બોલીવુડની આ અભિનેત્રીઓ છે સિંગલ મધરની મિસાલ, જે એકલા હાથે બાળકોનો કરે છે ઉછેર

ફિલ્મી કલાકારો હોય કે સામાન્ય લોકો, સિંગલ પેરેન્ટ્સની જવાબદારી નિભાવવી કોઈની પણ માટે મુશ્કેલ હોઇ શકે છે. બાળકોને માતાપિતા બંનેનો પ્રેમ આપવો એટલું પણ સરળ નથી જેટલું સાંભળવામાં સરળ લાગે છે. આ બધાની વચ્ચે ઘણી એવી બૉલીવુડ અભિનેત્રીઓ છે જેમને અભિનયની સાથે સાથે અસલ જિંદગીમાં સિંગલ મધરની પણ ભૂમિકા ભજવી અને ખૂબ જ સારી રીતે પોતાના બાળકોનો ઉછેર કર્યો. આ કલાકારો સામાન્ય લોકો માટે પણ પ્રેરણા છે તો ચાલો જાણી લઈએ એવી જ અભિનેત્રીઓ વિશે જેમને એકલે હાથે પોતાના બાળકોનો ઉછેર કર્યો છે.

સારીકા.

image source

કમલ હાસનની બીજી પત્ની અને અભિનેત્રી સારીકાએ પોતાના લગ્ન પહેલા દીકરી શ્રુતિ હાસનને જન્મ આપ્યો હતો. શ્રુતિનો જન્મ 1986માં થયો હતો જેના બે વર્ષ પછી સારીકા લગ્ન બંધનમાં બંધાઈ. લગ્ન પછી દીકરી અક્ષરાનો જન્મ થયો. કમલે વર્ષ 2004માં સારીકાને ડિવોર્સ આપી દીધા એ પછી એ પોતાની બંને દીકરીઓ સાથે રહેવા લાગી અને સિંગલ મધર તરીકે બંને દીકરીઓનો ઉછેર કર્યો.

પૂનમ ધીલ્લોન.

image source

દિગગજ અભિનેત્રી પૂનમ ધીલ્લોન પણ અસલ જિંદગીમાં એક સિંગલ મધર છે. એમને ફિલ્મ નિર્માતા અશોક ઠકેરિયા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી એમને બે બાળકો થયો, દીકરી પાલોમાં અને દીકરો અનમોલ. અશોકથી અલગ થયા પછી પૂનમે પોતાના બાળકોનો જાતે જ ઉછેર કર્યો.

નીના ગુપ્તા..

image source

નીના ગુપ્તા અને વેસ્ટઇન્ડિઝના પૂર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડસની લવ સ્ટોરી વિશે તો બધાને ખબર જ છે. વિવિયનથી નિનાને દીકરી મસાબા થઈ. નિનાએ વિવિયન સાથે લગ્ન નથી કર્યા. એમને એકલા જ મસાબાનો ઉછેર કર્યો અને આજે મસાબાનું નામ મોટા ફેશન ડિઝાઈનરના લિસ્ટમાં સામેલ છે.

કરિશ્મા કપૂર.

image source

વર્ષ 2003માં કરિશ્માએ દિલ્લીના રહેવાસી બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. જો કે બન્ને વચ્ચે બધું સારું ન રહ્યું અને 11 વર્ષ પછી એમનો ડિવોર્સ થઈ ગયો. પતિથી અલગ થઈ ગયા પછી કરિશ્મા કપૂર પોતાના બંને બાળકોને એકલે હાથે જ ઉછેરી રહી છે.

સુસ્મિતા સેન.

image source

45 વર્ષીય સુસ્મિતા સેન બધા માટે એક મિસાલ છે. એમને હજી સુધી લગ્ન નથી કર્યા. 25 વર્ષની ઉંમરમાં સુસ્મિતાએ પહેલી દીકરી રેનેને દત્તક લીધી હતી. વર્ષ 2010માં એમને બીજી દીકરી અલીશાને દત્તક લીધી. સુસ્મિતા સેન પોતાની બંને દીકરીઓ સાથે રહે છે અને એમનો સિંગલ મધર તરીકે ઉછેર કરી રહી છે.

અમૃતા સિંહ.

image source

સૈફ અલી ખાનની પૂર્વ પત્ની અમૃતા સિંહના બે બાળકો છે, સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન. સૈફ અલી ખાનથી અલગ થયા પછી બન્ને બાળકોનો ઉછેર અમૃતા સિંહે એકલે હાથે જ કર્યો છે. એ બાળકો સાથે અલગ ઘરમાં રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!