કેટલીક એવી સામાન્ય આદતો છે, જેને અજાણતાં જ તમારા શરીરનું વજન વધારી દે છે અને તમને ખબર પણ નથી પડતી…

કેટલીક એવી સામાન્ય આદતો છે, જેને અજાણતાં જ તમારા શરીરનું વજન વધારી દે છે અને તમને ખબર પણ નથી પડતી…

આજના જમાના લોકોની જીવશૈલી બે રીતે વહેંચાઈ ગઈ છે. સ્વસ્થ અને વ્યસ્ત. સતત વ્યસ્ત અને કામકાજના ટેંનશનમાં રહેતાં લોકોનું શરીર વધુને વધુ કથળતું જાય છે. ઓબેસીટી – જાડાપણું વધતું જાય છે. બને એવું છે કે વજન ઘટવાને બદલે ઊલટું વધતું જાય છે. કેટલી ટેવો અને ખોટી રોજિંદી આદતો આપણે એવી અપનાવી લઈએ છીએ જેમાં અજાણતાં આપણે અયોગ્ય રીતે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવા લાગીએ છીએ. અચાનક કે અકારણ વજન વધવું એ પણ બિનઆરોગ્યપ્રદ છે. એ એક સંકેત છે કે તમારું શરીર કોઈ ખોટી ટેવોને લીધે અસ્વસ્થ્ય થઈ શકે છે.

વજન ઘટાડવાના પ્રયોગો એવા કરીએ છીએ જાણે કે કોઈ જંગ ન લડતાં હોઈએ. કંઈપણ અને કોઈપણ વ્યક્તિ સૂચન આપે એ મુજબ આપણે એ નુસ્ખાઓ અજમાવવા લાગીએ છીએ. ખરેખર તો દરેકના શરીરની તાસીર જુદીજુદી હોય છે દરેકને બધી જ ટ્રીટમેન્ટ કે નુસ્ખાઓ માફક ન પણ આવતી હોય. ડોક્ટર કે કોઈ જાણકાર વૈદ્યને બતાવીને તમારા જીવનની શૈલી અને આદતો અનુસાર ડાયેટ પ્લાન કરવું. શું ખાવું શું ન ખાવું, ક્યારે અને કેટલું ખાવું વગેરે ધ્યાનમાં રાખવું…
આવી અમુક આદતો જાણીએ જેના લીધે અનાયાસે જ વજન વધું હોય છે, જે આપણાં ખ્યાલ બહાર જ રહી જતું હોય છે.

કસરતનો અભાવઃ

અનિયમિત દિનચર્યા, જમવા, સૂવા અને આરામને યોગ્ય સમય ન ફાળવી શકવાથી શરીરને ઘસારો પહોંચે છે. જેને લીધે વ્યાયમ કે અન્ય હળવી કસરત કરવાનો સમય કાઢી નથી શકતાં અને બહારના બિન આરોગ્યપ્રદ ખોરાકને લીધે પૂરતું પોષણ નથી મળતું. પરિણામે વજનમાં વધારો થતો જાય છે.

બ્રેક્ફાસ્ટ ન કરવોઃ

બ્રેકફાસ્ટ શબ્દનો અર્થ જ એ થાય છે કે ઉપવાસને તોડવો. આખી રાત જ્યારે ખાલી પેટ રહે છે. ૬થી ૮ કલાક સુધી શરીરમાં કોઈ જ અનાજ – પાણી ગયું ન હોય ત્યારે કેટલીક ચીજ એવી છે કે નરણાંકોઠે આરોગવાનું સૂચન થતું હોય છે. આ બાબતોમાં એવુંય કહેવાય છે કે જો યોગ્ય સમયે ખોરાક પાણી પેટમાં ન જાય તો એ પછીના સમયે જે કંઈ ખવાય તેમાં વધુ ખોરાક લેવાઈ જાય છે. ઓવર ઇટિંગને લીધે ઓબેસીટી વધે છે.

ઊંઘ ન કરવીઃ

યોગ્ય સમયે અને પૂરતા સમયમાં ઊંઘ ન કરીએ તો શરીરને કેટલાક નુક્સાન થાય છે. તેમાંનું એક છે વજન વધવું. એક રિસર્ચ મુજબ સૂવાની રીત અને અપૂરતી ઊંઘને લીધે પેટ પરની ચરબી વધે છે. આળસ અને શરીરમાં અસુખ લાગવાની વ્યયામ કરવો ન ગમે અને શરીરની ચપળતા ગુમાવી દે છે જેને લીધે કામ ન કરવાથી પણ વજનમાં વધારો થાય છે.

ઝડપથી ખાવાથીઃ

જો તમને ખૂબ ભૂખ લાગતી હોય અથવા તો ખાવાની કોઈપણ ચીઝ જોઈને તમને ફટાફટ એને ખાઈ લેવાનું મન થાય અને ઉતાવળે ખાઈ લો. એ ખોરાક ચવાયા વગર જ સીધો પેટમાં જાય. જ્યાં ભોજન કરવામાં ૨૦ મિનિટ થવી જોઈએ. તેને બદલે ૧૦ મિનિટ લાગે અને ચાવતી વખતે મોંનો અમીરસ એટલે લાળગ્રંથી ખોરાક સાથે ભળીને તેને સુપાચ્ય બનાવે એ રીતે ન જમાય તેને લીધે વજન વધે છે.

લો ફેટવાળો ખોરાકઃ

ક્યારેક એવું બને કે અમુક ખાદ્યપદાર્થ લો ફેટવાળો હોય છે. અમુક શુગર ફ્રિ ખોરાક હોય છે. જેથી આપણને થાય કે તે ખાવાથી નુક્સાન નહીં થાય. જેને લીધે આપણે પ્રમાણ કરતાં વધુ ખાઈ લઈએ છીએ. પરિણામે અચાનક વજન વધવા લાગે છે.

સોફ્ટ ડ્રિન્ક પીવાથીઃ

આપણે પાર્ટીઓમાં કે અવારનવાર કોઈની પણ મહેમાનગતિમાં સોફ્ટ ડ્રિન્ક પીએ છીએ. આ ઠંડાપીણાંઓમાં ૧૦થી ૧૫ ગ્રામ સુધી સર્કરા ભળેલી હોય છે. જે આપણાં શરીરમાં બીનજરુરી રીતે જાય છે. સાથે એક સર્વે અનુસાર જે લોકો દિવસની એક કે બે સોડા કે સોફ્ટ ડ્રિન્ક પીએ છે તેમનું પ્રમાણમાં વજન અન્ય સામાન્ય લોકો કરતાં વધે છે.

વધુ પડતું ટી.વી. જોવાથીઃ

આપણે જ્યારે નવરાશના સમયમાં ટી.વી જોઈએ છીએ ત્યારે બેસી બેસીને ભૂખ લાગી હોય છે તેવું ચોક્કસ અનુભવ્યું હશે. એજ રીતે સિનેમાઘરોમાં પણ ફિલ્મ દરમિયાન પોપકોર્ન, સમોસા, વેફર કે સોફ્ટ ડ્રિન્ક્સ પીએ છીએ. એ સમયે આપણને ખ્યાલ નથી રહેતો કે કસમયે બીનજરુરી ખોરાક ખવાઈ ગયો છે. પરિણામે વજન વધે છે.

પ્લાસ્ટીકની બોટલથી પાણી પીવાથીઃ

ફ્રિઝના ઠંડા પાણી અને એ પણ સીધું પ્લાસ્ટિકની બોટલથી પીવીનું ચલણ વધતું જાય છે. આમાં હોઠને અડાડ્યા વિના જ અદ્ધરથી પાણી પીવાથી તરસ છીપાવવાનો જલ્દીથી સંતોષ થતો નથી અને સામે પેટમાં પાણી સાથે હવા પણ ભરાય છે. જેને લીધે પેટ ફૂલે છે. પેટની ચરબીના થર જામતા દેખાય છે.

નાની નાની વાતોમાં ચિંતા કરવાથીઃ

જ્યારે ચિંતા થતી હોય છે ત્યારે ભોજનમાં પ્રમાણ ભાન નથી રહેતું ક્યાં તો ઓછું ખવાય છે અથવા વારંવાર ખૂબ ખાઈ લેવાની ઇચ્છા થાય છે. નાની મોટી વાતોમાં ઉશ્કેરાઈને કે ઉગ્ર થઈને ભોજનની અનિયમિત રીતથી શરીરમાં વણજોઈતું વજન વધવા લાગે છે.

પર્યાપ્ત પાણી ન પીવાથીઃ

પાણી પીવાની પણ રીત હોય છે, સવારે જાગીને તરત જ ૩ કે ૪ ગ્લાસ પાણી પીવાથી ખૂબ લાભ થાય છે. જમતે જમતે થોડા પ્રમાણમાં પીવું સારું. વળી જમીને તરત જ ખૂબ જ પ્રમાણમાં ન પીવું જોઈએ. ઓછું પાણી પીવાથી પાચન ઓછું થાય છે. જેથી ચરબી ઓગળવાને બદલે વધે છે.

મીઠાનું પ્રમાણઃ
એક રીસર્ચ મુજબ એક તારણ આવ્યું છે કે આપણે અજાણતાં જરુર કરતાં વધુ પ્રમાણમાં જંકફૂડ, ફાસ્ટફૂડ, ફરસાણ અને નાસ્તો કરી લઈએ છીએ. જેમાં ૫૦%થી વધુ નમકીનમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે જે શરીરમાં જઈને પાણી સાથે પ્રક્રિયા કરે છે એને લીધે પેટની ચરબીને માર્ગ નથી મળતો અને તે વજન વધવાનું એક કારણ બની રહે છે.

ખોરાકમાં ન્યૂટ્રીશીયન લેવલ ઓછું હોવાથીઃ

આપણે પેકેટ ફૂડનો પણ ખૂબ ઉપયોગ કરીએ છીએ. એમાં ફેટ, કાર્બોહાઈડ્રેટ અને ચરબીનું પ્રમાણ પેકેટની પાછળ જ લખેલું હોય છે જે આપણે ઝીણવટથી ચકશતાં નથી. તે એટલાં ચટપટાં હોય છે કે તેને ખાવાનું પ્રમાણ પણ આપણે જોતાં નથી. પૂરતો પોષક ખોરાક ખાવાને બદલે અનહેલ્ધી નાસ્તો ખાવાનેને લીધે વજન વધે છે.

જમ્યા પછી તરત સૂઈ જવાથીઃ

સાંજે મોડેથી જમવાનું થાય કે બપોરે જમીને જરાવાર આરામ કરવાની ઇચ્છા થઈ આવે છે. એ સમયે ખાધેલો ખોરાક છેક પેટમાં સુવ્યવસ્થિત પહોંચ્યોય ન હોય ત્યાં સૂઈ જવાથી પાચન માર્ગને યોગ્ય ગતિ નથી મળતી જેને લીધે ચરબી પેટમાં જમા થતી રહે છે. આજ કારણે જમ્યા પછી થોડું ચાલવાની સલાહ ઘણીવખત આપવામાં આવે છે.