આ રીતે વધારી દો બ્લોગ પર ટ્રાફિક, થશે અનેક ઘણી કમાણી…

આજકાલ મોટાભાગે નવા બ્લોગર પોતાના બ્લોગ પર ટ્રાફિક કેવીરીતે લાવે? જેનાથી તેઓ ઓનલાઈન કમાણી કરી શકે. આ તકલીફના કારણે તેઓ ખૂબ હેરાન થઈ રહ્યા છે. આજે અમે આપના માટે પોતાના બ્લોગ પર ટ્રાફિક કેવીરીતે વધારવું આ વિષય પર અમારા અનુભવ આપને જણાવીશું. જેનાથી આપ પણ પોતાના બ્લોગ પર ટ્રાફિક વધારી શકો છો.

બ્લોગીંગમાં સૌથી મહત્વની વાત એ છે કે આપ હમેશા નવું શીખો અને તેને પોતાના બ્લોગ પર પ્રયોગ કરતા રહેવું કેમકે જેવું આપ કઈક નવા પ્રયોગો કરશો તેમ આ આપને વધુ સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે.

image source

આપે બ્લોગીંગ ફક્ત વાંચીને નહિ પણ તેને જ્યાં બ્લોગ કરવાના છો ત્યાં પણ જઈને વાંચવી જોઈએ. તેમજ હમેશા પ્રયત્ન કરતા રહેવું તે જ આપની સફળતાનો રસ્તો બનાવશે. અમે આપને બ્લોગ પર ટ્રાફિક કેવીરીતે વધારવું તેના થોડા ઉપાયો આપને જણાવીશું. જેથી આપ આપના નવા કે જુના બ્લોગ પર ટ્રાફિક લાવવું સરળ થઈ જશે.

નવા અને જૂના બ્લોગ પર ટ્રાફિક વધારવાના ઉપાયો.:

અમે આપને બ્લોગ પર ટ્રાફિક વધારવાના ઉપાયોને બે ભાગમાં વેંહચીને જણાવીશું. જેનાથી નવા અને જૂના બ્લોગર છે તેઓને પોતાના બ્લોગના વ્યુઝ કેવીરીતે વધારવામાં મદદ મળી શકશે.

નવા બ્લોગ પર ટ્રાફિક કેવીરીતે વધારવું.:

બ્લોગની થીમ અને ડિઝાઇન પર ધ્યાન આપવું.:

image source

જો આપે નવું બ્લોગ શરૂ કર્યું છે અને વિચારી રહ્યા છો કે ટ્રાફિક કેવીરીતે લાવવો. આપે સૌપ્રથમ બ્લોગની થીમને પ્રોફેશનલી ડિઝાઇન કરવાની રહેશે.

જો આપે પોતાના બ્લોગને વ્યવસ્થિત ડિઝાઇન નહિ કરો તો એનાથી વિઝીટર્સને આપના બ્લોગની ડિઝાઇન પસંદ ના આવવાથી તરત જ બ્લોગ છોડીને જતા રહેશે. આનાથી આપના બ્લોગની બાઉન્સ રેટિંગ વધશે જે બ્લોગની ગૂગલમાં રેટિંગ ખરાબ કરે છે.

-કિવર્ડ રિસર્ચ કરો અને એક મહિનાનું કન્ટેન્ટ તૈયાર રાખવું.:

image source

આપે જે કેટેગરીને ધ્યાનમાં રાખીને બ્લોગ બનાવ્યું છે તેના પર સૌપ્રથમ ક્યાં ક્યાં વિષયો પર લખવાના છો તેના પર આપે કિવર્ડ રિસર્ચ કરવી.

આ સાથેજ બ્લોગને લાઈવ કરતા પહેલા તેની એક મહિનાની કન્ટેન્ટ લિસ્ટ તૈયાર કરી લેવી જોઈએ. ઉપરાંત આપ આપની ઈચ્છા મુજબ દરરોજની બે થી ત્રણ પોસ્ટ મૂકી શકો છો. તેમજ આગલા મહિનાની પણ કન્ટેન્ટ લિસ્ટ તૈયાર કરી શકશો.

– કિવર્ડ રિસર્ચ શુ છે અને તે કેવીરીતે કરવું? :

આપે આપના બ્લોગ પર ટ્રાફિક અને રીડર્સ કેવીરીતે લાવવા એ બાબત પર સર્ચ કરી રહ્યા છો તો આપે સૌપ્રથમ કિવર્ડ રિસર્ચ પર ધ્યાન આપવું જોઈએ.

image source

કિવર્ડ એક પ્રકારનો પ્રશ્ન હોય છે. જે લોકો સર્ચ કરી રહ્યા હોય છે અને તેના વિશે જાણવા ઈચ્છે છે. તો આપે આપની કેટેગરીને લગતા વિષયો માટે કિવર્ડ રિસર્ચ કરવી જોઈએ. આપ કિવર્ડ રીસર્ચ કરવા માટે ગુગલ કિવર્ડ પ્લાનર, કિવર્ડ એવરીવેર ટૂલનો પણ ઉપયોગ કરી શકો છો. આ બંને ટુલ્સ ફ્રી છે.

આપે નવા બ્લોગ માટે ઓછી કોમ્પિટિશન વાળા કિવર્ડની પસંદગી કરવી અને તેને સંબંધિત પ્રશ્નોને પણ તે લિસ્ટમાં સામેલ કરવા. જેનાથી આપના બ્લોગની સર્ચઈંગ સૌથી પહેલા આવે. એનાથી આપના કન્ટેન્ટની ક્વોલિટી પણ સારી માનવામાં આવશે.

ઉદાહરણ તરીકે: જો આપને ‘આપ પાતળા કેવી રીતે થશો’ આની પર જો કન્ટેન્ટ લખવાના હોવ તો એમાં એ પણ સામેલ કરાય કે ‘આપનું વજન ઓછું કેટલા દિવસોમાં થઈ શકે છે?’, કે પછી ‘પાતળા થવા માટે કેવો ડાયટ પ્લાન ફોલો કરવો જોઈએ’, ‘આપ કેટલા દિવસમાં પાતળા થઈ શકો છો’ વગેરે.

image source

આપે કોઈપણ વિષય પર લખવા માટે ગૂગલ સર્ચમાં આપના વિષયની સર્ચ કવેરી નાખવી અને જે સલાહ આવે છે તેને પોતાના કન્ટેન્ટમાં જરૂરથી સામેલ કરવું. આનાથી આપના મુખ્ય કિવર્ડ સિવાય પણ તેનાથી સંબંધિત વિષયથી પણ ટ્રાફિક આવે છે.

આપના બ્લોગને સર્ચ એન્જીન પર સબમિટ કરો.:

જ્યારે આપ પોતાનું બ્લોગ તૈયાર કરી લો છો ત્યારપછી આપ તે બ્લોગને ગૂગલ સર્ચ એન્જીનમાં સબમિટ કરી શકો છો. ગૂગલમાં કેવી રીતે સબમિટ કરવું તે વિશે ગૂગલ પરથી આર્ટિકલ માંથી જાણકારી મેળવી શકાય છે.

પોસ્ટ માટે આપ ગૂગલ ટ્રેન્ડનો ઉપયોગ કરી શકો છો.:

image source

જો આપનો બ્લોગ નવો છે તો શરૂવાતમાં આપ ગૂગલ ટ્રેન્ડના વિષયો પર આપના કન્ટેન્ટને તૈયાર કરી શકો છો. આનાથી આપને પ્રતિદિન નવા નવા વિષયો વિશે જાણકારી મળશે અને એવા વિષયો પર પોતાના કન્ટેન્ટ લખવાથી પણ ટ્રાફિક આવી શકે છે.

સૌપ્રથમ આપ ગૂગલમાં ગુગલ ટ્રેન્ડસ્ લખવું અને તે લિંક જવું. ત્યાં આપને ડાબી બાજુ ક્યાં દેશને ટાર્ગેટ કરવો છે. તે વિકલ્પ મળશે. ત્યારપછી આપે જમણી બાજુ ખૂણામાં આપે ગૂગલ ટ્રેન્ડસ્ પર ક્લિક કરીને ટ્રેન્ડિંગ સર્ચ પર ક્લિક કરવાનું છે.

હવે આપને રિયલ ટાઈમ સર્ચ અને ડેલી ટાઈમ સર્ચની સાથે કેટેગરી પણ દેખાશે. આપ અહીંથી એ જોઈ શકશો કે લોકો શુ સર્ચ કરી રહ્યા છે. આપ તે મુજબ આપના બ્લોગના વિષયો બનાવી શકો છો.

ગુગલ ન્યૂઝની મદદથી પણ ટ્રાફિક વધારી શકાય છે.:

ગૂગલ ન્યૂઝથી હિંદી અને ઈંગ્લીશમાં વિષયો જોઈ શકાય છે અને જો આપે હિન્દી બ્લોગ છે તો ગૂગલ ન્યુઝ હિંદીથી આપના વિષયોને પસંદ કરી શકો છો. ગુગલ ન્યૂઝના વિષયોથી આપ આપના નવા બ્લોગ પર વિઝિટર્સ લાવી શકો છો.

ત્રણ મહિના સુધી પ્રયત્ન કરવા કે આપના નવા બ્લોગ પર ઓછામાં ઓછી ૪૦૦ પોસ્ટ હોય.:

ગુગલ આજકાલ નવી વેબસાઈટ પર ધ્યાન આપી રહ્યું છે તો આપે પણ આપના બ્લોગને ગૂગલમાં એ બતાવવું પડશે કે આપ નકલી પબ્લિશર નથી અને આપે સતત ૩ મહિના સુધી પ્રયત્ન કરતા રહેવાનું છે કે આપની વેબસાઈટ પર ઓછામાં ઓછી ૪૦૦ પોસ્ટ થઈ જાય.

આપની પોસ્ટ ઓછામાં ઓછી છસો થી સાતસો શબ્દની હોવી જોઈએ. જો આપ સતત ત્રણ મહિના સુધી દરરોજ વિષય પબ્લિશ કરશો તો ગુગલ પોતેજ આપના વિષયોને રેન્ક આપશે. આપે ફક્ત એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપના વિષયમાં વારંવાર એક જ કિવર્ડ પર ફોક્સ ના હોવું જોઈએ.

આપે સારી રીતે જોઈને કરીને પોતાના આર્ટિકલને લખવું. પછી તે લખવામાં ઓછામાં ઓછા બે થી ત્રણ કલાક ભલે લાગે. આપની વેબસાઈટ પર સારો વિષય જ રાખવો. જેનાથી આપના વિઝિટર્સને આપની વેબસાઈટ પર ભરોસો થઈ જાય.

આપને આપની બ્લોગ પોસ્ટને અપલોડ કરતા સમયે SEO ટાઇટલ અને મેટા ડિસ્ક્રીપશનને જરૂરથી અપડેટ કરવું જોઈએ.

આપ આ ટિપ્સનો ઉપયોગ કરીને શરૂવાતના ત્રણ મહિના સુધી ટ્રાફિક લાવી શકશો. પણ આપના બ્લોગને લાંબા સમય સુધી કમાણી કરવાનું લક્ષય છે તો અમે આપને એ પણ જણાવા જઇ રહ્યા છીએ કે આપ આપના જુના બ્લોગ પર હાઇ ટ્રાફિક અને વિઝિટર્સ કેવીરીતે લાવવા.

જુના બ્લોગ પર ટ્રાફિક વધારવા માટે શું શું કરી શકાય છે?

જુના બ્લોગ પર હાઈ ટ્રાફિક લાવવા માટે આ ટિપ્સ ફોલો કરી શકો છો. આ ટિપ્સ આપના બ્લોગ પોસ્ટને ટોપ પર લાવવામાં જરૂર મદદ કરશે.

વિષયોને નિયમિત અપડેટ કરતા રહેવું.: આપે આપના બ્લોગની જૂની પોસ્ટને નિયમિત રીતે અપડેટ કરતા રહેવું જોઈએ. ઉપરાંત નવી નવી જાણકારીઓ પણ ઉમેરતા રહેવું જોઈએ. આમ કરવાથી આપના બ્લોગ પોસ્ટની રેન્કિંગ ગૂગલમાં સારી થાય છે. ગૂગલ અપડેટેડ વિષયોને પણ મહત્વ આપી રહ્યું છે.

એક મહિના અનુસાર ૧૦ થી ૨૦ વિષયો પર ઓફ પેજ એસસીઓ કરવું.: આપે આપના બ્લોગને ઓફ પેજ એસસીઓ કરવું જોઈએ. ઓફ પેજ એસસીઓ આપના બ્લોગને ઈન્ટરનેટ પર પ્રમોટ કરવા માટે હોય છે જેના માટે આપે અન્ય વેબસાઈટથી બેકલિંક લેવાની હોય છે.

આપે બેકલિંક બનાવતા ધ્યાન રાખવુ જોઈએ કે જે વેબસાઈટ પર આપ લિંક બનાવી રહ્યા છો તે વેબસાઇટની ડોમેન ઓથોરિટી કેટલી છે અને સ્પેમ સ્કોર શુ છે.

image source

ડોમેન ઓથોરિટી શુ છે.

ડોમેન ઓથોરિટી એ જણાવે છે કે કઈ વેબસાઇટ કે બ્લોગની ગૂગલમાં શુ માન્યતા છે. ડોમેન ઓથોરિટી ૧ થી ૧૦૦ની વચ્ચે કરવામાં આવે છે. જે મોજ ટૂલ દ્વારા આપવામાં આવે છે. જો આપ હાઈ ડોમેન ઓથોરિટી પર લિંક બનાવો છો તો આપની બ્લોગની ઓથોરિટી પણ વધે છે. જેનાથી પોસ્ટની રેન્કિંગ સારી રહે છે જેથી તે ટોપ પર આવે છે.

સોશિયલ મીડિયા પરથી ટ્રાફિક લાવવો.:

આપે આપની વેબસાઈટ અને બ્લોગ માટે જાણીતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાઆગ્રામ, યૂટ્યૂબ અને પિંટ રેસ્ટ પર પણ આપે બ્લોગનું પેજ બનાવવું જોઈએ.

ત્યાં આપ પ્રતિદિન કે પ્રતિ સપ્તાહ વિષયની પોસ્ટ કરીને આપની વેબસાઈટની લિંક જોડીને આપ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી ટ્રાફિક લઈ શકો છો. સોશિયલ મીડિયા વેબસાઈટ પર ટ્રાફિક લાવવાનું એક ખૂબ સારું માધ્યમ છે.

કોરા (Quora)અને અન્ય પ્રશ્ન ઉત્તરવાળી સાઇટ પર એક્ટિવ રહો.:

image source

કોરા પર આપનું અકાઉન્ટ બનાવીને ત્યાં લોકો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના ઉત્તર આપીને આપના બ્લોગ પર ટ્રાફિક વધારી શકાય છે.

જો આપના બ્લોગ પર પણ લોકો દ્વારા કરાયેલ પ્રશ્નોની પોસ્ટ પડી હોય તો આપ કોરામાં તેમના પ્રશ્નોના ઉત્તર આપીને આપની બ્લોગ લિંક શેર કરીને ત્યાંથી પણ ટ્રાફિક લાવી શકાય છે.

કોરા પર શુ ધ્યાન રાખવું.

  • -સૌપ્રથમ કોરાની ગાઈડલાઈન અને નિયમો જરૂરથી વાંચી લેવા.
  • – કોરા પર આપે પ્રશ્નની તપાસ કરવી.
  • -કોઈ પ્રશ્નનો ઉત્તર આપતા સમયે તેમાં કોઈ સ્પેમ કન્ટેન્ટ પોસ્ટ કરવી જોઈએ નહીં.
  • – કોરા પ્લેટફોર્મ પર આપે નિયમિત સમય આપવો.
  • -લોકોનો થોડો ભરોસો આપની પર થઇ જાય અને આપના કન્ટેન્ટ વ્યુઝ આવવા લાગે ત્યારેજ આપે આપની બ્લોગ લિંક આપવાની ત્યાં શરૂ કરવી.

ગેસ્ટ પોસ્ટ કરો.:

ગેસ્ટ પોસ્ટનો મતલબ હોય છે કે કોઈ બીજાના બ્લોગ પર પોતાની પોસ્ટ સબમિટ કરવી. ગેસ્ટ પોસ્ટ માટે આપે કોઈ અન્ય બ્લોગ ઓનરને મેઈલ દ્વારા આપની પોસ્ટ એમના બ્લોગ પર મુકવા માટે એપ્રોચ કરી શકો છો. ગેસ્ટ પોસ્ટ કરવા માટે આપના બ્લોગ પોસ્ટને સંબંધિત વેબસાઈટ શોધવી.

image source

ગેસ્ટ પોસ્ટ સબમિટ કરવા માટે આપને રૂપિયા પણ બ્લોગ ઓનરને ચૂકવવા પડી શકે છે અને કેટલાક તો વેબસાઈટ ઓનર ફ્રીમાં પણ આપના આર્ટિકલને પોસ્ટ કરે છે. આપના આર્ટિકલ હાઈ ક્વોલિટીના હોવા જોઈએ અને સૌથી મહત્વની વાત એ આર્ટિકલ વિઝિટર્સ માટે મદદરૂપ હોવો જોઈએ.

કમેન્ટના ઉત્તર આપવા.:

માનીએ તો આ એક નાની વાત છે કે આપ આપના બ્લોગ પર આવેલ કમેન્ટનો ઉત્તર કેમ આપવો. પણ જો આપના સારી કમેન્ટનો ઉત્તર આપીને વિઝિટર્સની મદદ કરવાથી લોકોનો આપની પર ભરોસો વધી શકે છે અને તેઓને સારું લાગે છે કે બ્લોગ ઓનર તેમના કમેન્ટનો ઉત્તર આપે છે.

બ્લોગ સ્પીડ પર ધ્યાન આપવું.:

image source

આપે આપની બ્લોગની સ્પીડ પર ધ્યાન આપવું જોઈએ. આપના બ્લોગને લોડ થતા કેટલો સમય લે છે. આપનો બ્લોગ મોબાઈલ ફ્રેન્ડલી હોવો જોઈએ. ફોનમાં આપના બ્લોગની સ્પીડ વધારવા માટે આપ વર્ડપ્રેસના ફ્રી પ્લગઇન એક્સેલરેટેડ મોબાઈલ પેજીસનો ઉપયોગ કરી શકો છો. આ પ્લગઇન આપના પેજને ખોલવા માટે ફક્ત કેટલીક સેકન્ડ લે છે. બ્લોગની સ્પીડ માટે આપ આપના બ્લોગમાં મુકવામાં આવેલ ફોટોસને પણ ઓપટીમાઇઝ કરવા.

સર્ચ કંસોલની એરર પર ધ્યાન આપવું.:

આપે આપના બ્લોગની સર્ચ કંસોલની એરરને પણ ચેક કરતા રહેવું જોઈએ. ક્યાંક કોઈ કારણસર એરર તો નથી આવી રહી. આ એરરને આપ સ્વયં કે કોઈ ડેવલપરની મદદથી દૂર કરાવી શકો છો.

image source

ગુગલ અપડેટ્સને સતત ચેક કરતા રહેવું.:

ગુગલ આજકાલ ૨-૩ મહિનામાં પોતાની સર્ચ એન્જીન અલોગરિથમને અપડેટ કરતા રહે છે. જો આપના બ્લોગ કોઈપણ અલગોરથીમથી હિટ થાય છે તો એનાથી ટ્રાફિકની સાથે સાથે રેન્કિંગમાં પણ ખૂબ ફરક પડે છે અને ટ્રાફિક ઓછો થઈ જાય છે. એટલે આપણે ગૂગલની પોલિસી મુજબ કામ કરવું જોઈએ.

સૌથી મહત્વની વાત જે આપના માટે ખૂબ જરૂરી છે કે આપે આપના બ્લોગ પર નિયમિતરીતે હાઈ ક્વોલિટીના કન્ટેન્ટ અપડેટ કરતા રહેવું જોઈએ. વચ્ચે વચ્ચે કોઈ ગેપ પાડવી જોઈએ નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ