વેક્સિનેશન બંધ થવાથી ચિંતા ન કરતાં, પહેલો ડોઝ લીધા બાદ ત્રણ મહિનામાં બીજો ડોઝ લેવો હિતાવહ, નિષ્ણાંતોએ આપી સલાહ

હાલમાં કોરોનાનો પ્રકોપ ચારેકોર ફાટી નીકળ્યો છે. ત્યારે લોકો ટપોટપ મરી પણ રહ્યા છે. જો કે બીજી બાજુ વેક્સિનેશન પણ એ જ ગતિથી શરૂ છે. ત્યારે હાલમાં એક ખરાબ સમાચાર સામે આવ્યા હતા કે અમદાવાદ સહિત ઘણા શહેરોમાં રસી ખૂટી પડતા હાલમાં 45થી વધુ વયના લોકોનું વેક્સિનેશન બંધ કરી દેવાયું છે. ત્યારે પહેલો ડોઝ લઇ ચૂકેલા શહેરીજનો બીજા ડોઝને લઇને ચિતાં કરી રહ્યા છે અને મનમાં અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. તો આ વિશે વાત કરતાં નિષ્ણાતો પાસેથી રસીને લગતી માહિતી સામે આવી છે જે દરેક માટે ઉપયોગ સાબિત થઈ શકે છે.

image source

સૌથી પહેલા વાત કરીએ તો કેટલા દિવસ પછી બીજો ડોઝ સારો તો નિષ્ણાંતો જણાવે છે કે કોરોનાની રસીનો પહેલો ડોઝ 60 ટકા અને બીજો ડોઝ 90થી 94 ટકા જેટલી સલામતી આપે છે. જો કે પહેલા ડોઝની ખૂબ સારી અસર એટલે કે રોગ પ્રતિકારક શક્તિ 30 ટકા લોકોમાં આવી હોવાના અભ્યાસ થયા છે. જ બીજો ડોઝ 28થી 45 દિવસ અને કોવિશિલ્ડ 4થી 8 અઠવાડિયામાં લઇ શકાય. બીજો ડોઝ સહેજ મોડો લેવાથી કેટલાક તંદુરસ્ત વ્યક્તિઓને ફાયદો થાય છે. બીજો ડોઝ 12 અઠવાડિયાં એટલે કે 3 મહિનામાં લઇ લેવો જોઇએ. બીજી તરફ આપણું શરીર પહેલી રસીની યાદદાસ્ત રાખે છે તેવી ઇમ્યૂનોલોજિકલ મેમરી અંગે કોઇ નક્કર અભ્યાસ થયા નથી.

image source

આ સાથે જ જો વાત કરીએ કે ગર્ભવતી મહિલાઓ માટે નિષ્ણાંતો શું કહે છે તો ગર્ભવતી મહિલા માટે કોરોના વેક્સિન લેવી હિતાવહ નથી. કારણ કે કંપનીઓએ કોઇ પરીક્ષણ કર્યાં નથી. જો કે જાણકારી મુજબ જે ગર્ભવતી મહિલાઓએ આવી સંમતિ આપી હતી તે મહિલાઓને કોઇ આડઅસર પણ નથી થઈ એવી એક માહિતી પણ બહાર આવી છે. આ સાથે જ એક્સપર્ટ જણાવે છે કે વાઇરસ સક્રિય રહેવા પોતાના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરે છે, પણ સાથે જ તે લાંબું ટકતો નથી. જો લોકોએ રસી લીધેલી હોય તો તે જે સ્ટ્રક્ચર (લોકોના શરીર)માં પ્રવેશી શકતો નથી અને પોતાના માળખામાં ફેરફાર કરવા છતાં તે પ્રવેશી શકતો નથી અને છેવટે મરી જાય છે. સરવાળે વાત કરીએ તો રસી લેવી ખુબ જરૂરી છે.

image source

ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર બેકાબૂ બની ગઈ છે. 3 દિવસ સતત કેસોમાં ઘટાડો આવતા મંગળવારના રોજ ફરીથી નવા સંક્રમિત કેસોના આંકમાં વધારો નોંધાયો છે. ભારત દેશમાં ગત 24 કલાકમાં 3 લાખ 82 હજાર 847 નવા સંક્રમિતો સામે આવ્યા હતા.

image source

આ આંક અમેરિકામાં પ્રતિદિવસ સામે આવતા કેસો કરતા 9 ગણો વધારે છે. ત્યાં ગત દિવસે 42,354 સંક્રમિત દર્દીઓ મળી આવ્યા હતા. બીજી બાજુ કોરોનાને પરિણામે મૃત્યુઆંકમાં પણ ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. દેશમાં ગત 24 કલાકમાં 3,783 લોકોના મોત થયા છે. આ આંક એક દિવસમાં મૃત્યુ પામતા લોકોમાં સૌથી વધુ છે. રાહતની વાત એ રહી કે 3.37 લાખ દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને સાજા થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!