુ :

image source

વાસ્તવમા જ્યારે પણ આપણે કોઈપણ ક્રિયા કરીએ છીએ ત્યારે આપણે ઊર્જા તરીકે કેલરી બાળી રહ્યા હોઈએ છીએ. જે લોકો જીમમા જઈ શકતા નથી અને પોતાનુ વજન ઘટાડવા માંગે છે, તેમણે દસ હજારપગથિયા ચાલવાની કસરત અપનાવી જોઈએ. આ કસરત કરીને તમે તમારા વધતા વજનને ખુબ જ ઓછા સમયમા ઝડપથી નિયંત્રિત કરી શકો છો.

દસ હજાર સ્ટેપ ચાલવાથી થશે ૪૦૦ જેટલી કેલરી બર્ન :

image source

મોટાભાગના લોકો એક હજાર પગથિયામા લગભગ ૩૦-૪૦ કેલરી બર્ન કરે છે એટલે કે તેઓ દસ હજાર પગથિયા ચાલીને લગભગ ૩૦૦-૪૦૦ કેલરી બર્ન કરશે. હા, આ ફક્ત એક અનુમાન જ છે. તમે જે પણ પગલુ લો છો તે તમારી કેલરી બર્ન કરે છે પરંતુ, તેનો ચોક્કસ અંદાજ તમારા વજન, ઊંચાઈ, ફિટનેસ સ્તર, ઝડપ અને તમે જે જગ્યાએ ચાલી રહ્યા છો તેના પર આધાર રાખે છે.

જો ઈચ્છો તો તમે પણ સરળતાથી પૂર્ણ કરી શકશો આ ટાસ્ક :

image source

જો તમારુ વજન વધારે હોય અને તમે કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હોવ તો તમે રસ્તા પર અથવા ટ્રેડમિલ પર નિયમિત દસ હજાર સ્ટેપ્સ ચાલીને તમારુ વજન ઘટાડી શકો છો. ઊલટાનું, જો તમે સંપૂર્ણપણે સ્વસ્થ છો અને વધેલા વજનને શક્ય હોય ત્યાં સુધી ઝડપથી દૂર કરવા માંગો છો, તો તમે કોઈ ડુંગર અથવા સીડીઓ પર દસ હજાર સ્ટેપ્સ ચાલીને આ લક્ષ્યને પ્રાપ્ત કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ