અહિયાં લાડુની પ્રસાદી લેવા લાગે છે લાઈન, જાણો શું છે ખાસ આ જગ્યાએ…

સાઉથ ઈન્ડિયાના મંદિરોની સુંદરતા જોવા માટે વર્ષભર દેશવિદેશથી લોકો આવે છે. ભારતના દક્ષિણમાં સ્થિત તિરુપતિ બાલાજી મંદિર દુનિયાભરમાં લોકપ્રિય છે. આ મંદિર ન માત્ર વાસ્તુકલા માટે પ્રસિદ્ધ છે, પરંતુ અહીંના ચમત્કાર પણ લોકોને આશ્ચર્યચકિત કરે છે. ભગવાન વેંકટેશ્વરનું તિરુપતિ બાલાજીનું આ મંદિર આ જ સુંદર મંદિરોમાંથી એક છે. અહીં લોકો ન માત્ર તેની સુંદરતા જોવા આવે છે, પરંતુ માથું ટેકવા પણ આવે છે. તેમજ અહીં પ્રસાદના રૂપમાં મળતા લાડુને ખાવા માટે પણ દુનિયાભરના લોકો આવે છે. તેને ભારતના સૌથી અમીર મંદિરોમાંનું એક માનવામાં આવે છે.

શું છે મંદિરની કહાની

કહેવાય છે કે, સન 1600માં મંદિરને 12 વર્ષ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું અને રાજાએ 12 લોકોને મારીને દિવાલ પર લટકાવી દીધા હતા. તે લોકોએ કોઈ ભૂલ કરી હતી, જેના પર ક્રોધિત થઈને રાજાએ તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. માન્યતા છે કે તે સમયે ભગવાન વેંકટેશ્વર પ્રકટ થયા હતા. તિરુપતિ બાલાજી મંદિર વિશે એક ખાસ માન્યતા પણ પ્રચલિત છે કે આ મંદિરની યાત્રા કોઈ શ્રદ્ધાળુ ત્યારે જ પૂરી કરી શકે છે, જ્યારે તે ભગવાન વેંકેટેશનના પત્ની પદ્માવતીના દર્શન કરે છે. દેવી પદ્માવતીને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તિરુપતિથી મા પદ્માવતીનું મંદિર 5 કિલોમીટર દૂર આવેલું છે.

તિરુપતિ બાલાજી મંદિરની રસોઈ છે ખાસ

તિરુપતિ બાલાજીની રસોઈઘરમાં રોજ હજારો-લાખો ભક્તો માટે પ્રસાદ બને છે. અહીં પર પ્રસાદના રૂપમાં રોજ 3 લાખ લાડુ બનાવવામાં આવે છે. સાથે જ ભંડારમાં લાખો લોકો માટે ખાવાનું બનાવવામાં આવે છે, જેને અહીં આવનારા શ્રદ્ધાળુઓને આપવામાં આવે છે.

300 વર્ષ જુના છે અહીંના લાડુનો ઈતિહાસ

મંદિરથી આવતા ભક્ત અહીંથી પ્રસાદના રૂપમાં લાડુ લઈ જાય છે. તિરુપતિમાં જે લાડુ મળે છે, તેમને કિશમિશ, બેસન, કાજુ, ખાંડ, ઈલાયચી વગેર વસ્તુઓની સાથે મળીને બનાવવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ લાડુને તમે ત્રણ મહિના સુધી ખાઈ શકો છો. કારણ કે તે ત્રણ મહિના સુધી ખરાબ થતા નથી. અહીંના કેટલાક ગણતરીવાળા રસોઈયાઓને જ તેને બનાવવાની જવાબદારી આપવામાં આવી છે. આ તમામ રસોઈયાઓ મંદિરના ગુપ્ત રસોઈમાં લાડુઓને તૈયાર કરે છે.

લાડુ માટે લેવી પડે છે ટિકીટ

જો તમે ઓછા સમયમાં અને જલ્દીથી મંદિરમાં દર્શન કરવા માંગો છો ? તો તિરુપતિ બાલાજી મંદિરમાં ખાસ સુવિધા ઉપલબ્ધ છે. આ મંદિરમાં તમે 300 રૂપિયાનું તાત્કાલિક દર્શનવાળી ટિકીટ મળી જાય છે. આ લોકોને બે લાડુ પ્રસાદમા ફ્રીમાં આપવામાં આવે છે, અને જે લોકો લાઈનમાં લગાવીને દર્શન કરે છે તેમને પોતાની ઈચ્છા અનુસાર લાડુ ખરીદવા પડે છે.

લાડુની રસોઈ પણ છે ખાસ

બાલાજીમાં દરરોજ તાજા લાડુ બનાવવામાં આવે છે. અહીં પર રોજ અંદાજે ત્રણ લાખ લાડુ તૈયાર કરવામાં આવે છે. લાડુ બનાવવા માટે એક ખાસ રસોઈઘર બનાવવામાં આવ્યું છે. તેમને બનાવનારા રસોઈયા પણ અલગ છે. અહીં આ ગુપ્ત રસોઈઘરને પોટુ કહેવામાં આવે છે. આ જગ્યા પર મંદિરના પૂજારી અને કેટલાક ખાસ લોકોને જ આવવાની પરમિશન હોય છે. બાકીના લોકોને અહીં પ્રવેશ મળતા નથી મળતો. અહીં પર સાફ-સફાઈનું બહુ જ ધ્યાન રાખવામાં આવે છે.


લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ અને જાણવા જેવી માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ