IRCTC જાપાન ફરવા માટે લાવ્યુ છે જોરદાર ઓફર, જાણો અને કરો ફરવાનું પ્લાનિંગ

IRCTC લાવ્યું છે જાપાન ફરવાની ઉત્તમ તક, ફરી શકશો રળિયામણા જાપાન દેશમા

ભારતીયો હવે માત્ર યુરોપ અમેરિકા જ નહીં પણ જાપાનના કુદરતી સૌંદર્યમાં પણ રસ ધરાવતા થયા છે. આજે ભારતમાંથી ઘણા લોકો વિદેશ પ્રવાસ માટે જાપાન પર પણ પોતાની પસંદગી ઉતારી રહ્યા છે.

જાપાન ચોથા નંબરનો ચારે બાજુએથી પાણીથી ઘેરાયેલો દેશ છે. અને તેમાં 6852 ટાપુઓ આવેલા છે. જાપાનના લગભગ પોણા ભાગ પર પહાડો ફેલાયેલા છે. અહીં સક્રીય જ્વાળામુખી પણ છે અને ગરમ પાણીના અસંખ્ય ઝરા પણ છે અને સુંદર જંગલો પણ છે.

image source

જો તમે પણ જાપાનના કુદરતી સૌંદર્યને માણવા માગતા હોવ અને હવે પછી વિદેશ પ્રવાસનું તમારું કોઈ પ્લાનીંગ હોય તો IRCTC એક ખુબ જ સારી ઓફ લાવ્યું છે.

ચાલો જાણીએ શું છે આ ઓફર

image source

IRCTC એ પોતાના આ પેકેજનું નામ આપ્યું છે જોય્ઝ ઓફ જાપાન. આ પેકેજ છ રાત અને સાત દિવસનું છે. આ પેકેજમાં પ્રવાસીઓને સવારનો નાશ્તો, બપોરનું ભોજન અને સાંજનું ભાણું આપવામાં આવશે. IRCTCની વેબસાઇટ પ્રમાણે આ ટૂર 2021ના 26 ફેબ્રુઆરીએ શરૂ થશે.

આ ટૂરની શરૂઆત મુંબઈ એરપોર્ટ પર શરૂ થશે. આ પેકેજ હેઠળ પ્રવાસીઓ જાપાની રાજધાની ટોક્યો ઉપરાંત, માઉંટ ફૂજી, હિરોશિમા, ઓસાકા, ક્યોટોની સફર પણ કરશે.

image source

આવતા વર્ષે એટલે કે 2021ના ફેબ્રુઆરી મહિનાની 26મી તારીખે રાત્રે 10 વાગે મુંબઈથી ટોક્યોની ફ્લાઇટમાં પ્રવાસીઓ પોતાનો પ્રવાસ શરૂ કરશે. લગભગ 11-12 કલાકમાં પ્રવાસીઓ ટોક્યોના એરપોર્ટ પર લેન્ડ કરશે.

ટોક્યો શહેરમાં ફર્યા બાદ પ્રવાસીઓને માઉંટ ફૂજી, હિરોશિમા, ઓસાકા જેવા જાપાનના જાણીતા સ્થળોએ ફેરવવામાં આવશે અને છેવટે તેમને ક્યોટો લાવવામાં આવશે. 3 માર્ચે સવારે ટોક્યોથી 11.45ની મુંબઈ તરફ આવતી ફ્લાઇટમાં પ્રવાસીઓ ભારત પરત ફરશે. જે સાંજે 6.25 કલાકે મુંબઈમાં લેન્ડ થશે.

image source

આ પ્રવાસનો ખર્ચ પણ જાણી લો

જો તમે આ પ્રવાસ એકલા કરવા માગશો તો તમને તે કદાચ મોંઘું પડશે પણ જો તમે બે કરતાં વધારે વ્યક્તિ હશો તો પ્રવાસ તમને પ્રમાણમાં સસ્તો પડશે.

એક વ્યક્તિ માટે આ પેકેજ 2,06,000 રૂપિયા છે.

image source

બે વ્યક્તિ માટે આ પેકેજ 1,72,000 રૂપિયા પ્રતિ વ્યક્તિ પડશે.

ત્રણ વ્યક્તિ માટે પણ આ પેકેજ 1,72,000 રૂપિયા પ્રતિ વ્યક્તિ પડશે.

જો તમે પરિવાર સાથે પ્રવાસ કરવા માગતા હોવ તો જઈ શકો છો પણ નાના છોકરાઓ માટે કોઈ જ રાહત આપવામાં નહીં આવે. તેમનું પેકેજ પણ તમારે પુરું જ ખરીદવું પડશે.

image source

બે વર્ષથી 11 વર્ષના બાળકનું પેકેજ 1,72,000 રૂપિયામાં પડશે. જેમાં તમને બાળકની એક્સ્ટ્રા બેડ મળશે પણ જો બાળકની એક્સ્ટ્રા બેડ તમે નહીં લો તો તમને બાળકનું પેકેજ 1,38,000 માં પડશે.

આ ટૂર માટે તમે IRCTCની સાઇટ પર પણ વધારાની માહિતી લઈ શકો છો. અને અન્ય ટૂર પેકેજ વિષે પણ સર્ચ કરી શકો છો. 2021ની આ ટૂર માટે IRCTCએ આ પેકેજ ઘણું વહેલું એટલા માટે જાહેર કર્યું છે કારણ કે લોકો અગાઉથી બધું પ્લાન કરી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ