સોનુ સૂદે ટ્વીટ કરીને ફેન્સને ચોંકાવી દીધા, કહ્યું-એ મરી રહ્યાં છે, કોઈ વ્યવસ્થા નથી, એક જ દિવસમાં 27538 લોકો…

કોરોના વાયરસ મહામારી હવે ભારતમાં કાબુ બહાર જઈ રહી છે. દેશનાં દરેક ખૂણામાંથી ખુબ જ મોટી સંખ્યામાં કેસો આવી રહ્યા છે. પહેલી લહેર કરતાં વાયરસે બીજી લહેરમાં વધારે કહેર મચાવ્યો છે. લોકો આર્થિક સંકડામણમાં ફસાયા છે. આવી સ્થિતિમાં મદદ પણ માટે અનેક લોકો સામે આવ્યા છે. કોરોના કાળમાં મદદ માટે સતત સક્રિય રહેનારા એક વ્યક્તિની અહીં વાત થઈ રહી છે. મળતી માહિતી મુજબ સોનુ સૂદ સતત લોકોની મદદ કરી રહ્યો છે. આ વચ્ચે ફરી એકવાર તે સોશિયલ મીડિયા પર એક્ટિવ દેખાયો છે અને લોકોની મદદ કરી રહ્યો છે.

image source

આ સમયે સોનુ સૂદનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હોસ્પિટલો, બેડ અને ઓક્સિજનની અછત જેવી બાબતોથી ભરેલ છે. સોનુ સૂદને આ સબંધે ટ્વીટ પણ કર્યું છે. આ સિવાય એક ઇન્ટરવ્યુમાં તેણે દેશમાં હેલ્થકેર સિસ્ટમના ફેલિયર પર સવાલો કર્યા છે. આ દરમિયાન તેણે એક વાત ખુબ જ સ્પષ્ટ રીતે જણાવી હતી કે લોકો ઓક્સિજનની અછતને કારણે મરી રહ્યાં છે કોરોના વાયરસને કારણે નહી. અભિનેતા સાથે થયેલી વાતચીતમાં તેણે એક અન્ય વાત જણાવી હતી કે હાલની સ્થિતિમાં તેને એક દિવસ સોશિયલ મીડિયાના દ્વારા મદદ માંગનારા લોકોની સંખ્યાનો આંકડો 27થી વધુ હતો.

તેણે કહ્યું હતું કે આ હવે બંધ થવું જોઈએ. સોનુ સૂદે બરખા દત્તને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે દિલ્હીમાં ઓક્સિજનની કમી છે. હોસ્પિટલમાં બેડ્સની કમી છે. આ સાથે પોતાનાં પ્રિય વ્યક્તિનાં અવસાન બાદ લોકો ઘણી માનસિક તકલીફથી પણ ગુજરી રહ્યાં છે.

image source

સોનુ સૂદે આગળ વાત કરતાં જણાવ્યું હતું કે મારું દિલ આ હાલત જોઈને તુટી જાય છે. આ સમયે જે લોકો આર્થિક અને સામાજિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યાં છે તેને કઈ પણ સગવડતા નથી મળી રહી. તે આગળ કહે છે કે મારા માતા-પિતા હવે આ દુનિયામાં નથી રહ્યાં પણ તેમની શીખવેલું હું બધું કરવા માંગુ છું. પોતાનાં માતા-પિતાને યાદ કરતાં તેણે કહ્યું કે હું કેટલીક વખત વિચારું છું કે સારું છે મારા માતા પિતા હવે નથી રહ્યાં કરણ કે તે બીમાર થયા હોત અને મદદ વગર હોત તો હું પણ આ રીતે દોડતો હોત.

image source

સોનુ સુદએ હાલની પરિસ્થિતિની ગંભીરતા પર વાત કરતા જણાવ્યું હતું કે અમે એક લાખ લોકોને બેડ ન મળવાના કારણે મોત થયું છે. કલ્પના કરો કે જો આપણા પાસે એક લાખ અને બેડ હોત તો તે લોકોની આજે જીવતાં હોત. તે લોકો મરી રહ્યાં હતાં કારણ કે તેમને યોગ્ય સમયે ઈલાજની વ્યવસ્થા મળી શકી નહી.

image source

ખરેખર કયાં દેશમાં રહે છે લોકો? સોનુ સુદ સોમવારે તેની સોશિયલ મીડિયાની પર દુઃખ સાથે લખ્યું હતું કે માત્ર એક જ દિવસમાં બેડ, ઓક્સિજન અને દવાઓની મદદ માટે તેમને 27,538 અપીલ આવી છે. તેણે આ મદદ માંગનારા લોકો વિશે માહિતી આપતા કહ્યું હતું કે 70 ટકા દિલ્હી અને 20 ટકા ઉત્તર પ્રદેશ અને 10 ટકા ભારતભરમાંથી મદદ માટે અપીલ આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!