આ ઘરગથ્થુ નુસખાઓ ટાલમાં પણ ઉગાડે છે વાળ, અજમાવી જુઓ તમે પણ

થોડા સમય પહેલા બોલીવુડ ફિલ્મ “બાલા” આવી હતી. આ ફિલ્મમાં ખરતા વાળને કારણે યુવાનીમાં જ ટાલ પડી જાય છે જેની વ્યથા બતાવવામાં આવી છે.

image source

આપણા સમાજમાં આ એક હકીકત છે. કોઈ પણ વ્યક્તિની પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવી દે છે કાળા ઘટ્ટ વાળ. પરંતુ જ્યારે આ વાળ ખરવા લાગે અને વ્યક્તિ ટકલાપણાં તરફ આગળ વધે ત્યારે એનો આત્મવિશ્વાસ ઓછો થવા લાગે છે અને પર્સનાલિટી પણ ઓછી પડવા લાગે છે.

સામાન્ય રીતે જોઇએ તો રોજના 100 વાળ ખરવા એ કોઈ ચિંતાનો વિષય નથી પણ જો રોજના 100 થી વધુ વાળ ખરવા લાગે તો સમજી લેવું કે આ ટાલ પાડવાની નિશાની છે અને આ ચિંતાની વાત છે એને અવગણવી નહીં.

image source

અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે ટકલાપણું સ્ત્રીઓની તુલનામાં પુરુષોમાં વધુ જોવા મળે છે. આનું કારણ છે ખરાબ જીવન શૈલી,વાતાવરણ,દારૂ,કોફી,ચા,સ્મોકીંગ,મસાલેદાર ભોજન અને જંક ફૂડ જેવા ખાદ્ય પદાર્થ હોઈ શકે છે.

શરીરમાં પિત્તવધુ પ્રમાણમા થાય તો એની સીધી અસર વાળ પર પડે છે. આટલું જ નહીં હેરિડિટી અને હોર્મોન્સ ને લગતી સમસ્યા પણ પુરુષોમાં ટકલાપણાના નોંતરે છે.

image source

જો તમે પણ ધીરે ધીરે ટકલાપણા તરફ જઈ રહ્યા છો તો આ ખાસ વાતોનુ ધ્યાન જરૂરથી રાખો અને એનો અમલ પણ કરો. આ ટિપ્સની મદદથી તમે ખરતા વાળની ઝડપને ઘટાડી શકો છો અને આની મદદથી નવા વાળ પણ ઉગવા લાગશે.

-દિવેલનું તેલ

તમારા માથામાં જ્યાં વાળ ઓછા થવા લાગે ત્યાં દિવેલનું તેલ,જેતૂનનું તેલ,નારિયળ તેલ,અને બદામનું તેલ લઈ એમાં જૂટના બીજ (કરિયાણાની દુકાને મળશે)મિક્સ કરીને માલિશ કરો. અઠવાડિયામાં બે વખત આનાથી માલિશ કરો.

image source

વાળ ઉતરતા ઓછા થશે. માઇલ્ડ શેમ્પુથી જ વાળ ધોવો, હાર્ડ શેમ્પૂ વાળના મૂળમાં નુકશાન પહોંચાડે છે. જ્યારે વાળ ભીના હોય ત્યારે એમાં નારિયલની તેલ લગાવો. આમ કરવાથી વાળ અને ખોપરી નરમ રહેશે અને ડ્રાયનેસના કારણે વાળ ઉતરતા ઓછા થશે.

-ત્રિફલા ચૂર્ણ

image source

રોજ સવારે ખાલી પેટ(નયળા કોઠે)અડધી ચમચી ત્રિફલા ચૂર્ણ મધ જોડે મિક્સ કરીને ખાવાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે. આના માટે જરૂરી છે આવું સળંગ ત્રણ મહિના સુધી કરવું અને વાળને નિયમિત રીતે કટિંગ કરાવતા રહેવું.

-ડુંગળીનો રસ

image source

ડુંગળીનો ઉપયોગ માત્ર ખાવામાં જ નહીં વાળને પોષણ આપવાનું પણ કામ કરે છે. ખાસ કરીને ડુંગળીનો રસ વાળ માટે ખૂબ સારો માનવમાં આવે છે. મિકસેરમાં ડુંગળીનો રસ કાઢીને એને રૂ ની મદદથી એને વાળના મૂળમાં લગાવો.અને અડધો કલાક પછી નવશેકા પાણીથી વાળ ધોઈ લો. શક્ય હોય તો માઇલ્ડ શેમ્પૂનો જ ઉપયોગ કરો.

-નારિયલનું દૂધ

image source

જેમ નારિયલનું તેલ વાળ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે એવિ જ રીતે નારિયલનું દૂધ પણ વાળ અને માથા માટે સારું ગણાય છે. નારિયલના દૂધમાં બે ચમચી આમળાનું તેલ મિક્સ કરો અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો.

પછી આને વાળના મૂળમાં લગાવો અને અડધો કલાક રહેવા દો. આના પછી માઇલ્ડ શેમ્પુથી વાળ ધોઈ લો. આનાથી વાળના મૂળ સુધી નરમાશ પહોંચે છે અને વાળ ખરતા બંધ થઈ જાય છે.

-જામફળ ના પત્તા

image source

જામફળના પત્તા નવા વાળ ઉગાડવામાં મદદ કરે છે. થોડાક જામફળના પત્તા લો અને એને પાણીમાં ઉકાળો હવે જ્યારે આ પાણી કાળું થઈ જાય ત્યારે એને ઉતારીને ઠંડુ પાડી લો. અને હવે આને એ ભાગ ઉપર લગાવો જે ભાગ પરના વાળ ખરી ગયા હોય. દસ પંદર મિનિટ પછી વાળ ધોઈ લો. આ પ્રોસેસ નવા વાળ ઉગાડવામાં મદદરૂપ થાય છે.

-ભૃંગરાજ નું તેલ

image source

આમ જોઇયે તો બજારમાં ઘણા બધા પ્રકારના આયુર્વેદિક તેલ મળે છે પણ ભૃંગરાજ ના તેલની માલિશ કરવાથી નવા વાળ ઉગવામાં મદદ મળે છે એવું માનવમાં આવે છે. હકીકતમાં જોઇયે તો ભૃંગરાજ એક જાડી બુટ્ટી છે જેમાં વાળને ઉગાડવાની તાકાત હોય છે , જો આના તેલની નિયમિત રીતે માલિશ કરવામાં આવે તો માથામાં ફરીથી વાળ આવી શકે છે.

-લીમડાનું તેલ

image source

લીમડાનું તેલ ખરતા વાળને રોકવાનું કામ કરે છે પરંતુ આને માથામાં નથી લગાવવાનું. લીમડાના તેલના ચાર ટીપાં રોજ રાત્રે નાક અને કાનમાં નાખવાથી ફ્લેપ્સ ખૂલી જાય છે આ ફ્લેપ્સ જ છે વાળના મૂળ માથી જ ગ્રોથને રોકે છે લીમડાનું તેલ લગાવવાથી આના પર અસર થાય છે અને આ ફ્લેપ્સ ખૂલી જાય છે.

-મેથીના દાણા

image source

મેથીના દાણામાં વાળને વધારવાના હોર્મોન્સ વધારવાની ક્ષમતા હોય છે. મેથીના દાણાને પીસી લો અને પછી આને વાળમાં લગાવો આ વાળનો ગ્રોથ કરતાં હોર્મોન્સને જગાડે છે અને વાળ વધે છે. બીજી બાજુ જોઇયે તો મેથીને રોજે કોઈ ને કોઈ રીતે ઉપયોગમાં લેવાથી વાળનો ગ્રોથ વધે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ