બાળક મોં ખોલી ઊંઘમાં લેતું હોય શ્વાસ તો ચેતી જાઓ, આ 5 જોખમના છે સંકેત

બાળક મોં ખોલી ઊંઘમાં લેતું હોય શ્વાસ તો ચેતી જાઓ, આ 5 જોખમના છે સંકેત

શ્વાસ લેવો શરીર માટે એટલા માટે જરૂરી છે કે તેનાથી શરીરમાં ઓક્સીજન જાય છે અને તેના કારણે આપણું જીવન ચાલે છે. શરીરની સિસ્ટમમાંથી પસાર થયા બાદ ઓક્સીજન કાર્બન ડાઈ ઓક્સાઈડમાં બદલી જાય છે અને શ્વાચ્છોશ્વાસની ક્રિયા દરમિયાન તે શરીરમાંથી બહાર નીકળી જાય છે.

સામાન્ય રીતે શ્વાસ લેવાનું કામ નાક કરે છે. પરંતુ કેટલીક વિશેષ સ્થિતિઓમાં ઓક્સીજનની ખામીને પૂરી કરવા માટે નાક ઉપરાંત મોંમાંથી શ્વાસ લેવામાં આવે છે. સામાન્ય સ્થિતિમાં આ બંને અંગથી શ્વાસ લેવામાં આવે છે.

image source

ઘણીવાર શરદી કે અન્ય કારણોના લીધે નાકમાંથી શ્વાસ લેવામાં સમસ્યા થાય છે અને મોં વડે શ્વાસ લેવો પડે છે. પરંતુ મોં વડે શ્વાસ લેવાની આદત નુકસાનદાયક સાબિત થઈ શકે છે.

ખાસ કરીને બાળકો માટે મોંમાંથી શ્વાસ લેવો ખતરનાક સમસ્યા તરફ સંકેત ગણાય છે. કઈ કઈ સમસ્યાના કારણે બાળકો નાકને બદલે મોં વડે શ્વાસ લેતા હોય છે ચાલો જાણીએ.

ડ્રાય માઉથ

image source

જો બાળક નાક કરતાં વધારે મોં વડે શ્વાસ લેતું હોય તો તેને ડ્રાય માઉથની સમસ્યા હોય શકે છે. મોં ડ્રાય થઈ જવાથી બાળકો મોંથી શ્વાસ લેતા હોય છે.

મોંથી શ્વાસ લેવાથી હવા સાથે મોઈશ્ચર પણ મળે છે અને મોંને બેક્ટેરિયાથી બચાવવા માટે મોંમાં યોગ્ય માત્રામાં સલાઈવા બને તે જરૂરી છે. સલાઈવાની ખામીના કારણે મોંની અનેક સમસ્યાઓ થઈ શકે છે. જેમકે કેવિટી, દાંતનું ઈફેન્કશન, શ્વાસમાં દુર્ગંધ વગેરે.

દાંતનો આકાર અને મોંનો શેપ ખરાબ થવો

image source

તમને જાણીને આશ્ચર્ય થશે કે મોંથી શ્વાસ લેવાથી બાળકોના ચહેરા અને દાંતનો શેપ પણ ખરાબ થઈ શકે છે. નિષ્ણાંતોના જણાવ્યાનુસરા આમ કરવાથી દાંત વાંકા ચુકા થઈ જાય છે.

હાઈ બીપી અને હાર્ટની બીમારી

image source

મોંથી શ્વાસ લેવાની આદત હાર્ટ પ્રોબ્લેમનો સંકેત કરે છે. રિસર્ચ અનુસાર મોંથી શ્વાસ લેવાથી યોગ્ય માત્રામાં ઓક્સીજન શરીરની અંદર પહોંચતું નથી, જેના કારણે ધમનીઓમાં ઓક્સીજનની ખામી થઈ શકે છે. ઓક્સીજનની ખામીથી હાઈ બીપી અને હૃદયની બીમારીના શિકાર બનાવી શકે છે.

ઊંઘ ન આવવી

image source

મોંથી શ્વાસ લેતા લોકોને ઊંઘ બરાબર નથી આવતી. મોં ખુલ્લુ રાખી સૂતા બાળકો ઊંઘ કર્યા પછી પણ થાકમાં રહે છે. મોંથી શ્વાસ લેવાથી બાળકોમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થાય છે.

ઓક્સીજનની ખામી

image source

જ્યારે બાળકો મોંથી શ્વાસ લેતા હોય છે તો તેમના ફેફસામાં યોગ્ય માત્રામાં ઓક્સીજન પહોચે છે પરંતુ આ દરમિયાન શ્વાસ નળી સૂકાઈ જાય છે. જેના કારણે થોડું ઓક્સીજન અલવિઓલીમાં ખપી જાય છે.

અલવિઓલી શ્વસનતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે ઓક્સીજનને કાર્બન ડાઈ ઓક્સાઈડના મોલીક્યૂલ્સમાં બદલી દે છે.

આ કારણે શરીરના બાકી અંગ સુધી ઓક્સીજન પહોંચતું નથી જે તમારા ફેફસામાં શ્વાસ વડે પહોંચાડવામાં આવે છે. આ સ્થિતિ ક્યારેક ખતરનાક સાબિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ