વધતી ઉંમરમાં પણ જો તમે તમારી પ્રજનન ક્ષમતાને જાળવી રાખવા ઇચ્છતા હોવ તો આ ટિપ્સ તમારા માટે એકદમ બેસ્ટ છે…

ફોલો કરો આ ટિપ્સ, અને 40ની ઉંમરમાં પણ જાળવી રાખો Fertility

કોઇ પણ સ્ત્રી જ્યારે એક માતા બને છે ત્યારે તેની લાઇફ ખુશીઓથી છવાઇ જાય છે. લગ્ન પછી જ્યારે પહેલુ સંતાન આવે ત્યારે માતાના મનમાં અનેક ઘણા સવાલો થતા હોય છે. આ સાથે જ માતા-પિતા પોતાના બાળકના સમાચાર સાંભળતા ખૂબ જ ખુશ થઇ જાય છે.

જો કે મોટાભાગના લોકો એવુ માનતા હોય છે કે, 40ની ઉંમર પછી પ્રેગનન્ટ થવા પર અનેક ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સાથે જ આ ઉંમરમાં ડિલીવરી દરમિયાન પણ ઘણા પ્રોબ્લેમ્સ થઇ શકે છે.

આમ, જ્યારે કોઇ મોટી ઉંમરની મહિલા આ વાત સાંભળે તો તેને ખૂબ જ દુખ થાય છે અને પછી તે સ્ટ્રેસમાં આવી જાય છે. એક વાત સત્ય છે કે, ઉંમર વધવાની સાથે મહિલા અને પુરુષની પ્રજનન ક્ષમતામાં નબળાઇ આવવા લાગે છે.

જો કે એ વાત જરૂરી નથી કે, દરેક મહિલાની સાથે આવુ જ થાય કારણકે દરેક મહિલાની પ્રજનન ક્ષમતા અલગ-અલગ પ્રકારની હોય છે. વધતી ઉંમરમાં પણ જો તમે તમારી પ્રજનન ક્ષમતાને જાળવી રાખવા ઇચ્છતા હોવ તો આ ટિપ્સ તમારા માટે એકદમ બેસ્ટ છે. જો તમે આ ટિપ્સ રેગ્યુલરલી ફોલો કરશો તો 40 વર્ષ પછી પણ તમારી પ્રજનન ક્ષમતા એવી જ રહેશે.

વજનને કંટ્રોલમાં રાખો

જો તમારું વજન વધારે છે તો ગર્ભધારણની ક્ષમતા ઓછી થઇ જાય છે. એક અહેવાલ અનુસાર જે મહિલાઓનુ વજન ઓછુ હોય છે તેમનુ માસિક નિયમિત રીતે આવે છે. આમ, જો તમે 35 વર્ષ પછી ગર્ભધારણ કરવા ઇચ્છો છો તો તમારે વજનને કંટ્રોલમાં રાખવુ ખૂબ જ જરૂરી છે.

સ્વસ્થ રહેવાના પ્રયત્નો કરો

40 વર્ષની ઉંમર પછી અનેક પ્રોબ્લેમ્સ ધીરે-ધીરે બોડીમાં થવા લાગે છે જેની સૌથી મોટી અસર પ્રજનન ક્ષમતા પર પડે છે. આ માટે જરૂરી છે કે, તમે તમારા ડાયટને સારી રીતે ફોલો કરો જેથી કરીને પ્રજનન ક્ષમતા વધારમાં મદદરૂપ થાય. ડાયાબિટીસ તેમજ પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમથી હંમેશા બચીને રહો. તમે તમારા ડાયટ પ્લાનની સાથે-સાથે અમુક એક્સેસાઇઝ પણ કરો.

વિટામીનનુ સેવન કરો

વધતી ઉંમરમાં પ્રજનન ક્ષમતામાં કોઇ ઉણપ ના આવે તે માટે મલ્ટી વિટામીનની ગોળીઓ તેમજ ફોલિક એસિડનુ સેવન પણ જરૂર કરો. આનાથી ગર્ભધારણ કરવામાં સરળતા થશે અને ડિલીવરી દરમિયાન કોઇ પ્રોબ્લેમ્સ પણ નહિં થાય. આ સાથે જ વિટામીનની ઉણપને દૂર કરવા માટે લીલા શાકભાજી, સંતરા તેમજ દાળનુ સેવન વધુ પ્રમાણમાં કરો.

ફર્ટીલિટીની તપાસ પણ જરૂરી

મહિલાઓમાં મેનોપોઝ થવાના 10 વર્ષ પહેલાથી જ ગર્ભધારણના ચાન્સિસ ઓછા થવા લાગે છે કારણકે આ દરમિયાન પ્રજનન ક્ષમતા પર તેની ઘણી અસર પડે છે. આમ, જો તમે સમય પર ફર્ટીલિટી ટેસ્ટ કરાવો છો તો માતા બનવાનુ સુખ પ્રાપ્ત કરી શકો છો.

સુરક્ષિત રીતે રિલેશન રાખો

વધતી ઉંમરમાં રિલેશનમાં અનેક પ્રકારની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. જો તમને 30 વર્ષ પછી પ્રેગનન્સી રહે તો ગાયનેક ડોક્ટરને પૂછ્યા પછી જ રિલેશન રાખવાનો આગ્રહ રાખો જેથી કરીને પાછળથી કોઇ પ્રોબ્લેમ ના થાય.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ