ઉનાળાની મોસમમાં ફ્રીઝની જગ્યા એ પીઓ માટલાનું પાણી, શરીરને મળશે આ અમૂલ્ય લાભ

ઉનાળાની મોસમમાં ફ્રીઝની જગ્યા એ પીઓ માટલાનું પાણી, શરીરને મળશે આ અમૂલ્ય લાભ


માટીના ઘડામાં રાખેલા પાણીને પીવાથી શરીરને મળે છે અદભૂત લાભ, મિનિટોમાં બરાબર થઈ જાય છે બ્લડ પ્રેશરહાલ ઉનાળાની સીજન શરૂ છે અને લોકો વધતી જતી ગરમીથી કંટાળી જાય છે પછી થોડી ઠંડક મળે એટલે ફ્રીજમાં મુકેલ બોટલનું પાણી પીને રાહત અનુભવે છે પરંતુ એ એ વાત નથી જાણતા કે ફ્રીજમાં મુકેલ ઠંડુ પાણી આપણી હેલ્થ માટે નુકશાન કારક છે જ્યારે માટલાનું ઠંડુ પાણી એટલું જ આરોગ્ય માટે ફાયદા કારક છે. તો ચાલો આજે આ લેખમાં આપણે માટલાંનું ઠંડુ પાણી પીવાથી થતાં ફાયદા થાય છે એના વિષે વધારે જાણીશું

ઉનાળાની ઋતુમાં માટલાનું પાણી પીવાથી શરીરને ઘણા પ્રકારના લાભ મળે છે. એટલે તમે ઉનાળાની મોસમમાં પ્લાસ્ટિકની બોટલો અને સ્ટીલના વાસણોની જગ્યા એ માટલાના ઘડામાં પાણી રાખવાનું શરૂ કરી દો. માટીના ઘડામાં રાખવામાં આવેલું પાણી પ્રાકૃતિક રીતે ઠંડુ રહે છે અને આ પાણી પીવાથી તમને ઘણી પ્રકારના રોગોથી રાહત પણ મળે છે.

માટીના ઘડાનું પાણી પીવાથી શરીરને મળે છે આ લાભ

પાચનક્રિયા બરાબર રીતે કામ કરે છે


માટલાનું પાણી પીવાથી પેટને ઘણી પ્રકારના ફાયદા થાય છે અને પાચનક્રિયા બરાબર રીતે કાર્ય કરે છે. હકીકતમાં, જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલોમાં પાણી રાખીએ છીએ, તો પાણી રાસાયણિક ઘટકોના સંપર્કમાં આવી જતું હોઈ છે. એવું થવાથી પાણી શુધ્ધ નથી રહેતું અને આ પાણી પીવાથી પેટ અને શરીરને હાનિ પહોંચે છે. એટલે તમે પ્લાસ્ટિકની બોટલોની જગ્યા એ માટીના વાસણમાં રાખવામાં આવેલું પાણી પીવાનું રાખો. કારણ કે માટીના વાસણમાં રાખવામાં આવેલું પાણી રાસાયણિક ઘટના સંપર્કમાં નથી આવતું.

પાણીનું પીએચ સ્તર સંતુલિત રહે છે


માટલામાં રાખવામાં આવેલા પાણીનું પીએચ સ્તર સંતુલિત રહે છે અને આ પાણી પીવાથી પેટમાં વાયુની સમસ્યા નથી થતી. એટલે જે લોકોને પેટમાં વાયુની સમસ્યા રહે છે, તે માટલામાં રાખવામાં આવેલું પાણી પીવાનું શરૂ કરી દો. આ પાણી પીવાથી થોડા જ દિવસોમાં ગેસની સમસ્યાથી રાહત મળી જશે.

ત્વચા માટે લાભદાયક છે

માટીના વાસણમાં રાખવામાં આવેલું પાણી પીવાથી ત્વચાને ઘણી પ્રકારના લાભ પહોંચે છે. એવું કહેવામાં આવે છે કે માટલાનું પાણી પીવાથી ચહેરા પર ફોડકી અને મુંહાસા નથી થતા અને તમારી ત્વચા હમેંશા ચમકતી રહે છે. એટલે જે લોકોને ત્વચા સંબંધિત તકલીફો રહે છે તે માટલાનું પાણી પીવાનું શરૂ કરી દો.

બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે


માટલામાં રાખવામાં આવેલા પાણીને પીવાથી બ્લડ પ્રેશરની સમસ્યાને દૂર કરી શકાય છે. આયુર્વેદમાં પણ બ્લડ પ્રેશરના દર્દીઅોને ઘડાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. બ્લડ પ્રેશર સિવાય માટલાનું પાણી પીવાથી બેડ કોલેસ્ટ્રોલની માત્રાને પણ નિયંત્રિત કરી શકાય છે. એટલે જે લોકોને બેડ કોલેસ્ટ્રોલનું લેવલ વધુ છે તે પણ માટલાનું પાણી પીવાનું રાખે.

લોહીની કમીને કરે પૂરી


જે લોકોને શરીરમાં લોહીનો અભાવ છે તે લોકો માટલાનું પાણી જરૂરથી પીવે. કારણ કે માટલાનું પાણી પીવાથી શરીરમાં લોહીની કમી પૂરી થઈ જાય છે. ખરેખર, માટીમાં આયરન ભરપૂર માત્રામાં રહેલું હોઈ છે અને માટીના ઘડામાં રાખવામાં આવેલું પાણી, પોતાની અંદર માટીમાં રહેલા આયરનને સમાવી લે છે. જ્યારે તમે આ પીઅો છો તો શરીરને આયરન મળી જાય છે અને લોહીની કમી આપમેળે પૂરી થઈ જાય છે.

માટલાનું પાણી પીવાથી થાય છે આ ૭ અમૂલ્ય ફાયદા, આજથી જ પીવાનું શરૂ કરી દો.

ગરીબો પાસે ફ્રીઝની સુવિધા નથી હોતી એટલે તે પાણીને ઠંડુ કરવા માટે માટીના માટલાનો ઉપયોગ કરે છે. માટીના માટલાથી પાણી પીવાની એક અલગ જ મજા છે. માટલાનું પાણી સ્વચ્છ, સ્વાદિષ્ટ અને સ્વાસ્થય માટે ફાયદાકારક હોઈ છે. આયુર્વેદમાં પણ માટલાનું પાણી પીવાના ફાયદા જણાવવામાં આવ્યા છે. એટલું જ નહિ, તેને જ્યોતિષિય દ્રષ્ટિથી પણ ખૂબ લાભદાયક માનવામાં આવ્યુ છે. ઘડાનું પાણી લોકો પેઢીઅોથી પીતા આવી રહ્યા છે. આજ પણ ઘણા લોકોને ઘડાનું પાણી પીવાનું પસંદ હોઈ છે. ઘણા લોકોને તો પાણીથી આવતી માટીની ભીની-ભીની સુગંધ ખૂબ પસંદ આવે છે. કહેવાય છે કે વ્યકિત જો માટલામાં રાખવામાં આવેલું પાણી પીવે તો આ સ્વાસ્થય માટે ખૂબ ફાયદાકારક હોઈ છે.


ખરેખર, માટીમાં ઘણી પ્રકારના રોગોથી લડવાની ક્ષમતા હોઈ છે. આમાં લાભદાયક મિનરલ્સ રહેલા હોઈ છે જે શરીરને ઝેરી તત્વોથી મુકિત અપાવે છે. એટલે આજ અમે તમને આ પોસ્ટમાં જણાવીશું કે કેવી રીતે ઘડાનું પાણી મનુષ્યનું સ્વાસ્થય જાળવી રાખવામાં તેની મદદ કરે છે. તો આવો જાણીએ માટલાનું પાણી પીવાના આ અમૂલ્ય ફાયદા.

માટીના વાસણમાં રાખેલું પાણી પીવાથી ત્વચા સંબંધિત ઘણી તકલીફો દૂર થઈ જાય છે. આ ફોડકા, ફોડકી, મુંહાસા અને ત્વચા સબંધિત અન્ય રોગો થવા નથી દેતું. આમાં રાખેલું પાણી પીવાથી તમારી ત્વચા ચમકવા લાગે છે.

માટલાનું પાણી બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત રાખવામાં તમારી મદદ કરે છે. આ બેડ કોલેસ્ટ્રોલની માત્રા અોછી કરે છે અને હાર્ટ એટેકની સંભાવનાઅોને પણ અોછી કરી દે છે.

માટીના વાસણમાં રાખેલું પાણી બિલકુલ શુધ્ધ હોઈ છે. આ તે બધા બેક્ટેરિયાને નષ્ટ કરી દે છે જે ડાયરિયા, કમળો અને ડીસેંટ્રી જેવી બિમારીઅોને જન્મ આપે છે.


માટીમાં એંટિ-ઈંફ્લેમેટરી ગુણ હોવાને કારણે આ શરીરમાં દુ:ખાવો, એઠન કે સોજા જેવી સમસ્યા થવા નથી દેતું. એટલું જ નહિ, આ આર્થરાઈટિસ બિમારીમાં પણ ખૂબ લાભકારી માનવામાં આવે છે.

અમેરિકન કેન્સર સોસાયટીનું માનીએ તો માટીમાં રહેલા ગુણ કેન્સરની શરૂઆતને રોકી શકે છે. કારણ કે માટીના વાસણમાં રાખેલા પાણીમાં અનેક કેન્સર વિરોધી તત્વ રહેલા હોઈ છે જે તેને બનવાથી રોકે છે.


પેટથી સબંધિત બિમારીઅો માટે પણ માટલાનું પાણી ખૂબ ફાયદાકારક હોઈ છે. તેનો નિયમિત ઉપયોગ પેટના દુ:ખાવા, વાયુ, એસીડિટી અને કબજિયાત જેવી સમસ્યાઅોથી છૂટકારો અપાવી શકે છે.

એનીમિયાની બિમારીથી પિડાઈ રહેલા વ્યકિતઅો માટે માટીના વાસણમાં રાખેલું પાણી પીવું વરદાન સાબિત થઈ શકે છે. માટીમાં આયરન ભરપૂર માત્રામાં રહેલું હોઈ છે. અમે તમને જણાવી દઈએ કે એનીમિયા આયરનની કમીથી થતી એક બિમારી છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ