ઘરની આ 7 ચીજોની મદદથી મળશે ગેસની સમસ્યાથી છૂટકારો, જાણો રામબાણ ઈલાજ

અનેકવાર ખાવા પીવાની ખોટી આદતોના કારણે આપણા પેટમાં ગેસની સમસ્યા બને છે. તેના કારણે વધારે દર્દ પણ અનુભવવું પડે છે. તમે આ ગેસની કાયમી સમસ્યાથી ઝડપથી રાહત મેળવી શકો છો અને તે પણ ઓછા ખર્ચે. આ માટે તમારે તમારી રસોઈની કેટલીક ચીજોનો પ્રયોગ કરવાનો રહે છે. તો જાણો કઈ ચીજો છે જે તમારી સમસ્યાને ઉકેલી શકે છે અને તમને રાહત આપી શકે છે.

foods to eat with gastritis, how to cure gastritis permanently,
image soucre

પેટમાં વધારે પ્રમાણમાં એસિડ બની જાય ત્યારે ગેસ્ટ્રિક પેઈન થાય છે. પેટના ઉપરના ભાગમાં સામાન્યથી ગંભીર દર્દ રહે છે. સોજો, અપચો, ભૂખ ન લાગવી, પેટ પહેલાથી ભરેલું હોય તેવું અનુભવાય તો પણ અને સાથે ઉલ્ટીની સમસ્યા ગેસ્ટ્રિક પેઈનના લક્ષણો છે.

સામાન્ય રીતે ગેસ્ટ્રિક પેઈન ભોજન ઝડપથી કરવાના કારણે અને સાથે જંક ફૂડ ખાવાના કારણે થાય છે. આ સિવાય વધારે સ્ટાર્ચવાળો ખોરાક ખાવાથી પણ ફાઈબર યુક્ત ભોજન પેટના માઈક્રોબાયોમને અસંતુલિત કરે છે. આ કારણે અપચાની સમસ્યા રહે છે.

દહીં

image source

દહીંમા સારા બેક્ટેરિયા હોય છે જે પાચન વધારવામાં મદદ કરે છે. દહીંમાં પાણી, જીરા પાવડર, કાળું મીઠું મિક્સ કરો અને પીઓ. તે પેટ માટે સારું રહે છે. તે સ્મૂધીમાં સફરજનની સાથે મિક્સ કરીને પણ લઈ શકાય છે.

હર્બલ ટી

image source

હર્બલ ચાના છોડમાં એક્સટ્રેક્ટથી બને છે. તેમાં અનેક ઔષધિય ગુણ હોય છે. તેમાં એન્ટીઓક્સીડન્ટ્સ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. હર્બલ ટીનું સેવન કરવાથી પાચન મજબૂત થાય છે અને સાથે પેટમાં થતું દર્દ પણ ઘટે છે. આદુ, પિપરમિન્ટ અને કેમોમાઈલ ટીનું સેવન પણ લાભદાયી રહે છે.

વરિયાળી

image source

વરિયાળીના બીજ પેટના ગેસને દૂર કરવામાં મદદ કરે છે. ભોજન બાદ વરિયાળીને ચાવવાથી પાચન સારું રહે છે. તેમાં મહત્વના યૌગિક પણ હોય છે જે ભોજનને સારી રીતે પચાવે છે. તેનાથી અપચા અને કબજિયાતની તકલીફ થતી નથી.

સફરજનનું વિનેગર

image source

સફરજનનું વિનેગર આતરડામાં અમ્લીય માઈક્રોએન્વાયરમેન્ટ પૂરું પાડે છે. પાચન એન્જાઈમના સંશ્લેષણને સક્રિય કરે છે. તેનાથી પાચનક્રિયા મજબૂત થાય છે. ગેસના કારણે પેટમાં દર્દ, સોજા અને અન્ય લક્ષણો ઘટે છે. રોજ 1 ગ્લાસ પાણીમાં 2 ચમચી આ મિક્સ કરીને લેવાથી ગેસ્ટ્રિક પેઈનથી રાહત મળે છે.

લવિંગ

image source

લવિંગ સોજા, ગેસ્ટ્રિક પેઈન, પેટ ફૂલવું અને કબજિયાતનો પારંપરિક ઉપાય છે. લવિંગ ચાવવાથી કે ભોજન બાદ એલચી સાથે એક ચમચી લવિંગના પાવડરના સેવથી પાચન એસિડનો સ્ત્રોવ થાય છે. તેનાથી એસિડિટીથી બચી શકાય છે અને પેટમાં જમા ગેસ બહાર નીકળે છે.

હાઈ ફાઈબર ફૂડ

ઉચ્ચ ફાઈબર ખાદ્ય પદાર્થો જેવા કે નટ્સ અને બીજ, ફણસી, ભાજીવાળા શાક પાચનતંત્રને માટે ફાયદો કરે છે. તેનાથી ગેસ્ટ્રિક દર્દમાં રાહત મળે છે. બ્રોકોલી પણ તમને મદદ કરી શકે છે. તેમાં ફાઈબર સિવાય સલ્ફરફેનનું પ્રમાણ પણ વધારે હોય છે. તે બેક્ટેરિયાને મારે છે અને પેટની સમસ્યાથી રાહત આપે છે.

વેજિટેબલ ડ્રિંક્સ

image source

ગેસ્ટ્રિક દર્દમાં ફળોનો રસ સારો માનવામાં આવે છે. તેમાં શુગર અને એસિડનું લેવલ વધારે હોય છે. શાકનો રસ અને સ્મૂધી તેને સારું કરવામાં મદદ કરે છે. બટાકાના રસમાં એન્ટી ઓક્સીડેટિવ ગુણ હોય છે જે પેટ દર્દમાં રાહત આપે છે. આ સિવાય કોળાનો રસ પણ ફાયદો આપે છે.

તો હવે પેટ દર્દની ફરિયાદ માટે આ ઘરેલૂ ઉપાયો અજમાવો અને ફટાફટ રાહત મેળવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત