આ’ ગામનો જમાઇ છે રાવણ, જાણો ક્યાં આવેલુ છે રાવણનું મંદિર જ્યાં લોકો કરે છે તેની પૂજા

રામાયણના રાવણનો મૃતદેહ આજે પણ આ જગ્યાએ સચવાયેલો છે – જાણો આવી જ કેટલીક રામાયણ સાથે જોડાયેલી અજાણી વાતો

image source

રામાયણના દૂરદર્શન પર પુનઃપ્રસારણના કારણે ફરી એકવાર રામાયણના બધા જ પાત્રો લોકોની મેમરીમાં તાજા બની ગયા છે. અને લોકો 33 વર્ષ બાદ ભારતની અત્યંત લોકપ્રિય ધાર્મિક સિરિયલ એવી રામાયણ જોવા તત્પરતા બતાવી રહ્યા છે. લોકડાઉનના કારણે ઘણું બધું નવું આજકાલ જોવા મળી રહ્યું છે.

રામાયણની વાત કરીએ તો રામાયણના મુખ્ય પાત્રોમાં રામ, સીતામાતા અને રાવણનો સમાવેશ થાય છે. રામ અને સીતા વિષે લોકો ઘણું બધું જાણતા હશે પણ રાવણ વિષે કેટલીક એવી વાતો છે જે હજુ સુધી લોકોની જાણ બહાર રહી ગઈ છે. જો તમને એવું લાગતું હોય કે રાવણને લોકો માત્ર નફરતની નજરે જ જુએ છે તો તમને જણાવી દઈએ કે ભારતમાં જ એક એવું ગામ છે જ્યાં રાવણની પૂજા કરવામાં આવે છે અને તેનું મંદીર પણ આવેલું છે.

image source

આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે 5000 વર્ષ પહેલાં ભગવાન રામ અને લંકાપતિ રાવણ વચ્ચે યુદ્ધ ખેલાયું હતું અને તેમાં રાવણનું મૃત્યુ થયું હતું અને તેની ઉજવણી નિમિતે જ વિજયા દશમીનો તહેવાર ઉજવવામાં આવે છે તો કેટલીક જગ્યાએ દિવાળીનો તહેવાર પણ આ નિમિતે ઉજવવામાં આવતો હોવાનો ઉલ્લેખ છે. પણ તમારામાંના કેટલાક લોકો એ નહીં જાણતા હોય કે રાવણનો જન્મ ભારતમાં થયો હતો.

રાવણની જન્મભૂમિ દિલ્લી નજીક આવેલા ગૌતમબુદ્ધ નગર નજીકના એક નાનકડા ગામ બિસરખ છે. આ ગામ નોઇડાથી માત્ર 10 જ કિ.મિના અંતરે આવેલું છે.અને રાવણના માનમાં અહીં ક્યારેય વિજયા દશમી ઉજવવામાં નથી આવતી કે રાવણનું દહન પણ કરવામાં નથી આવતું કે રામલીલા પણ નથી કરવામાં આવતી. અહીંના લોકો રાવણને દૂષ્ટ નહીં પણ ગામનો પુત્ર માને છે અને અહીં તેની રીતસરની પૂજા પણ કરવામાં આવે છે અહીં તેનું મંદીર પણ આવેલું છે.

image source

આ ઉપરાંત રાવણના પત્ની એટલે કે મંદોદરીનું પિયર રાજસ્થાનમાં આવેલું છે. રાજસ્થાનના મોટા શહેર જોધપુર નજીક આવેલા મંડોર ગામમાં મંદોદરીનું પિયર આવેલું છે. અહીં રાવણને જમાઈ માનવામાં આવ્યો છે અને મંદોદરી પરથી ગામનું નામ મંડોર પડ્યું છે. અહીં પણ રાવણની પૂજા કરવામાં આવે છે.

રાવણનું શવ આ જગ્યા પર સચવાયેલું છે.

image source

રાવણનું સામ્રાજ્ય કેટલાએ દેશોમાં ફેલાયેલું હતું. ભારતની ઉત્તરે મ્યાનમાર, અંગદીપ, માલદીપ, અને દક્ષિણની વાત કરીએ તો ત્યાં પણ રાવણનું સામ્રાજ્ય હતું. આજે બાલી દેશ પર્યટકોનો પ્રિય છે ત્યાં પણ એક સમયે રાવણનું રાજ ચાલતું હતું. આપણે એ તો સારી રીતે જાણીએ છે કે રાવણ શિવભક્ત હતા. એક વાયકા પ્રમાણે રામે વિભિષણને રાવણ નું શવ સોંપ્યું હતું જેથી કરીને અંતિમ સંસ્કાર થઈ શકે પણ તેના અગ્નિ સંસ્કાર કરવામાં નહોતા આવ્યા.

નાગકુળના લોકો રાવણના શવને પોતાની ગુફામાં લઈ ગયા હતા અને કોઈ મમીની જેમ તેને વિવિધ લેપથી સંરક્ષિત કરવામાં આવ્યો છે. કહેવાય છે કે શ્રીલંકામાં આવેલા રાગલા જંગલોમાં આવેલી ગુફામાં રાવણનો મૃતદેહ આજે પણ સચવાયેલો પડ્યો છે.

પુષ્પક વિમાનની હકીકતો

image source

જો તમે એવું માનતા હોવ કે પુષ્પક વિમાન રાવણનું હતું તો તમને જણાવી દઈએ કે પુષ્પક વિમાન પહેલાં ધનકુબેરનું હતું. રાવણે આ વિમાન ધનકુબેર પાસેથી છીનવી લીધું હતું. અને આજ વિમાનની મદદથી રાવણ એ સિતાજીનું અપહરણ કર્યુ હતું. એવું કહેવાય છે કે પુષ્પક વિમાન તેને ચલાવનારની ઇચ્છા પ્રમાણે જ ચાલે છે. તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે શ્રીલંકામાં સ્થિત રામાયણ રિસર્ચ કમીટીએ પોતાના સંશોધન દરમિયાન 5000 વર્ષ પહેલાના હવાઈ મથકોના અવશેષ પણ શોધ્યાનો દાવો કર્યો છે.

image source

રામાયણમાં ઉલ્લેખાયેલી ઘણી બાબતો સંશોધન બાદ સાચી પૂરવાર થઈ રહી છે. પછી છે પુષ્પક વિમાન અને તેના હવાઈ માર્ગની વાત હોય કે પછી બીજી કોઈ વાત હોય આજે પણ રમાયાણ પર ઘણા બધા સંશોધનો ચાલુ જ છે અને સમયે સમયે નવી વી હકીકતો સામે આવતી રહે છે અને રામાયણને સાચી પુરવાર કરતી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ