ગિન્ની અને કપિલ આ વર્ષે અંત સુધીમાં આપશે ખુશ ખબરી…

કપિલ શર્મા અને ગિન્ની ચતરાથ તેમના પ્રથમ બાળકના આગમની કરી રહ્યાં છે તૈયારી; કરીએ તેમની લવ સ્ટોરી પર એક નજર, ગિન્ની અને કપિલ આ ડિસેમ્બરમાં આપશે ખુશ ખબરી…

 

View this post on Instagram

 

A post shared by The Kapil Sharma Show (@kapilsharmashow) on


ઇન્ડિયન સ્ટેન્ડ અપ કોમેડિયનમાં હાલના તબક્કામાં કપિલ શર્માનું નામ મોખરે છે. તેણે હાલમાં તેની કોમેડિયન સ્ટાઈલથી આખેઆખી કોમેડિ શોનો સિનારિયો બદલી મૂક્યો છે. તેના અનોખા અંદાજના કાયલ નાના બાળકો હોય કે મોટી ઉંમરના વડીલો સૌ કોઈ ફેન છે. ગત વર્ષ ૨૦૧૮ ડિસેમ્બર મહિનાની ૧૨મી તારીખે તેના જીવનમાં ખુશીની દિવસ હતો. એ તેની જૂની મિત્ર ગિન્ની સાથેના લગ્નનો દિવસ હતો. હાલમાં, સંભળાઈ રહ્યું છે કે તના જીવનમાં આ ડિસેમ્બર મહિના સુધીમાં વધુ એક ખુશહાલીના સમાચાર આવવાના છે.

ગુડ ન્યૂઝ શું છે?

 

View this post on Instagram

 

A post shared by PeepingMoon Telly (@peepingmoontelly) on

સૂત્રોના જણાવ્યા મૂજબ ગિન્ની પ્રેગનેન્ટ છે. આ સારા સમાચાર તેના અંગત મિત્ર દંપતીમાંથી જ કોઈએ જણાવ્યું છે કે કપિલની પત્ની બહુ જ જલ્દી આપણને સૌને ગિન્ની ખુશ ખબર આપવાની છે. હાલમાં પિતા બનવાની ખુશીમાં કપિલ ગિન્ની સાથે બાળકના સ્વાગત માટેની નીતનવી શોપિંગ પણ કરી રહ્યા છે. તેઓ પોતાના પહેલાં બાળકના આગમની ખુશી તેમના નજીકના મિત્રો અને પરિવાર સાથે શેર કરી રહ્યાં છે. આ વાતની પૂષ્ટિ તેમના પરિવાર અને મિત્રોએ પણ કરી છે. ગયા ડિસેમ્બરમાં લગ્ન અને આ ડિસેમ્બરમાં જ બાળકનો જન્મ થશે એવું અનુમાન કરાઈ રહ્યું છે. ગિન્નીના રિપોર્ટ મુજબ તેની ડ્યુ ડૅટ ડિસેમ્બર આવી છે.

કપિલનું નસિબ લગ્ન બાદ ખુલ્યું!

 

View this post on Instagram

 

A post shared by FCN social media (@fcnsocialmedia1) on

ત્રણેક વર્ષ સુધી સોની પર ધૂમ મચાવતો તેનો ‘ધ કપિલ શર્મા શો એકાદ વર્ષ સુધી બંધ રહેલો અને તેના કો સ્ટાર સુનિલ કોમેડિયન સુનિલ ગ્રોવર સાથેના સતત થતા અણબનાવ અને બીજા પણ નકારાત્મક સમાચારો તેના વિશે પ્રસરતા રહેતા હતા. આ વાતને ત્યારથી એક ધક્કો લાગ્યો જ્યારથી તેમણે જૂની મિત્ર અને પ્રેમીકા ગિન્ની ચતરાથ સાથે લગ્નનું એલાન કર્યું. કહેવાય છે કે ધર્મપત્ની કુમકુમ પગલી હોય છે. તે જ રીતે ગિન્ની પણ શુકનીયાળ નિવડી અને લગ્ન પછી શરૂ થયેલી ‘ધ કપિલ શર્મા શો’ સીઝન – ૨ શરૂ થયો છે. આ શો શરૂઆતમાં એવું લાગતું હતું કે પહેલાં જેવી પકડ નહીં જમાવી શકે પરંતુ તેણે ૩ જ મહિનામાં ટોપ ૫માં ટી.આર.પી. એકઠ્ઠી કરીને સૌનું દીલ પહેલાંથી પણ વધુ જીતી લીધું છે.

લેડી લક!

 

View this post on Instagram

 

A post shared by Visit Our InstaTv 📺 (Trailers) (@incinemanow) on

ગિન્ની કાયમ કપિલની પડખે તેની દરેક મુશ્કેલીઓમાં ઊભી રહી છે. એક ઇન્ટરવ્યુમાં આ દંપતીની મુલાકાતમાં થયેલી વાત મુજબ ગિન્નીએ કહ્યું હતું કે હું કપિલ સાથે હંમેશાં રહી છું અને રહીશ. કપિલ સાથે દિવસ – રાત સાથે રહેવું મને ગમે છે. તેને હંમેશાં ધીરજથી કામ લેવા અને આરામદાયક નિર્ણયો લેવા માટે કહું છું. તેમની વાતને સમર્થન આપતાં કપિલે ઉમેર્યું કે તે એકદમ આધ્યાત્મિક છે. મેં એકવાર તેને કહ્યું હતું કે તું બહુ પ્રાર્થનાઓ કરે છે ને? મારી માટે પણ કર… મારું દિમાગ આજકાલ બીલકુલ નથી ચાલતું. તું મારી મદદ કર… કપિલે વધુ ઉમેરતાં કહ્યું કે એ મારો સૌથી મજબૂત ઇમોશનલ સપોર્ટ છે. હું કોઈપણ નિર્ણય તેને પૂછીને જ રહીશ. મને ખ્યાલ છે કે તે સમજી વિચારીને જ કહેશે. કપિલે પોતાની અનોખી સ્ટાઈલમાં કહ્યું, “વો હોંસ મેં ડિસિઝન લેતી હૈ!”

સારા પતિ સાબીત થયા છે, કપિલઃ

 

View this post on Instagram

 

A post shared by BE LIKE ENGINEER👨🏻‍🎓🇮🇳 (@belike.engineer) on

તેની લેડી લક વિશે વખાણ કરતા કપિલ થાકતા નથી. તેમને થોડા દિવસો પહેલાં જ આ ખુશખબરી મળી છે. તેઓ ખૂબ જ વ્યસ્ત કલાકાર છે તેમ છતાં આ સારા સમાચાર મળ્યા પછી કપિલ સતત ગિન્ની સંભાળ લેતા થઈ ગયા છે. તેમણે નક્કી કર્યું છે કે તેઓ ગિન્ની સાથે વધુમાં વધુ સમય વિતાવશે. તેઓ ગિન્નીને તેમના ધ કપિલ શર્મા શોના સેટ પર પણ સાથે જ રહેવાનો આગ્રહ કરી રહ્યા છે. ગિન્ની જ્યારે પણ સેટ પર હાજર હશે ત્યારે તેની સંભાળ તેના સાથી કલાકાર મિત્રો પણ લેશે તેવું નક્કી થયું છે.

લવ સ્ટોરીઃ

 

View this post on Instagram

 

A post shared by Wedzo (@wedzo.in) on

કપિલ અને ગિન્ની ૨૦૦૫માં એક શોના ઓડિશનમાં મળ્યાં હતાં. જ્યાં ગિન્ની ગિત્ધા એક પ્રકારનો પંજાબી ડાન્સ છે. તેનું પર્ફોમન્સ આપતી હતી. કપિલને તે ત્યારથી જ પસંદ કરતી હતી અને તેના માટે ઘરેથી જમવાનું પણ લઈ જતી હતી. એક સમયે એક મિત્રે તેને કહ્યું કે તેણી તેને પસંદ કરે છે ત્યારે કપિલે હસી કાઢ્યું હતું પરંતુ એકવાર કપિલે જ સામેથી ગિન્નીને પૂછી લીધું હતું, “તું મુજે લાઈક તો નહીં કરતી?” એ સમયે ગિન્નીએ ના પાડી દીધી હતી. કપિલ હજુ સંઘર્ષ કરી રહ્યા હતા અને ગિન્ની એક સદ્ધ્રર પરિવારથી હતી તેથી તેમણે તેનાથી દૂૠ બનાવી લીધી હતી. એમનું સિલેક્શન લાફ્ટર ચેલેન્જમાં થયું ત્યારે ગિન્નીએ અભિનંદન આપવા લાંબા સમય બાદ ફોન કર્યો ત્યારે તેઓ ફરીથી લાગણીના સંબંધે જોડાયા.

 

View this post on Instagram

 

A post shared by bollywood update (@nk007543) on

અગાઉ એક ઓડિશનમાં કપિલે ગિન્નીને મારી સ્ટૂડ્ન્ટ છે એમ કહીને માતા સાથે ઓળખાણ પણ કરાવી હતી. હસ બલિયેના શો દરમિયાન બંનેનો પ્રેમ વધુ પાંગર્યો અને ૨૦૧૮માં તેઓ લાંબા સમયની મિત્રતાને લગ્નનું નામ આપ્યું.

ખરાબ સમયઃ

પાછલા સમયમાં સતત અનેક ખરાબ સમાચારો અને વિવાદોથી કપિલ ઘેરાયેલા હતા. એક સમય એવો પણ હતો કે એવી અફવા હતી કે કપિલ ડિપ્રેશનમાં આવી ગયા છે. અને તેમણે દવાઓ અન નશાઓની પણ લત પડી ગઈ છે. તેમનો બીજો શો ‘ધ ફેમિલી ટાઈમ વીધ કપિલ શર્મા’ બીલકૂલ સારો નહોતો રહ્યો અને તેને ટી.આર.પી. નહોતી મળતી. તેમના શોને લીધે કમાયેલ ધન અને ક્રેડિટ બંને જોખમાયું હતું. આ બધી વાતોનો દોર હવે બંધ થયો છે.

કપિલનું પરિવાર

 

View this post on Instagram

 

A post shared by comedy_king_kapilsharma (@comedy_king_kapilsharma) on

કપરા સમયમાં સૌથી મોટી સપોર્ટર તરીકે ગિન્નીએ તેમને સાથ આપ્યો છે. કપિલ કાયમ કહે છે કે માતાના આશીર્વાદ અને પત્નીનો પ્રેમ તેના માટે ખૂબ જ મહત્વના છે. તેના પિતાનું કેન્સરમાં થયેલ મૃત્યુ અને માતાની કેળવણી વિશે તેમણે અલગ અલગ ઇન્ટરવ્યુમાં અગાઉ પણ વાત કરી છે. કપિલને એક ભાઈ પણ છે. પરંતુ તેઓની સાથે જ માતા રહે છે. અને તેમના સેટ પર પણ હંમેશાં હાજર જ રહે છે. કપિલ કહે છે કે જે મજાક હું મારી માની હાજરીમાં કરી શકતો હોઉં એ ક્યારેય ખરાબ મશ્કરી નહીં હોય. તેના શોમાં ઘણીવાર ડબલ મિનિંગવાળા કે અશ્લિલ જોક્સ આવે છે તેવી અગાઉ ફરિયાદ રહેતી હતી. આજે આ શો એક ફેમિલિ ફન ટાઈમ શો તરીકે સૌ કોઈ પસંદ કરે છે.

હાલમાં, કપિલના માતા તેની સારસંભાળ લે છે અને એક સમાચાર એવા પણ છે કે તેણી બહુ જલ્દી તેના પિયરે જલંધર જશે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ