ડાયાબિટીસને તરત કંટ્રોલમાં કરવા ખાઓ આ સુપર ફૂડ, મળી જશે રિઝલ્ટ

શું છે આ સ્પિરુલીના ? અને શા માટે તમારી પાસે આ હોવી જ જોઈએ ?

સ્પિરુલીના એક ભૂરી-લીલી લીલ હોય છે. જેને વિશ્વના સૌથી લોકપ્રિય ડાયેટરી સપ્લીમેન્ટ તરીકે ગણવામાં આવે છે. ઘણા લોકો તેને સુપર ફૂડમાં પણ ગણાવે છે કારણ કે તેમાં પોષક તત્ત્વો ભરપુર પ્રમાણમાં હોય છે અને તેના સ્વાસ્થ્યને અઢળક ફાયદા પણ થાય છે.

image source

જાણો શા માટે સ્પીરુલીના છે શરીર માટે લાભપ્રદ

– સ્પેરુલીનામાં ઉચ્ચ પ્રમાણમાં પ્રોટીન તેમજ વિટામીન સમાયેલા હોય છે અને માટે જ જે લોકો વેજીટેરિયન છે તેમના માટે તે એક ઉત્તમ ડાયેટરી સપ્લીમેન્ટ છે.

– અભ્યાસ જણાવે છે કે સ્પીરુલીનામાં એન્ટીઓક્સિડન્ટ્સ તેમજ શરીરમાં થતાં ઇન્ફ્લેમેશનથી લડવાની સક્ષમતા રહેલી છે અને તે સાથ જ તે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

image source

– સ્પિરુલીનાની કોઈ જ આડ અસર નથી તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રેટીન અને વિટામીન્સ સમાયેલા છે. તેમાં થિયામાઇન, નિયાસીન, રિબોફ્લેવિન, વિટામીન્સ બી-6, એ અને કે પણ હોય છે.

– એક મોટી ચમચી ડ્રાઇડ સ્પિરુલીનામાં 20 કેલરી હોય છે, પ્રોટિન, કાર્બોહાઇડ્રેટ, ફેટ, કેલ્શિયમ, આઇરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, વિટામીન સી, સમાયેલા હોય છે.

જાણો સ્પિરુલીનાથી શરીરને શું શું ફાયદા થાય છે

ડાયાબિટીસને અંકુશમાં રાખવામાં મદદરૂપ

image source

સ્પિરુલીના પર કરવામાં આવેલા એક અભ્યાસ પ્રમાણે જાણવા મળ્યું છે કે સ્પિરુલીનાનું સેવન શરીરના લોહીમાંની શર્કરનાને નીચી લાવવા માટે નોંધપાત્ર મદદ કરે છે. ટાઈપ 1 અને ટાઇપ 2 ડાયાબિટિસના પેશન્ટમાં હાઇ ફાસ્ટીંગ શુગરની સમસ્યા સામાન્ય હોય છે.

2017માં ટાઇપ 1 ડાયાબીટીસ ધરાવતા ઉંદર પર એક પ્રયોગ કરવામાં આવ્યો હતો તેમાં તેને સ્પિરુલીનાનું એક્સ્ટ્રેક્ટ આપવામાં આવ્યું હતું. ત્યારે તેના લોહીની શર્કરા નીચી આવેલી જોવા મળી હતી અને તેનું ઇન્સુલીન સ્તર પણ ઉચું જોવા મળ્યું હતું જ્યારે તેના લીવર એન્ઝાઈમમાં સુધારો જોવા મળ્યો હતો. આ સિવાય સ્પિરુલીનામાં જે એન્ટિઓક્સિડન્ટ્સ અસર રહેલી છે તે પણ ટાઇપ1 ડાયાબિટીસની સારવારમાં મદદરૂપ છે.

પેટને સ્વસ્થ બનાવવામાં મદદરૂપ

image source

સ્પિરુલીના એક એવી વનસ્પતિ છે જેને તમે સરળતાથી પચાવી શકો છો. તેના કોશોમાં ભારે દીવાલો નથી હોતી. અભ્યાસ જણાવે છે કે સ્પિરુલીના તમારા પેટના સ્વાસ્થ્યને સુધારે છે ખાસ કરતી વધતી ઉંમરમાં તે વધારે લાભપ્રદ રહે છે. ઉંદર પર થયેલા એક પ્રયોગ દ્વારા જાણવા મળ્યું છે કે સ્પિરુલીના તમારા પેટના હેલ્ધી બેક્ટેરિયાને જાળવી રાખે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

જો તમારે તમારા શરીરનું વજન ઘટાડવું હોય તો તમારે સૌપ્રથમ ધ્યાન તમે કેટલી કેલરી તમારા શરીરમા નાખો છો તેના પર રાખવું જોઈએ. સ્પિરુલીનામાં કેલરીઝનું પ્રમાણ ઓછું હોય છે અને તે પોષણથી ભરપુર હોવાથી તે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે અને સાથે સાથે તમારા શરીરને પોષણ પણ પુરુ પાડે છે. જે લોકોએ સતત ત્રણ મહિના સ્પિરુલીનાનું સેવન કર્યું છે તે લોકોના બોડી માસ ઇન્ડેક્સમાં સુધારો જોવા મળ્યો છે.

બ્લડ પ્રેશરને નીચું લાવવામાં મદદરૂપ

image source

એવા પણ પુરાવા મળ્યા છે કે સ્પિરુલીના બ્લડ પ્રેશરને નીચું લાવવામાં મદદ કરે છે. એક અભ્યાસ જણાવે છે કે સતત ત્રણ મહિના સ્પિરુલીનાનું સેવન કરવાથી તમારું બ્લડ પ્રેશર અંકુશમાં લાવી શકાય છે ખાસ કરી તેવા લોકોમાં કે જેમનું વજન વધારે પડતુ હોય અને જેને હાઇપરટેન્શનની સમસ્યા હોય.

કોલેસ્ટેરોલ નીચું લાવવામાં મદદરૂપ

કોલેસ્ટેરોલ એ શરીર માટે એક અસ્વસ્થ છરબી છે જે તમારા હૃદયના રોગોના જોખમને વધારે છે. જો તમે નિયમિત રીતે સ્પિરુલીનાનો પુરક ખોરાક લો તો તેની તમારા બ્લડ લીપીડ લેવલ પર હકારાત્મક અસર થશે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્પિરુલીનાનું સેવન શરીરને નુકસાનક કરતાં કોલેસ્ટેરોલના સ્તરને ઘટાડે છે અને શરીરને ફાયદો પહોંચાડતા સારા કોલેસ્ટેરોલના સ્તરને વધારે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ