જયા બચ્ચન પાસે છે અધધધ..કરોડની સંપત્તિ, આંકડો જાણીને લાગશે નવાઇ

જયા બચ્ચનની સંપત્તિના આંકડા જાણીને તમે બોલી ઉઠશો ‘બહુ કહેવાય’

image source

જયા બચ્ચન એટલે કે વિતેલા જમાનાની અત્યંત પ્રભાવશાળી અને પ્રતિભાવાન અભિનેત્રી અને અમિતાભ બચ્ચનના પત્ની. તમને જણાવી દઇએ કે અમિતાભ બચ્ચન જ્યારે પોતાની કેરિયરમાં સ્ટ્રગલ કરી રહ્યા હતા તે સમયે જયા બચ્ચન એક સફળ અભિનેત્રી બની ચૂક્યા હતા. તેમણે લગ્ન બાદ અભિનય કરવાનું લગભગ છોડી દીધું હતું. અને લગ્ન જીવનની [બધી જ જવાબદારીઓ નિભાવવામાં વ્યસ્ત બની ગયા હતા.

પણ હાલ તેઓ ભારતીય રાજકારણમાં સક્રિય છે. તેઓ હાલ રાજ્ય સભામાં મેેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. 2004થી તેઓ સતત ચાર ટર્મ્સથી સેવાઓ આપી રહ્યા છે.

image source

હવે તેમની ફિલ્મિ કેરિયરની વાત કરીએ તો તેઓ 1963થી ફિલ્મો સાથે જોડાયેલા છે અને ત્યારથી અત્યાર સુધી તેઓ કામ કરી રહ્યા છે. અને તેમની કારકીર્દી દરમિયાન તેમણે પુષ્કળ રૂપિયા કમાવ્યા છે. તેમણે ફિલ્મોમાં અભિનય આપવાનું તો 1963થી શરૂ કર્યું હતું પણ તેમને ખરી ઓળખ 1971માં આવેલી ફિલ્મ ઉપહારથી મળી હતી. અને ત્યાર બાદ 1972માં તેમણે કોશીષ ફિલ્મમાં બહેરી મુંગી યુવતિનો અભિનય કર્યો હતો. અને 1974માં આવેલી કોરા કાગઝમાં પણ તેમના કામને બિરદાવામાં આવ્યું હતું.

તેમણે પોતાના પતિ અમિતાભ બચ્ચન સાથે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. જો તમને એવું લાગતું હોય કે અમિતાભ અને રેખાની જોડી સુંદર લાગે છે તો તમને જણાવી દઈએ કે અમિતાભ અને જયાની જોડાની પણ લાખો ફેન્સ છે. તેમણે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ઝંઝીર, ચૂપકે ચૂપકે, શોલે વિગેર ફિલ્મોમાં કામ કર્યું છે.

image source

1973માં તેમણે પોતાના સાથી અભિનેતા અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યા બાદ બાળકો શ્વેતા અને અભિષેકના આવ્યા બાદ તેમણે ફિલ્મોમાં કામ કરવાનું લગભગ બંધ કરી દીધું હતું.

તેમની 2000ના દાયકામાં આવેલી ફિલ્મ ફિઝા, કભી ખુશી કભી ગમ, કલ હોના હો વિગેરેમાં પણ સુંદર અભિનય આપ્યો છે. 2004થી તેઓ રાજ્ય સભામાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. ત્યારથી અત્યાર સુધી તેઓ સતત કાર્યરત છે.

તો આજે અમે તમારા માટે અમે તેમની સંપત્તિ વિષે કેટલીક ચકિત કરનારી માહિતી લાવ્યા છીએ.

image source

2018માં એક સ્રોતે ગણતરી કરી હતી કે જયા બચ્ચન રાજ્ય સભા પાર્લામેન્ટની સૌથી ધનવાન સભ્ય હોઈ શકે છે. કારણ કે તેમની સંપત્તિ લગભગ 1000 કરોડની છે. તેનો અર્થ એ થાય કે હાલ 2020માં જો તેની ગણતરી કરવામાં આવે તો તેમની સંપત્તિમાં આજની તારીખમાં સેંકડો કરોડોનો ઉમેરો થવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ