એક ગ્લાસ ગરમ પાણીની સાથે કરો માત્ર આ એકજ વસ્તુનુ સેવન અને સડસડાટ ઘટાડો તમારા પેટની વધારાની ચરબી

મિત્રો અને સજ્જનો, પ્રવર્તમાન સમયમા મોટાભાગ ના લોકો બહારના ભોજન નુ વધુ પડતુ સેવન કરતા હોય છે જેમકે, ચાઇનીઝ,પંજાબી અને જંકફૂડ વગેરે જેવા ભોજનના સેવન નુ ચલણ હાલ ખુબ જ વધી ગયુ છે. આ ભોજન નુ વધુ પડતુ સેવન તમારા પેટ ની ચરબી વધવાનુ કારણ બને છે એટલે કે તમે મોટાપા ની સમસ્યાના શિકાર બનો છો.

image source

આ સમસ્યાના પરિણામે તમારુ પેટ ફુલાય જાય છે અને તેના કારણે તમે ખુબ જ પરેશાન અને ચિંતિત રહેતા હોય છે. ઘણા લોકો આ પેટની ચરબી ઘટાડવા માટે દવાઓ નો સહારો લે છે તો અમુક લોકો કસરત કરીને પોતાનુ પેટ ઓછુ કરતા હોય છે પરંતુ, આજે તમને એક એવો ઉપચાર જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે અંત્યત વધેલા પેટ ને સરળતાથી ઘટાડીને ફીટ અને તંદુરસ્ત બની શકશો.

image source

જ્યારે તમે વધુ પડતા તેલયુક્ત ખોરાક નુ સેવન કરો છો ત્યારે તે પેટ ની આજુબાજુ ચરબી સ્વરૂપે સંગ્રહિત થઈને જમા થઈ જાય છે. જેના પરિણામે પેટ ની ચરબીમા વૃદ્ધિ થાય છે અને પેટ ફુલાય છે તેમજ તમે જાડા થવા લાગો છો. તો આજે હુ તમને પેટની ચરબી ઘટાડવા માટેનો શ્રેષ્ઠ ઉપચાર જણાવીશ, જે આ સમસ્યા ને દૂર કરવામા ખુબ જ અસરકારક સાબિત થશે.

image source

આ માટે તમારે સૌથી પહેલા તો એક ગ્લાસમાં ગરમ પાણી લેવું પડશે અને ત્યારબાદ તેમાં એક ચપટી હિંગ અથવા એક ચમચી લીંબુનો રસ ઉમેરવો. ત્યારબાદ તેને સરખી રીતે મિક્સ કરીને પી જાવ. આમ, જો તમે નિયમિત સવારે આ પીણાનુ સેવન કરો તો થોડા જ દિવસોમા તમારા પેટની વધારાની ચરબી ઓગળી જશે.

image source

આ ઉપચાર ફક્ત તમારી મોટાપા ની સમસ્યા ને જ દૂર કરતો નથી પરંતુ, તે તમારી પાચનશક્તિને પણ મજબૂત બનાવે છે. આ ઉપરાંત જો તમે તમારા શરીરમા રહેલુ વધારાનુ ફેટ ઘટાડવા ઈચ્છો છો તો તમારે વધારે માત્રામા નમકવાળુ કે સુગરવાળુ ભોજન ના કરવુ. કારણકે, સુગર એ તમારી ચરબીમા વૃદ્ધિ કરે છે.

image source

તેના કારણે તમારુ પેટ ફૂલી જાય છે અને તમે જાડા થતા જાવ છો. જો તમે તમારુ વજન નિયંત્રણમા રાખવા ઈચ્છતા હોવ તો તમારે તમારા ભોજનમા લીલી સબ્જીનુ સેવન કરવું જોઈએ તેમજ ભૂખ લાગે ત્યારે તમારે સલાડ નુ સેવન કરવું જોઈએ. આ ઉપરાંત જો શક્ય બને તો ભોજનમા હમેંશા હળવા ખોરાકની પસંદગી કરાવી જેથી, તમારા શરીર ને આવશ્યક વિટામીન મળી રહે અને તમારી મોટાપા ની સમસ્યા પણ દૂર થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ