ફોટામાં આપેલ કોઈપણ એક આંખ પસંદ કરો ને જાણતો તમારા મન વિશેની વાત…

આપણાં જીવનમાં ક્યારેક એવું બન્યું હોય છે કે આપણે જે વ્યક્તિ કે વસ્તુ વિશે વિચારતા હોઈએ છીએ તે અચાનક જ આપણી સામે આવી જાય છે અથવા તેમનો ફોન આવી જતો હોય છે, ત્યારે આપણે વિચારમાં પડી જતા હોઈએ છીએ કે જેનાં વિશે વિચાર્યુ એ જ ખરેખર સામે આવી ગયું? તમને જણાવી દઈએ કે આ કોઈ જાદુ નથી, પરંતુ આ બધી કમાલ આપણાં અર્ધજાગૃત મનની છે. આજે તમને તમારું અર્ધજાગૃત મન શું જણાવે છે તે અંગે માહિતી આપી રહ્યા છીએ. એકદમ રસપ્રદ અને અવિશ્વસનીય માહિતી સામે આવી છે, તો ચાલો જાણીએ વિગતમાં શું કહે છે આપણું સબ્કૉન્શિયસ માઈન્ડ.

મનની મુખ્ય ત્રણ અવસ્થાઓ છે. જાગૃત, અર્ધજાગૃત અને અજાગૃત મન. (કૉન્શિયસ, સબ્કૉન્શિયસ અને અનકૉન્શિયસમાઈન્ડ)

જાગૃત મન – જાગૃત અવસ્થામાં આપણું મન સભાન હોય છે. આપણે જે કામ કરતાં હોઈએ તેનું ભાન આપણને રહે છે. જેમ કે ખાવું, ન્હાવું, ચાલવું, ભાગવું, લખવું વગેરે..

અર્ધ જાગૃત મન – કોઈ કામ ભૂતકાળમાં કર્યું હોય અને તેને યાદ કરીને જાગૃત અવસ્થામાં લઇ આવીએ તેને અર્ધ જાગૃત અવસ્થા કહેવાય. જેમ કે ગઈ કાલે અમુક મહિના કે વર્ષ અગાઉ કોઈ ક્રિયા કરી હોય, તેને યાદ કરીને વર્તમાનમાં તેનાં વિશે વાત કરવી.

અજાગૃત મન – ગર્ભાવસ્થામાં હોય ત્યારથી લઈને આજ દિવસ સુધી જે કઈ પણ અનુભવો થયાં હોય તે બધું અજાગૃત મનમાં હોય છે. જે દરેક સમયે યાદ નથી આવતા. ક્યારેક અચાનક અથવા સપનામાં યાદ આવી જતું હોય છે. જેમ કે એકાદ બે વર્ષનાં હોઈ એ ત્યારે બનેલી ખાસ ઘટના વગેરે…

આપણા શરીરમાં રહેલા બ્રેઈનને આપણે દેખી શકીએ છીએ પણ મન એટલે કે માઈન્ડ જોઈ શકાતું નથી. આપણા શરીરમાં તે કઈ જગાએ છે તે હજુસુધી વૈજ્ઞાનિકો નક્કી કરી શક્યાં નથી. આપણે આપણા બ્રેઇનને હાર્ડવેર અને મનને સોફ્ટવેર તરીકે સરખાવી શકીએ. આપણું બ્રેઈન હાર્ડવેર તરીકે કામ કરે છે અને મન સોફ્ટવેર તરીકે કામ કરે છે. મન દ્વારા બનતાં પ્રોગ્રામોનો સંગ્રહ આપણા બ્રેઇનમાં થાય છે અને તેની મેમરી સંગ્રહી રાખવાની ક્ષમતા આંકી શકાતી નથી. કહેવાય છે કે જ્યારે વ્યક્તિ ૨૧  વર્ષનો થઈ જાય છે ત્યારે તેનાં મગજમાં બ્રિટનની એનસાયક્લોપીડીયાનાં હજાર ગણાં ડેટાનો સંગ્રહ થાય છે.

હવે, જો તમે આ અંગે ટેસ્ટ દ્વારા જાણવા માંગો છો કે તમારું સબ્કૉન્શિયસ કે અર્ધજાગૃત મન શું કહે છે, તો તમારે પ્રમાણિકતાથી આગળ વધવા માટે તૈયાર રહેવું પડશે. તો શું તમે તૈયાર છો?

સારું તો સૌથી પહેલા તમારે આ ફોટોમાં દેખાઈ રહેલ આંખોમાંથી કોઈ એક આંખને પસંદ કરવાની રહેશે. આ આંખોમાંથી કઈ આંખ તમને આકર્ષિત કરે છે તે જાણી લીધું હોય તો તે વિશેની માહિતી નીચે વાંચો.

આવો તો જાણીએ શું છે હકીકત…

 

૧. આત્મા ઝંખી રહી છે

તમારો ભૂતકાળ તમને હેરાન કરી રહ્યો છે અને જેને તમે સહેલાઈથી જતો નથી કરી શકતા. પણ પોતની ઉપર વિશ્વાસ રાખીને તમારા ભૂતકાળને તમારે માફ કરી દેવો જોઈએ. જે કંઈ પણ જીવનમાં કાર્ય કરો છો તેનાથી આત્મા સંતોષવી જોઈએ  તેવાં  પ્રયત્ન કરતા રહો, કારણ કે તમે તે ડીઝર્વ કરો છો.
તમારાં મનની ઝંખનાને અનુસરો અને ફરીથી લાઈફને જીવંત કરો.

૨. તમે એક સીક્રેટ સૉલ (આત્મા) છો
તમારું જીવન એક લાયબ્રેરી સમાન છે, એટલે નહીં કે તમે જીવનમાં બહું બુક્સ કે નોવેલ્સ વાંચી છે. આ વાત તમારા માટે એટલા માટે કહેવાય છે કે તમે લાઈફમાં ઘણાં બધા એક્સપિરિયન્સ મેળવ્યાં છે. તમે જીવનમાં  ઘણી બધી તકલીફોનો સામનો કર્યા બાદ એક નવી લાઈફ જીવી રહ્યાં હશો. પરંતુ અમે તમને લઈને જે જણાવી રહ્યાં છીએ તેનાં પર એકવાર જરુરથી ધ્યાન આપજો. તમે જ્યાં પણ જાઓ છો ત્યાં તમારા લાઈફનાં  અનુભવોને અન્ય સાથે શેર કરો. તમારી આસપાસનાં લોકો તમારી રીયલ પર્સનાલીટીને જાણવા ઈચ્છતા હોય છે અને તમારે પણ તેમની સાથે બનેલાં જીવનની ઘટનાંઓ જણાવવી જોઈએ. હવે અંધારામાં એકલા રહેવાનો સમય નથી. ખરેખર તમારા જેવી વ્યક્તિને ચમકવાનો સમય છે. તમે આ લાઈફને આત્મવિશ્વાસ સાથે જીવી શકો છો.

૩. તમે એક ઔરા છો

આધ્યાત્મિક સ્તરે તમે કુદરતી રીતે ઝળકી રહ્યાં છો. તમારે તમારી આસપાસ ચળકવાં માટે વધુ મહેનત કરવાની જરૂર નથી. તમને આ ખુબી કુદરતી રીતે મળી છે. તમારા જેવી વ્યક્તિની જરુર લોકોને સાજુંસમું કરવા માટે હોય છે. તમારી પાસેથી તેઓને મદદની વધારે અપેક્ષા હોય છે. દુનિયાએ તમને તેમનાં થઈને રહેવાંની શક્તિ આપી છે પરંતુ અમૂક સમયે તમને એવું લાગતું હોય છે કે તમે કંઈક હારી ગયા છો. આ ભાવનાને જતી કરીને આગળ વધવું જોઈએ.
વિશ્વમાં તમારો ઔરો ઝળકી રહ્યો છે, તેને દરેક સ્થળે ફેલાવો અને તેની મદદથી વધુ લોકોને મદદનીશ થાઓ.

૪. તમારો આત્મા શાશ્વત છે

તમને દરેક વસ્તુઓમાં ઊંડાણમાં જવું ગમતું હોય છે. ક્યારેક તમે એટલા ઊંડાણમાં જતા રહો છો કે તમારાથી તેનો વાસ્તવિક અર્થ પણ છૂટી જાય છે. તમારું માઈન્ડ હંમેશાં એક સ્થળથી બીજા સ્થળે કૂદકા મારતો રહે છે. તમે હંમેશા તમારા મનને અનુસરીને કાર્ય કરતાં હોવ છો.

તમે મોટાભાગનાં સમયે ખોવાયેલાં રહો છો, પરંતુ તેવું ન થવા દો. ચોક્કસથી તમે ભૂલો કરી હશે પણ દુનિયામાં ભૂલો કર્યા વગર તમને કેવી રીતે જાણશો કે તમારા વિશે શું યોગ્ય છે અને શું નહીં? કોઈ પણ વ્યક્તિએ જ્યારે પણ કંઈક નવું કર્યું છે ત્યારે તેમણે ભૂલ કરી જ છે. પોતાની ઉપર વધારે વિશ્વાસ રાખો. તમારા મનને વારંવાર ભટકવા ન દો. તમારી જાતને વધુ પ્રેમ કરવાનું શીખો અને હજાર વિચારો મનમાં આવે તે પહેલાં જ કામ કરો.

૫. તમે એક ઉદાહરણ છો

તમે લોકો પાસેથી ઘણી બધી માહિતી છુપાવીને રાખતા હોવ છો. તમે પોતે એક પ્રશ્નચિહ્ન બની જાઓ છો અને તેનાથી લોકો વધારે આકર્ષિત થતા હોય છે. પરંતુ આ રીત વધારે કામ નથી કરતી. લોકો તમને જલદીથી ઓળખી ન શકવાને કારણે તમારાંથી કંટાળી જતા હોય છે.

તમે આ બધુ કોઈ હેતુથી નહીં કરતાં પરંતુ લાઈફમાં તમારો જે ખરાબ ભૂતકાળ રહ્યો છે તેનાં કારણે તમારો સ્વભાવ આવો થઈ ગયો હોય છે. તમે અગાઉ એક ખુલ્લા દિલનાં અને મિલનસાર વ્યક્તિ હતાં. પણ  જીવનમાં જે બનાવો તમને હર્ટ કરી ગયા છે તેને લીધે બીજું કંઈ નહીં પણ તમે તમારી જાતને અંદરથી લોક કરી દિધી છે. જીવનમાં ફરીથી મિલનસાર અને ખુલ્લા દિલનાં વ્યક્તિ બની એક સિતારાની જેમ શાઇન કરો.

૬. તમે ચોક્કસપણે એક પુરાણી આત્મા છો

તમે ચોક્કસપણે એક પુરાણી આત્મા છો, જે અહીંયા પૃથ્વી પર પહેલેથી જ બીજાનાં શરીરમાં છે. આથી જ તમે અત્યંત આકર્ષક અને રહસ્યમય વ્યક્તિ છો. તમે હંમેશાં લોકોનાં આકર્ષણનું કેન્દ્ર રહો છો અને એવું જરુરી નથી કે લોકો તમને હંમેશાં પસંદ જ કરે. પરંતુ તે બધા તમારામાં છૂપાયેલ રહસ્ય પ્રત્યે આકર્ષિત હોય છે.

તેમ છતાં આ બધું સારી નથી કારણ કે તમને આત્મવિશ્વાસની જરૂર છે. ઘણી વાર તમે એક એવી વ્યક્તિ બની જાઓ છો જે પોતનાં માઈન્ડને વારંવાર ચેન્જ કરતું રહે છે. તમારે ખરેખર તમારી જાત વિશે અમૂક સત્ય પોતાની જાતે જ જાણીને જીવવું જોઈએ. તમે ચોક્કસપણે પહેલાંથી જ અહિયાં છો, પરંતુ તેનાં પર તમારે નિયંત્રણ રાખવું જોઈએ, કેમ કે તમે કોઈ કારણસર પૃથ્વી પાછા જન્મયાં છો. અન્ય લોકો કરતા તમે શું કરવા માંગો છો તે જાણવું સરળ હશે પરંતુ તમારે તે માટે તેનું જતન કરવાનું રહેશે અને નિશ્ચિતપણે કાર્ય કરવાનું રહેશે. તમે પૃથ્વી પર એક શક્તિશાળી આત્મા છો.

૭. તમે એક ઘુવડ છો

તમે રાત્રિનાં મિત્ર ઘુવડ છો. તમને ઘણી બધી વસ્તુઓનો જ્ઞાન છે પણ તમે તેને તેમનું તેમ જ રહેવા દો છો. આ જ્ઞાનનો ઉપયોગ તમે ખૂબ સારી રીતે કરી શકો છો. પણ તમે એવી વ્યક્તિ છો જે બધુ જ જાણે છે પરંતુ ભાગ્યે જ તે પોતાનાં વિશે અરક્ષિત કરે છે. જાદુગર જેવો શબ્દ તમારા વ્યક્તિત્વને સૂટ કરે છે. તમે દરેક લોકો સાથે સંબંધ સાચવીને રાખો છો, પરંતુ તમે એવી કોઈ વસ્તુઓ કે માહિતી કોઈની આગળ નહીં જણાવો જે તમને પાછળથી નુકસાન પહોંચાડી જાય. તમે માછીમારની જેમ માછલીઓને ચારો આપીને જાળમાં ફસાવી લે છે, તેવી જ રીતે તમે તમારાં વિશે નાની વાત જણાંવીને લોકોને વધુ વિચારવા માટે છોડી દેતા હોવ છો. તમે પોતાને બદલશો નહીં કારણ કે તમે જે કરી રહ્યા છો એ હકીકતમાં સારું છે. જે લોકો તમને વધુ સારી રીતે જાણવા માંગતા હશે તેઓ તમને વધારે સારી રીતે જાણવાનો પ્રયાસ કરશે અને તમારી સાથે જીવનભરનાં સાથી બની જશે.

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો!