જાણો ઊંઘ પૂરી ના થવાને કારણે તેની અસર કેવી રીતે દેખાય છે તમારા પરફોર્મન્સ પર…

તાજેતરમાં થયેલા સ્લીપિંગ પેટર્ન અને પર્ફોમન્સને ધ્યાનમાં રાખીને એક સર્વે કરાયો હતો. રિસર્ચમાં જણાવાયું છે કે ઊંઘ કેવીરીતે આપના કામ સાથે સંબંધ ધરાવે છે. હવે જાણીશું કેવીરીતે રિસર્ચ કરાઈ છે અને તેના શુ પરિણામ સામે આવ્યા છે.

રિસર્ચર કહે છે કે અપૂરતી ઊંઘ આપણે જેટલું વિચારીએ છીએ તેના કરતાં વધારે પ્રભાવિત કરે છે. વ્યક્તિની ઊંઘ પુરી ના થાય તો તેની અસર તેના કામ પર પણ જોવા મળે છે.

image source

અમેરિકાના મિશિગન સ્ટેટ યુનિવર્સીટીના રિસર્ચર કિમ્બરલી ફેનનું કહેવું છે કે એમના આ સર્વે પરથી ખબર પડી છે કે ઊંઘ પુરી ના થવાથી કામમાં ગડબડ થવાની શકયતા બે ગણી વધી જાય છે અને આપની કામ કરવાની એકાગ્રતાને ત્રણગણી ઘટાડી દે છે. આ ખૂબ નવાઈની વાત છે.

image source

ઊંઘ પુરી ના કરી શકનાર વ્યક્તિઓએ વધુ સાવધાની રાખવાની જરૂર પડે છે અને તે વ્યક્તિઓએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડે છે કે તેઓ જે કામ કરી રહ્યા છે તેમાં કોઈ મોટી ગડબડ ના થઇ જાય. રિસર્ચરનું કહેવું છે કે અપૂરતી ઊંઘના કારણે વ્યક્તિ પોતાના કામ પર સંપુર્ણ ધ્યાન આપી શકતા નથી અને તેમનાથી ભૂલ થવાની શકયતાઓ ખૂબ વધી જાય છે.

image source

એક્સપરિમેન્ટલ સાયકલોજી જર્નલના પ્રકાશિત રિસર્ચ માટે શોધકર્તાઓએ ૧૩૮ લોકોને સામેલ કર્યા. જેમાં ૭૭ લોકોને આખી રાત જગાડી રાખવામાં આવ્યા અને ૬૧ લોકોને સુવા માટે મોકલી દેવામાં આવ્યા. આ સર્વેમાં ભાગ લેનાર બધા લોકોને દિમાગને લગતા અલગ અલગ પ્રકારના કામ સોંપવામાં આવ્યા. જે લોકો રાતે જાગ્યા હતાં તેમાંથી અડધાને સવારે અને અડધાને સાંજે કામ કરાવવામાં આવ્યું. ત્યારબાદ જોવામાં આવ્યું કે બંને ગ્રુપના વ્યક્તિઓએ કેવું કામ કર્યું છે. તેમજ અપૂરતી ઊંઘનો તેઓના કામ પર કેવો પ્રભાવ પાડે છે તે જોવામાં આવ્યું છે.

image source

રિસર્ચના પરિણામમાં જોવા મળ્યું કે જે લોકો આખીરાત સુતા ના હતા અને તેમની પાસે સવારે કામ કરાવવાથી તેઓના કામમાં ૩૦% સુધી ભૂલો જોવા મળી હતી. આ સાથે જ જ્યારે આખીરાત જાગેલા લોકો પાસે સાંજે કરાવવામાં આવ્યું તો તેમના કામમાં ૧૫% સુધીની ભૂલો જોવા મળી હતી.

image source

રિસર્ચર કહે છે કે એવાં કેટલાક કામો હોય છે જે ઓટોપાયલટ મોડ પર કરી શકાય છે, તેમાં અપૂરતી ઊંઘ ખાસ પ્રભાવ કરી શકતી નથી. રિસર્ચરનું કહેવું છે કે એવાં પણ ઘણાં કામ છે જેમાં દિમાગ નથી લગાવવાનું હોતું પણ અપૂરતી ઊંઘ અસર કરે છે. તેઓનું એ પણ કહેવું છે કે કેટલાક લોકો એવા પણ છે જેમની ઊંઘ પુરી ના થાય તો પણ તેઓ તેમનું કામ ખુબ સારી રીતે કરી શકે છે. પરંતુ આવી વ્યક્તિઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ