ત્વચાને અનુરૂપ કેવી રીતે કરશો મેકઅપ સામગ્રીની પસંદગી

આપણે સૌ આપણા દેખાવ પર અત્રે સજાગ રહીએ છીએ અને એટલે જ આપણા વાળ અને ત્વચાને વિશેષ કાળજી રાખીએ છીએ.
સુંદર દેખાવાનો સૌને ગમે છે. સુંદરતા વધારતા બ્યુટી પ્રોડક્ટ પણ વાપરવાનો મહિમા વધતો જાય છે.
પરંતુ બ્યુટી પ્રસાધન ખરીદતા પહેલા ત્વચાનો પ્રકાર જાણી લેવો જરૂરી છે અને ત્વચાના પ્રકારને અનુરૂપ મેકઅપ પ્રસાધનની પસંદગી કરવી જોઈએ.

ત્વચાને અનુરૂપ મેકઅપ સામગ્રી પસંદ કરવાથી મેકઅપનો ત્વચા પર વિશેષ ઉઠાવ આવે છે અને ત્વચા પણ સૌંદર્ય પ્રસાધનના વપરાશની આડઅસરથી મુક્ત રહે છે.
ત્વચા ત્રણ પ્રકારની હોય છે.ડ્રાય , ઓઈલી અને નોર્મલ.ખાસ કરીને શિયાળામાં ત્વચાની વિશે જાળવણી કરવી પડે છે કારણ કે શિયાળામાં ઠંડી અને પવનને કારણે ત્વચા વધારે સુકી થાય છે ત્યારે મોઈશ્ચરાઈઝર ઓઇલ તથા ક્રીમના ઉપયોગ દ્વારા ત્વચાને હાઈડ્રેટ રાખવી જરૂરી થઈ પડે છે.

પણ આ તમામ સામગ્રીના ઉપયોગ પહેલા ત્વચાનો પ્રકાર જાણી તને કયા પ્રકારનું ક્રીમ અનુકૂળ આવશે એ સમજવું પણ જરૂરી છે.
સ્કિન મુજબ ફાઉન્ડેશનનો ઉપયોગ.
ત્વચા માટે ફાઉન્ડેશન બેઝિક જરૂરિયાત છે.ફાઉન્ડેશનનો ઉપયોગ સ્કિન ટોન ને લગતી સમસ્યા ને ઘટાડે છે.

ચહેરા ઉપર દેખાતા ડાઘ ધબ્બાને ફાઉન્ડેશન કવર કરે છે તેમજ બ્રોંઝર અને હાઈલાઈટર્સ જેવા પ્રસાધનો માટે ત્વચાને બેઝ પૂરો પાડે છે.
ફાઉન્ડેશન ઓઇલ , સિરમ , પાવડર અને લિકવિડ રૂપમાં ઉપલબ્ધ છે.ડ્રાય તેમજ ઓઇલી સ્કિન ધરાવનાર ફાઉન્ડેશન સિરમ નો ઉપયોગ કરી શકે છે.

ફાઉન્ડેશન સિરમ ચહેરા ઉપર વ્યવસ્થિત રીતે એપ્લાય કરી શકાય છે.જ્યારે ઓઇલી સ્કિન ધરાવતા લોકો ફાઉન્ડેશન પાવડરનો ઉપયોગ પણ કરી શકે છે.
વધુ પડતી ડ્રાય સ્કિન ધરાવનાર લિક્વિડ ફાઉન્ડેશન અથવા ફાઉન્ડેશન ઓઇલ ઉપયોગ કરી શકે છે.
મોઈશ્ચરાઈઝર નો ઉપયોગ પણ ત્વચાના પ્રકાર મુજબ કરવો જોઈએ.ત્વચા ના મૂળ તત્વો ને બચાવી રાખવા માટે મોઇશ્ચરાઇઝર મહત્વનું છે.

ડ્રાય સ્કિન ધરાવનારા માટે મોઈશ્ચરાઈઝર મહત્વનું છે જે કુદરતી રીતે જ ત્વચાને હાયડ્રેટ રાખે છે.મોઈશ્ચરાઈઝર માં આવતું એસપીએફ તત્વ ત્વચા માટે લાભકારક છે.
ટિંટેડ મોઈશ્ચરાઈઝર પણ ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે. ટિંટેડ મોઈશ્ચરાઈઝર ત્વચાને કુદરતી રંગ સાથે નિખાર આપે છે.તેને પણ અન્ય મોઈશ્ચરાઈઝર ની જેમ જ ત્વચા ઉપર લગાવવાનું હોય છે.
ટિંટેડ મોઈશ્ચરાઈઝર ત્વચાને રંગ આપે છે.ત્વચા વધુ પડતી ડ્રાય હોય તો રોજિંદા મોઈશ્ચરાઈઝર સાથે તેને મિક્સ કરીને લગાવી શકાય છે.

ગરમ પ્રદેશમાં રહેવાવાળા લોકો ને વધુ પડતા વિવિધ પ્રકારના મોઈશ્ચરાઈઝર ની જરૂર પડતી નથી પરંતુ ઠંડા પ્રદેશોમાં રહેતા લોકો માટે બી બી તથા સી સી ક્રીમ ઉપરાંત ઓઇલી તત્વ ધરાવતા ક્રીમ જરૂરી થઈ પડે છે.
ઓઇલી સ્કિન માટે બીબી ક્રિમ

બી બી ક્રીમ રંગ તત્ત્વો ધરાવતું મોઈશ્ચરાઈઝર છે. સી સી ક્રીમ ની સરખામણીમાં bb cream વધુ અસરકારક સાબિત થાય છે.
એસપીએફ અને એન્ટી ઓક્સિડેન્ટ તત્વો ધરાવતા ક્રીમ માંથી મળતા સ્કીન કેર ને લગતા લાભ પણ bb cream માંથી ઉપલબ્ધ છે.
બી બી ક્રીમ તમામ પ્રકારની ત્વચા માટે ઉપયોગી છે પરંતુ ઓઇલી ત્વચા માટે bb cream વિશેષ ઉપયોગી સાબિત થાય છે.

બી બી ક્રીમ ના ઉપયોગ બાદ ફાઉન્ડેશન ની જરૂર પડતી નથી.બી બી ક્રીમ બધા રંગમાં ઉપલબ્ધ હોતું નથી એ એક માત્ર તેની મર્યાદા છે.
સામાન્ય ત્વચા માટે સી સી ક્રીમ

બી બી ક્રીમ ની સરખામણીએ સી સી ક્રીમ થોડું હળવું છે.ત્વચાના રંગને સુધારવામાં સી સી ક્રીમ ઉપયોગી છે.
સ્કીન ટોન ઉપરાંત હાયપરપિગ્મેન્ટેશન,ત્વચા પર થતા લાલ ચકામાં ઉપરાંત ખીલના ડાઘને ઢાંકવામાં પણ સીસી ક્રીમ નો ઉપયોગ કરી શકાય છે.

સીસી ક્રીમ નો ઉપયોગ ત્વચાને ત્વરિત ચમક પ્રદાન કરે છે. સી સી ક્રીમ ચહેરાને કુદરતી ચમક આપે છે ઉપરાંત ત્વચાને મોઈશ્ચરાઈઝર પણ જાળવી રાખે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ