ફટાફટ વજન ઘટાડવું હોય તો, શરૂ કરી દો આજથી આ વસ્તુનું સેવન…

ફટાફટ વજન ઘટાડવું હોય તો, શરૂ કરી દો આજથી આ વસ્તુનું સેવન

વજન ઘટાડવા માટે તમે હજારો પ્રયત્ન કરતાં હોવ છો પરંતુ તેમ છંતા વજન ઘટવાનું નામ જ લેતું નથી અને તમે પરેશાન રહો છો. હકીકતમાં વજન તમારા ખાનપાન પર નિર્ભર રાખે છે. તમે શું અને કઈ રીતે ખાઓ તે બહુ મહત્વ ધરાવે છે. જેથી આજે અમે તમને ફટાફટ વજન ઘટાડવાના કેટલાંક ઉપાયો જણાવીશું જે બહુ જ સરળ છે. વેટ લોસ કરવા માટે એક્સરસાઈઝની સાથે પ્રોપર ડાયટ પણ ખૂબ જ મહત્વ રાખે છે.

બ્રેકફાસ્ટ અને લંચની તુલનામાં ડિનરમાં ખાવામાં વધુ ધ્યાન રાખવું જોઈએ અને ઓછું ખાવું જોઈએ. રાતે બોડીનું મેટાબોલિઝ્મ સ્લો થઈ જાય છે. જેના કારણે કેલરી અને ફેટ બર્નિંગ પ્રોસેસ પણ સ્લો થઈ જાય છે. જેથી ડિનરમાં એવા ફૂડ્સ ખાવા જોઈએ જે મેટાબોલિઝ્મને તેજ કરે છે. જેથી રાતે પણ ફેટ બર્નિંગ પ્રોસેસ ચાલુ રહે છે. આજે અમે તમને જણાવીશું એવા ફૂટ વિશે જેને ડિનરમાં સામેલ કરીને તમે ઝડપથી વજન ઉતારી શકો છો.

સૂપ-

ડિનરની શરૂઆતમાં એક વાટકી ઘરમાં બનાવેલો વિજિટેબલ સૂપ પીવો, અથવા રસમ અને સંભાર પણ લઈ શકો છો. તેમાં ઓછી કેલરી હોય છે. જેના કારણે પેટ જલ્દી ભરાય જાય છે. અને ફાયબર્સ અને અન્ય ન્યૂટ્રિએન્ટ વજન ઓછું કરવામાં મદદ કરે છે.

મિક્સ અનાજની રોટલી-

દરરોજ ડિનરમાં મિક્સ અનાજ વાળા લોટની એક કે બે રોટલી ખાવી જોઈએ. તેનાથી વજન ઝડપથી ઉતરી જાય છે. કેમ કે, મલ્ટીગ્રેન લોટમાં ફાયબર્સ વધારે હોય છે. તેથી બધા મિક્સ અનાજના લોટની રોટલી ખાવાથી વજન ઉતારવામાં મદદ કરે છે.

લીલા શાકભાજી-

લીલા શાકભાજી ખાવાથી પણ જલ્દી વજન ઓછું થાય છે. દરરોજ 1-2 વાટકી પાલક, બ્રોકલી, ટિંડા, દૂધી, ભીંડા જેવા ફાયબરથી ભરપૂર શાક ખાવા જોઈએ. લીલા શાકભાજીમાં કેલરી ઓછી હોય છે અને ન્યૂટ્રિઅન્ટસ વધારે હોય છે જે ઝડપથી વજન ઓછું કરવામાં મદદ કરે છે.

સલાડ-

ઉનાળામાં કાકડી ખાવાથી અનેક ફાયદા થાય છે. ગરમીમાં દરરોજ ડિનરમાં કાકડી, ગાજર, ડુંગળી મિક્સ કરીને સલાડનું સેવન કરવું. સલાડ ખાવાથી જલ્દીને પૂરતા પ્રમાણમાં પોષક તત્ત્તવો પણ રહેસા હોય છે. તેમજ કેલરી ઓછી હોવાથી પેટ જલ્દી ભરાય જાય છે. સલાડમાં રહેલાં ફાયબર્સ ડાઈજેશન સારું થશે.

દહીં-

દરરોજ રાતે દહીં ખાવાથી અનેક ફાયદા થાય છે તેમજ સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તેમજ રાતે દહીં ખાવાથી કોઈ નુકસાન પણ નથી થતું. ડિનરમાં 1 વાટકી તાજું દહીં જરૂરથી ખાવું. દહીમાં રહેલાં બેક્ટેરિયા ડાઈજેશન સુધારવામાં મદદ કરે છે. તેમજ તે વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે.

મસાલા-

રાતના ભોજનમાં તજ, કાળા મરી, આદુ, હળદર, જીરું, રાઈ, જેવા મસાલાનો ઉપયોગ કરવો. કેમ કે, મસાલા ફેટ બર્નિગ પ્રોસેસને તેજ કરે છે. તેનાથી વજન જલ્દી ઓછું થઈ જાય છે. તેમજ વધારાની ચરબી પણ ઓછી થઈ જાય છે.

પપૈયું-

દરરોજ રાતે ભોજન કરતા પહેલાં 1 વાટકી પપૈયું ખાવું, તેમજ તરબૂચ અથવા શક્કરટેટીનું સેવન કરવું. તેનાથી ઉનાળામાં શરીરને ઠંડક મળશે. તેમજ તેનું સેવન કરવાથી ભૂખ પણ ઓછી લાગશે. આ ફ્રૂટમાં ફેટ અને કેલરી ઓછી માત્રામાં હોય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

છાશ-

ઉનાળામાં છાશ અમૃત છે પીણું છે. તેમજ છાશ લો કેલરી ડ્રિંક છે. જીરું, સિંધવ મીઠું અને કાળા મરીનો પાઉડર નાંખીને છાશ પીવાથી ઘણા ફાયદા થાય છે. તેમજ ઉનાળામાં શરીર પણ સ્વસ્થ રહે છે. તે કોમ્બિનેશન ડાઈજેશન માટે એકદમ બેસ્ટ છે. તેનાથી ગેસ અને એસિડિટીની સમસ્યા નથી થતી.

ગ્રીન ટી-

દરરોજ રાતે ભોજન કર્યા બાદ ખાંડ અને દૂધ વગરની એક કપ ગ્રીન ટી પીવી. તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટસ મેટાબોલિઝમ તેજ કરે છે. તેનાથી જલ્દી વજન ઓછું થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ